SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિદ વકતવ્ય કરવાથી તેમ જ નંદિસૂત્રની પ્રાચીન પ્રતિમાં તે તે ગાથા ઉપર ટિપ્પણી કરી પ્રક્ષિપ્ત માનવાથી તે તે ગાથાઓને મૂલમાં લેવામાં નથી આવી. તેમ જ અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની શુ સંજ્ઞક પ્રતિમાં અને ક્યારેક ૦ ૪૦ અને પ્રતિઓમાં (જુઓ પૃ. ૯ ટિ. ૩) તે પ્રક્ષિપ્ત ગાથાઓ મળી નથી અને તે મૂલમાં હોવી પણ ન જોઈએ. એટલે તે તે પ્રક્ષિપ્ત ગાથાઓને તે તે સ્થાને નીચે ટિપ્પણીમાં મૂકી છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે આ ગાથાઓ પૂ. પા. આગમ દ્વારકની આવૃત્તિ અને તેને અક્ષરશઃ અનુસરીને ઉત્તરોત્તર પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓ સિવાયની અન્ય આવૃત્તિઓમાં મૂલપાકરૂપે મૂકવામાં આવી છે. મનોવિજ્ઞ–પૃ૦ ૭૩ ટિ. ૩, ૫૦ ૧૦૪ટિ૧-૨, પૃ. ૧૧૦ ટિ. ૧૦, પૃ. ૧૧૭ ટિ. ૮, પૃ. ૧૧૯ ટિ, ૧૨, પૃ. ૧૨૨ ટિ. ૪, પૃ. ૧૩૨ ટિ. ૧, પૃ૦ ૧૩૪ ટિ. ૨, . ૧૪૬ ટિo ૯ પૃ. ૧૬૨ ટિ. ૩, પૃ. ૧૭૪ કિ. ૫, પૃ. ૧૭૮ ટિ૦ ૬, પૃ. ૧૮૦ ટિ. ૮, પૃ. ૧૮૩ ટિ. ૮ તથા ટિ. ૧૦ અને પૃ. ૨૦૫ ટિ. ૬. અનુયોગઠારસૂત્રની ચૂર્ણિ અને હરિભકીયા વૃત્તિનું વ્યાખ્યાન અતિસંક્ષેપમાં છે તેથી અહીં જણાવેલાં સ્થાનોની વ્યાખ્યા તેમાં નથી. તથા જે ટિપ્પણીઓની નીચે અંડરલાઈન નથી કરી તે સ્થાનોને માલધારીયા વૃત્તિમાં “સુગમ “કંય” કે “નિગદસિદ્ધ” જણાવ્યાં છે, અથવા સુગમ સમજીને તે તે સૂત્રપદની વ્યાખ્યા કરી નથી. જે ટિપ્પણીઓની નીચે અંડરલાઈન છે તે ટિપ્પણુંઓ જેના ઉપર છે તે મૂલપાઠ પ્રમાણે માલધારીયા વૃત્તિનું વ્યાખ્યાન છે. આ રીતે જ્યાં માલધારીયા ટીકા છે ત્યાં ટીકા અને પ્રાચીન સૂત્રપ્રતિઓના આધારે અને જ્યાં ચૂર્ણિ કે ટીકાઓનો આધાર નથી ત્યાં પ્રાચીન સૂત્રપ્રતિઓના આધારે સૂત્રપાઠની યોગ્યતા અને વિશેષ ઉપયોગિતાને લક્ષમાં લઈ સૂત્રપાઠને મૂલમાં મૂકવામાં આવેલ છે. ઉપર જણાવેલા નંદિસૂત્ર તથા અનુયોગદ્વારસૂત્રની ટિપ્પણીઓના પાઠ તથા તે ટિપ્પણીઓ જેના ઉપર છે તે મૂલપાઠ પૈકી કેટલાક પાઠની વિગત વિસ્તારથી આપવી ઉચિત લાગે છે : नंदिसूत्र ૧. આઠમા પૃષ્ઠની ત્રીજી ટિપ્પણમાં આપેલો પાઠ અહીં ઉપયુક્ત કોઈ પણ પ્રતિમાં મળ્યો નથી; આ લખાણ લખ્યા પહેલાં શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના વિવિધ ભંડારોમાં સચવાયેલી નંદીસૂત્રની ૬-૭ હસ્તલિખિત પ્રતિઓમાં આ સ્થળ જોયું, તેમાં પણ પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ નથી. અર્થાત મૂલમાં સ્વીકારેલો પાઠ જ અમોએ જોયેલી નંદિસૂત્રની પ્રતિઓમાં મળે છે, અને તે જ પાઠ વ્યાખ્યાકારોને પણ સમ્મત છે. અહીં મૂલવાચનામાં સ્વીકારેલા પાઠ પ્રમાણે જ વિ. સં. ૧૯૩૬માં રાય ધનપતિસિંહજી દ્વારા પ્રકાશિત મલયગિરીયા ટીકા અને અનુવાદ સહિત પ્રસિદ્ધ થયેલી નંદીસૂત્રની આવૃત્તિમાં તથા વિસં. ૧૯૭૬ માં શ્રી અમોલકત્રષિજી દ્વારા સંપાદિત અનુવાદ સહિત નંદીસૂત્રની આવૃત્તિમાં પાઠ છે. આ બે આવૃત્તિઓ સિવાયની પ્રસિદ્ધ થયેલી નંદિસૂત્રની અન્ય નવ આવૃત્તિઓ અમે જોઈ છે, જે પૂજયપાદ આગમોદ્ધારકની આવૃત્તિની ૧. આ સ્થાનમાં મુળ સંજ્ઞા લખવી રહી ગઈ છે, જેનો સુધારો શુદ્ધિપત્રકમાં આપ્યો છે. ૨. ૧. વિ. સં. ૧૯૭૩ માં આગમોદી સમિતિ દ્વારા પ્રકાશિત. ૨. વિસં. ૧૯૭૭માં મુનિશ્રી જ્ઞાનસુંદરજી દ્વારા સંશોધિત અને શા. માણેકલાલ અનુપચંદ(સુરત)દ્વારા પ્રકાશિત. ૩. વિ. સં. ૧૯૮૮માં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી દ્વારા સંપાદિત. ૪, ઈસ૧૯૩૫ (વિ. સં. ૧૯૯૧)માં યતિ શ્રી છોટે લાલજી દ્વારા પ્રકાશિત (ચાલુ પૃ. ૨૪) મા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy