________________
સંપાદકીય
પૃ૦ ૧૩૭ ટિ૨, પૃ. ૧૩૯ ટિ. ૪, પૃ૦ ૧૪૪ ટિવ ૨-આ ચાર ટિપ્પણીઓ જેના ઉપર છે તે મૂલપાઠ), અને સંવા. પ્રતિઓમાંથી એક સ્થળે મળે છે. (જુઓ પૃ૦ ૧૩૯ ટિ, ૯ જેના ઉપર છે તે મૂલપાઠ).
છે. એક સ્થળે અનુયોગદ્વારની ચૂણિ અને હરિભદ્રીય વૃત્તિને સમ્મત પાઠ કોઈ પણ પ્રતિ આપતી નથી (જુઓ પૃ૦ ૯૬ ટિવ ૨), એટલું જ નહિ, પ્રસ્તુત ચૂણિ-હરિભદ્રીવૃત્તિસમ્મત પાઠવાળી કોઈ પણ પ્રતિ શ્રી માલધારીઓને પણ મળી નથી તેમ તેઓ આ સ્થળે જણાવે છે. આમ છતાં પ્રસ્તુત ચૂર્ણિ-હરિભદ્રી વૃત્તિસમ્મત પાઠની પરંપરાનો ખંડિત પાઠ અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની એક વાસંસક પ્રતિ આપે છે. તાત્પર્ય એટલું જ કે વિક્રમના બારમા શતકમાં માલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીને સૂચિત પાઠ આપતી એક પણ પ્રતિ મળી નહોતી, પણ આજે સૂચિત પાઠની પરંપરાને ખંડિત રૂપે પણ આપતી એક પ્રતિ આપણને મળી આવી છે.
પ્રસ્તુત અનુયોગદ્વારના ૧૭મા સૂત્રમાં મન આ બે ચિહ્નના મધ્યમાં આપેલા પાઠને પ્રાધાન્ય આપીને શ્રી માલધારીજીએ ટીકા કરી છે અને તે સાથે સૂચિત પાઠ કવચિત વાચનાંતરમાં મળે છે? તેવો નિર્દેશ પણ ટીકામાં કર્યો છે. પણ આજે તો અહીં ઉપયુક્ત એકેએક પ્રતિમાં નિરપવાદરૂપે એ પાઠ મળે છે. એટલે કે શ્રી માલધારીજીના સમયમાં પ્રસ્તુત પાઠ મોટા ભાગની પ્રતિઓમાં નહોતો એ પરંપરાની એક પણ પ્રતિ અમોને મળી નથી.
આજે મળતી હસ્તલિખિત પ્રતિઓને યથાવિધિ મેળવવાથી આપણને અનેક સ્થળે પ્રાચીન વાચનાઓના વિવિધ પ્રવાહોની અનેકવિધ દૃષ્ટિએ ઉપયોગી સામગ્રી મળવાનો ઠીક ઠીક અવકાશ છે તે, અને હસ્તલિખિત પ્રતિઓનું વૈવિધ્ય જણાવવા માટે જ ઉપર જણાવેલી વિસ્તૃત હકીકત રજૂ કરી છે. મુદ્રિત પ્રકાશનોની વાચનાના કેટલાક અસ્વીકાર્ય પાઠોની ચર્ચા
નંદિસુત્ર અને અનુયોગદ્વારસૂત્રની પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓની વાચનાના જે પાઠોને આ પ્રકાશનમાં મૂલવાચનારૂપે સ્વીકાર્યા નથી તેવાં કેટલાંક સ્થાનો નીચે જણાવવામાં આવે છે
નંત્રિ –પૃ. ૩ ૦િ ૪, પૃ. ૮ટિ ૩, ૫૦ ૯ ટિ ૩, ૫૦ ૧૦ ૦િ , પૃ૦ ૧૧ ટિ૦ ૩, પૃ૦ ૧૪ ટિ૭, પૃ. ૧૬ ટિ૭, પૃ. ૨૫ ટિ૧, પૃ. ૨૯ ટિ૦ ૧૫ અને પૃ. ૩૧ ટિ. ૧. આ દશ સ્થાન પૈકી જેની નીચે અન્ડરલાઈન દોરી છે તે સાત સ્થાનોના પાઠાંતરના તથા વધારાના સૂત્રપાઠી ૨ ચૂણિ અને બે ટીકાઓના વ્યાખ્યાનને સંગત થતા નથી–જોકે આ દસ ટિપ્પણીઓ જેના ઉપર છે તે સ્થાનમાં સ્વીકારેલા મૂલપાઠો મહત્ત્વના હોવાથી મૂલમાં રવીકારેલા છે. તેમાંય અંડરલાઈનવાળી સાત ટિપ્પણીઓ જેના ઉપર છે તે સ્થાનના મૂલસૂત્રપાઠી એકાન્ત પ્રામાણિક અને આદરણીય છે.
નન્દિસૂત્રસ્થવિરાવલીમાંની કેટલીક ગાથાઓ, કોઈક અપવાદ સિવાય, પ્રાયઃ નંદિસૂત્રની બધી જ હસ્તલિખિત પ્રતિઓમાં મળતી હોવા છતાં ચૂણિકાર અને વૃત્તિકારોએ વ્યાખ્યા નહિ
૧. અહીં મુખ્ય ૫. પા. આગમોદ્વારકજી મહારાજ એ સંપાદિત કરેલી અને તેને આધારે ઉત્તરોત્તર પ્રસિદ્ધ
થયેલી આવૃત્તિઓ સમજવી; શેષ આવૃત્તિઓમાં કોઈક સ્થાન એવાં પણ હશે જે અમારા પ્રકાશન સાથે
મળતાં પણ હોય. ૨. શ્રી જિનદાસગણિમહત્તરરચિત નંદિસૂત્રચર્ણિ ૩. શ્રી હરિભદ્રસૂરિચિત તથા શ્રી મલયગસૂરિચિત નંદિસૂત્રટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org