________________
૨૦
સંપાદકીય
૧૧૯મા પૃષ્ઠની વીસમી અને પચીસમી–૧૮૧ મા પૃષ્ઠની પહેલી, આ ચાર ટિપ્પણીઓ જેના ઉપર છે તે મૂલવાચનાના પાઠ.
૧૨. અનુયોગઠારસૂત્રની ચૂર્ણિ અને માલધારીયા ટીકાને સમ્મત અપ્રાપ્ત પાઠનું સ્થાન–પૃ૦ ૯૧ ટિ, પ.
૧૩. અનુયોગદ્દારસૂત્રની હરિભકીયા ટીકા અને માલધારીયા ટીકાને સમ્મત અપ્રાપ્ત પાઠનું સ્થાન-પૃ.૭૪ ટિ. ૫
૧૪. અનુયોગઠારસૂત્રની ચૂર્ણિ અને બે ટીકાઓમાં નોંધાયેલા અપ્રાપ્ત વાચનાંતરના પાઠનું સ્થાન–પૃ. ૧૧૯ ટિ. ૧૬.
૧૫. અનુયોગઠારસૂત્રની હરિભદ્રીયા ટીકા અને માલધારીયા ટીકામાં નોંધાયેલા અપ્રાપ્ત વાચનાન્તરના પાઠનું સ્થાન–પૃ૦ ૬૯ ટિ૦ ૩.
૧૬. અનુયોગઠારસૂત્રની ભલધારીયા ટીકામાં નોંધાયેલા અપ્રાપ્ત વાચનાંતરના પાઠનું સ્થાન –પૃ૦ ૬૭ ટિ૦ ૫.
તે ઉપર જણાવેલા ૧૬ પેરેગ્રાફમાંના ૧ થી ૭ પેરેગ્રાફ ઉપરથી તારવી શકાય છે કે-નંદિસૂત્રની ચૂર્ણિને સમ્મત અપ્રાપ્ત પાઠનાં ચૌદ સ્થાન છે, નંદિસૂત્રની હરિભદ્રીય વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનું એક સ્થાન છે, નંદિસૂત્રની મલયગિરીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનાં બે સ્થાન છે, નંદિસૂત્રની ચૂર્ણિ અને હરિભદ્રીય વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનું એક સ્થાન છે, નંદિસત્રની ચૂર્ણિ અને મલયગિરીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનું એક સ્થાન છે, નંદિસૂત્રની ચૂર્ણિમાં નોંધાયેલા અપ્રાપ્ત વાચનાંતરના પાઠનાં પાંચ સ્થાન છે, અને નંદિસૂત્રની હરિભદ્રીયા વૃત્તિ તથા મલયગિરીયા, વૃત્તિમાં નોંધાયેલા અપ્રાપ્ત વાચનાન્તરના પાઠનાં ૮ સ્થાન છે. આ રીતે નંદિસૂત્રમૂલના પ્રાચીન પ્રવાહના ૧૯ પાઠ અને પ્રાચીન પ્રવાહમાં નોંધાયેલા વાચનાંતરના તેર પાદ મળી કુલ ૩૨ પાઠ ઉપયુક્ત પ્રતિઓમાં મળ્યા નથી.
૮ મા પેરેગ્રાફ ઉપરથી જાણી શકાશે કે લઘુનંદિ-અનુજ્ઞાનદિમાં નોંધાયેલ વાચનાંતરનો એક પાઠભેદ અહીં ઉપયુક્ત પ્રતિઓમાં મળ્યો નથી.
૯ થી ૧૬ પેરેગ્રાફ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-અનુયોગઠારસૂત્રની ચૂણિને સમ્મત અપ્રાપ્ત પાઠનાં ૨૨ સ્થાન છે, અનુયોગદ્વારસૂત્રની હરિભદ્રીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનાં ૯ સ્થાન છે. અનુયોગઠારસૂત્રની મલધારીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનાં ૭ સ્થાન છે, તથા અનુયોગઠારસૂત્રની ચૂર્ણિ અને માલધારીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનું ૧ સ્થાન છે, અનુયોગદ્વારસૂત્રની હરિભદ્રીય વૃત્તિ અને માલધારીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનું ૧ સ્થાન છે, અનુયોગદ્વારની ચૂર્ણિ અને બે ટીકાઓમાં નોંધાયેલ વાચનાંતરના અપ્રાપ્ત પાઠનું ૧ સ્થાન છે, અનુયોગદ્વારની હરિભદ્રીય વૃત્તિ અને માલધારીયા વૃત્તિમાં નોંધાયેલ વાચનાંતરના અપ્રાપ્ત પાઠભેદનું ૧ સ્થાન છે, અને માલધારીયા વૃત્તિમાં નોંધાયેલ વાચનાંતરના અપ્રાપ્ત પાઠભેદનું 1 સ્થાન છે. આ રીતે અનુયોગદ્વારસૂત્રના પ્રાચીન પ્રવાહના ૪૦ પાઠ તથા પ્રાચીન પ્રવાહમાં નોંધાયેલા વાચનોતરના ૩ પાઠભેદ મળી કુલ ૪૩ પાઠ ઉપયુક્ત પ્રતિઓમાંથી મળ્યા નથી.
ઉપલબ્ધ મહત્ત્વના પાઠો
ઉપર જણાવેલી સ્થિતિ હોવા છતાં આજે વિવિધ ભંડારોમાં સચવાયેલી વિવિધ પરંપરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org