________________
સંપાદકીય જે જે પાઠભેદ મૂળમાં નથી લીધા તેને તે તે સ્થાનમાં નીચે ટિપણીમાં આપ્યા છે. આ પ્રમાણે તૈયાર થયેલાં આ સૂત્રો અને પાઠભેદો ઉપરથી જાણી શકાય છે કે ચૂર્ણિકાર અને ટીકાકારોને સમ્મત સૂત્રપાઠપરંપરાને સમગ્રભાવે આપતી નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રની આજે એક પણ પ્રતિ વિદ્યમાન નથી. એટલું જ નહીં, આજે કોઈ પણ આગમગ્રંથના, તેના વ્યાખ્યાકારોની પરંપરા સાથે સંપૂર્ણ સંગતિ ધરાવનાર આદર્શો અપ્રાપ્ય છે. સૂત્રાશેની આ સ્થિતિ સેંકડો વર્ષોથી ચાલી આવે છે. વિક્રમના દશમા શતકમાં થયેલા શ્રી શીલાંકાચાર્યને પણ તેમની પહેલાં રચાયેલી ટીકા = ચૂણિને સંવાદી એક પણ પ્રતિ મળી નહોતી. તેમ જ વિક્રમના બારમા શતકમાં થયેલા નવાંગીવૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિએ પણ પોતાની ટીકાઓમાં તેમના સમયની મૂલસૂત્રોની પ્રતિઓના વૈષમ્યને જણાવતા ઉલ્લેખો કરેલા છે. આમ છતાં આપણું જ્ઞાનલક્ષ્મીના ખજાનારૂ૫ ગ્રંથભંડારોમાંથી સૂત્રગ્રંથોનાં કોઈને કોઈ અપેક્ષાએ મહત્વ ધરાવતાં વિવિધ પ્રત્યંતરો આજે પણ આપણને મળે છે તે આપણું પુણ્યોદય છે. આવી મહત્ત્વની પ્રાચીન પ્રતિઓને કાળની અસર સ્પર્શે તે પહેલાં તેનો સમુચિત ઉપયોગ કરી લેવો આવશ્યક છે. કોઈ પણ સમયમાં રચાયેલા કોઈ પણ ગ્રંથની પ્રામાણિક વાચનાના સંપાદનકાર્ય માટે તેની પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓ સાથે ગ્રંથની નકલોને અક્ષરશ: મેળવી તેના ઉપલબ્ધ પાઠભેદોનો ખૂબ જ ધીરજપૂર્વક નિર્ણય કરવો અને જે જે પાઠોમાં સહેજ પણ સંદેહ હોય તે તે પાઠો માટે તે તે વિષયનાં સ્થાનાન્તરો જેવાં, તેમ જ તજજ્ઞ વિદ્વાનો સાથે પરામર્શ કરવો વગેરે વગેરે વિધિ જરૂરી છે; તેમાંય જૈન સાહિત્યના પરમ આદરણીય આગમગ્રંથો માટે આ વિધિનું સવિશેષ મહત્વ છે. સહજભાવે અમે અહીં એટલું કહી શકીએ છીએ કે અમે અમારા પ્રસ્તુત સંશોધનમાં આ પદ્ધતિને સવિશેષભાવે સ્વીકારી છે.
પ્રસ્તુત નંદિસૂત્ર તથા અનુયોગઠારસૂત્રની આવૃત્તિના પાઠ-પાઠાંતરોના સંબંધમાં અમે મુખ્યત્વે ત્રણ બાબતો જણાવીશું : ૧. ચૂર્ણિ અને ટીકાને સમ્મત જે પાઠ સ્વીકૃત પ્રતિઓમાંથી મળ્યા નથી તે સ્થાન, ૨. ચૂર્ણિ અને ટીકાને સમ્મત જે પાઠો પ્રતિઓમાં સચવાઈ રહ્યા છે તે સ્થાન, અને ૩. પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓની વાચનાના જે પાઠ અહીં ઉપયુક્ત કોઈ પણ પ્રતિમાંથી મળ્યા
१. “इह च प्रायः सूत्रादर्शेषु नानाविधानि सूत्राणि दृश्यन्ते, न च टीकासंवादी एकोऽप्यादर्शः समुपलब्धः,
अत एकमादर्शमङ्गीकृत्यास्माभिर्विवरणं क्रियत इति, एतदवगम्य सूत्रविसंवाददर्शनाच्चित्तव्यामोहो न विधेय. tત ”
–સૂત્રકૃતાંગસૂત્રટીકા, પત્ર ૩૩૬-૧ २. वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्याद् मतभेदाच्च कुत्रचित् ॥२॥
–સ્થાનાંગસૂત્રવૃત્તિના પ્રારંભમાં पस्य ग्रन्थवरस्य वाक्यजलधेर्लक्षं सहस्राणि च, चत्वारिंशदहो ! चतुभिरधिका मानं पदानामभूत् । तस्योच्चैश्चलुकाकृतिं विदधतः कालादिदोषात् तथा, दुर्लेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः ॥२॥
સમવાયાંગસૂત્રવૃત્તિના પ્રારંભમાં अशा वयं शास्त्रमिदं गभीरं, प्रायोऽस्य कूटानि च पुस्तकानि ।
તત્રં થવણાવ્યનો વિકૃરય, વ્યાઘાનવાવાહિત ઇવ નૈવ / ૨ // -પ્રશ્નન્યાકરણુસૂત્રવૃત્તિના પ્રારંભમાં ૩. આ આવૃત્તિઓ મુખ્યત્વે પૂજ્યપાદ આગમોઢારક શ્રી સાગરાનંદસૂરિજીએ સંપાદિત કરેલી જાણવી; છતાંય
અન્ય વિદ્વાનોએ સંપાદિત-પ્રકાશિત કરેલી આવૃત્તિઓના પાઠો પણ, કોઈક અપવાદ સિવાય, મોટાભાગે શ્રી આરામોદ્વારકની આવૃત્તિને મળતા જ હોય છે. નંદસુત્રની સ્થવિરાવલીની પ્રક્ષિપ્ત ગાથાઓ શ્રી આગમોઢારેકજીએ નથી લીધી, જ્યારે બીજું પ્રકાશનોમાં તે લીધી છે. એટલે અન્યાન્ય આવૃત્તિઓમાં આવશે કોઈક સ્થળે ફરક હશે, પણ આગમોદ્વારકની પછી છપાયેલી અન્ય આવૃત્તિઓની વાચના પ્રાયઃ તેને મળતી-જુલતી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org