________________
શ્રતા
પ્રસ્તુત સંપાદન સંબંધિત હિંચિહ વક્તવ્ય વિષયમાં ઋણી છે એ એક હકીકત છે. પૂજ્યપાદ આગમોદ્ધારક મહારાજ સાહેબે સંપાદિત કરેલા જે જે ગ્રંથોનું જે કોઈએ પણ પુનર્મુદ્રણ કર્યું છે તેઓ તે તે ગ્રંથોના પુનર્વિચારણીય પાકોના સંબંધમાં પૂજ્યપાદ આગામોદ્ધારકની વાચનાથી ભિન્ન વાસ્તવિક પાઠો આપી શક્યા હોય તેવું જવલ્લે જ જણાય છે. એટલે કે પૂજયપાદ આગમોદ્ધારકનું પ્રકાશન એક ધુવબિંદુ સમાન ગણાયું છે. આ વસ્તુમાં તેઓશ્રીની આજીવન જ્ઞાનસાધના અને બહુશ્રુતતા જ મુખ્ય કારણ છે. તેઓશ્રીનું
સૌને વંદનીય છે તેમાં બે મત નથી, છતાં ઉત્તરોત્તર થતી આવૃત્તિઓમાં ન થવું જોઈએ તે સ્થાનમાં પણ અનુકરણ થયેલું જોવામાં આવે છે. મોટા કવ્યવ્યય અને શ્રમથી આપણે જે નવીન સંશોધન અને પ્રકાશનો કરીએ તેમાં સવિશેષ ચોક્કસાઈ રાખવી જોઈએ, એ ધ્યાનમાં લાવવા માટે પ્રસ્તુત લખાણમાં જ્ઞાનતપસ્વી પૂજ્યપાદ આગમોઠારકજીનાં પ્રકાશનો વિચાર કરવો આવશ્યક છે. તેને સર્વ બહુશ્રુત પુરુષો ક્ષમ્ય ગણશે.
જૈન સાહિત્યના પ્રાચીનતમ અને માનનીય આગમ ગ્રંથોના શુદ્ધ-શુદ્ધતમ પાઠો પ્રાપ્ત થાય તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરવાની તેના વારસદારોની આવશ્યકીય ફરજ છે. આજે ચોક્કસાઈ પૂર્વક તૈયાર થયેલ પ્રસ્તુત નદિસૂત્ર-અનુયોગઠારસૂત્રની આવૃત્તિનું જ્યારે પણ પુનઃ પ્રકાશન કરવામાં આવે ત્યારે ભવિષ્યના વિદ્વાન સંપાદકોને વિનમ્રભાવે પ્રાર્થના કરીએ છીએ કે–પ્રસ્તુત સંપાદનમાં ઉપયુક્ત પ્રતિઓ સિવાયની કોઈ મહત્ત્વની પ્રતિ કે પ્રતિઓ ક્યાંયથી પ્રાપ્ત થાય તો તેની સાથે મેળવીને તેમાં જ અહીં ઉપયુક્ત પ્રતિઓના પાઠ-પાઠાંતરો અને ટિપ્પણીઓને તે તે રીતે બરાબર સમજીતપાસીને જ પુનર્મુદ્રણ કરે. આમ કરવાથી પ્રસ્તુત સંપાદનમાં કોઈક સ્થળે જે ક્ષતિ રહી હશે તે દૂર થશે. પવિત્ર આગમગ્રંથોના વ્યંજન, અર્થ અને વ્યંજનાર્થ એટલે કે સૂત્ર, અર્થ, તદુભય શુદ્ધ રૂપે આપી શકીએ તેવાં સાધનોનો સદ્ભાવ હોય ત્યારે શક્ય બધા જ પ્રયત્નો કરીને આગમગ્રંથોની શુદ્ધતમ વાચના તૈયાર કરવાની આપણું સૌની ફરજ છે. આ બાબતમાં બેદરકાર ન રહેતાં સજાગ રહેવા માટે આપણા શ્રુતસ્થવિરોએ આપણને આજ્ઞા કરેલી જ છે.
અહીં જિજ્ઞાસુઓ અને ઊંડા સંશોધનમાં રસવૃત્તિ ધરાવતા અભ્યાસીઓને સમજવા માટે પ્રસ્તુત નદિસૂત્ર તથા અનુયોગદ્વારસૂત્રના મૂલપાઠની પ્રતિઓના પાઠો અને પાઠભેદો, કેટલાક પાઠોની અને પાડભેદોની ચૂણિ અને ટીકાઓના વ્યાખ્યાન સાથે સંગતિ, આ પ્રકાશન પહેલાં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓના અસ્વીકાર્ય પાઠો વગેરે વગેરેની ચર્ચા કરી છે. અનેકવિધ પાઠભેદો મળતા હોય ત્યાં આપણે મૂલસૂત્રના શુદ્ધ શુદ્ધતમ પાઠનો નિર્ણય કરવા માટે કેવી અને કયા પ્રકારની ચોકસાઈ કરવી?–તે જણાવવાનો એક વિશિષ્ટ હેતુ છે, જેથી મહાદ્રવ્યવ્યય અને શ્રમથી પ્રકાશિત થતાં પુનર્મુદ્રણે મોટે ભાગે પ્રથમનાં સંસ્કરણની જ આવૃત્તિ(નકલ)રૂપ ન બને. આ હકીકત અમારા આગળના વિવેચનથી સ્પષ્ટ રીતે સમજી શકાશે.
પ્રરતુત ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ નંદિસૂત્ર તથા અનુયોગઠારસૂત્રની આપણા પ્રાચીન જ્ઞાનભંડારોમાં સંખ્યાબંધ પ્રતિઓ વિદ્યમાન છે. તેમાંથી ઝીણવટપૂર્વક તપાસીને, તે તે સૂત્રની વૃત્તિચૂર્ણિ આદિ સંમત પાઠ-પાઠાન્તરોના નિર્ણયમાં સહાયક થાય તેવી વિશિષ્ટ પ્રતિઓનો પ્રસ્તુત નંદિ અનુયોગદ્વારસૂત્રના સંપાદન અને સંશોધન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિઓનો ઉપયોગ અમે માત્ર શંકા પડે તે સ્થળો જેવા પૂરતો જ કર્યો છે તેમ નથી; પરંતુ આદિથી અંત સુધી અક્ષરશઃ મેળવીને પાઠશુદ્ધિ તથા પાઠાન્તરોનો નિર્ણય કર્યો છે. ચૂર્ણિ, ટીકા કે પ્રતિઓના
१. काले विणए बहुमाणे उवहाणे तहा अनिण्हवणे । वंजण मत्थ तदुभए अट्ठविहो नाणमायारो ।
(ઢાવૈવાનિર્યુત્તિ)
આ. સં. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org