________________
સંપાદકીય ૬. લેખકોએ કરેલી અશુદ્ધિઓનો વિવેક પ્રાચીન લિપિમાં લખાયેલી પ્રતિઓ ઉપરથી નકલ કરનાર કે પ્રતિલિપિ કરનાર તે લિપિથી અજાણ એવા લહિયાઓ પાસે જ્યારે ગ્રંથો લખાવવામાં આવતા ત્યારે એ લહિયાઓએ આપણાં શાસ્ત્રોને બહુ જ અશુદ્ધ કર્યા છે. આના ઉદાહરણ તરીકે જૈન આગમ ઉપરના પ્રાચીન ચૂણિગ્રંથો આદિ તેમ જ દ્વાદશાનિયચક્ર, સન્મતિતર્કની ટીકા આદિ સંકડ ગ્રંથો છે. આથી સંશોધન-સંપાદન કરનાર વિદ્વાનોમાં પ્રાચીન લિપિ અને તેમાંથી ઊભી થતી વિકૃતિનું જ્ઞાન હોવું એ અનિવાર્ય વસ્તુ છે; આમ હોય તો જ એ વિદ્વાન તે તે શાસ્ત્રની મૌલિકતાને પામી શકે. અમારા પ્રસ્તુત સંશોધનમાં અમે આ બાબતને પણ ધ્યાનમાં રાખી છે. આનું એક જ ઉદાહરણ આપીએ છીએ—અનુયોગદ્વારસૂત્રના પદ મા સૂત્રમાં (પૃ. ૬૮) આવતા તેોહિ -હિ-પૂણહિં આ સૂત્રાશમાંના વહિય શબ્દના સ્થાને પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે અને તેમનું અનુકરણ કરનાર દરેકેદરેક વિદ્વાનોએ અનુયોદ્વારસૂત્રના સંપાદનમાં વહિ પાઠ જ રાખ્યો છે અને ટીકામાં પણ વહિતાઃ એમ પાઠ રાખ્યો છે. રાય શ્રી ધનપતિબાબુની આવૃત્તિમાં પણ આમ જ છે. પરંતુ અમે પ્રાચીન પ્રતિઓમાં વહિ પાઠ જોયો અને તે સાથે ખંભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારની અનુયોગદ્વારસૂત્રની તાડપત્રીય પ્રતિમાં કોઈ વિદ્વાને તેના ભાર્થનમાં કરેલી હિમાયા “હિયા” કૃત્ય આ પ્રમાણેની ટિપ્પણી જોઈ ત્યારે અમને ખાતરી થઈ કે અહીં વહેચ નહિં, પણ ટ્રિચ પાઠ જોઈએ. અને અમે આ સ્થળે એ જ પાર્ડને માન્ય રાખ્યો છે. આજે પણ આપણે ભાષામાં ચાહવું, ચાહના આદિ બોલીએ પણ છીએ. પાઈયસમહષ્ણવોમાં નોંધાયેલા, વાંછા કરવાના અર્થમાં વાદ (ધાતુ) અને વાંછિત અર્થમાં વાહિય—આ બે શબ્દો પણ અમે નિર્ણત કરેલા વહિર શબ્દને વિશેષ પુષ્ટિ આપે છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી વાહ ધાતુ કે તજજન્ય શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ કરતા નથી; આમ છતાં પિંગલ અને ભવિસ્મયત્તકામાંથી નોંધાયેલા આ બે શબ્દોનો પ્રયોગ અતિપ્રાચીન સમયમાં પણ થતો હતો તે હકીકત પ્રસ્તુત અનુયોગદ્વારસૂત્રના સૂચિત પાઠ ઉપરથી જાણી શકાય છે. ઉપાસકદશાંગસૂત્રમાં પણ વહિચ નહીં કિંતુ હર પાઠ જ પ્રામાણિક છે એમ સમજવું. પ્રાચીન ભાષ્ય, મહાભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ અને શ્રી જિનભદ્રક્ષમાશ્રમણહરિભદ્રસૂરિ આદિકૃત પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન માટે પ્રાચીન લિપિ અને તેમાંથી લેખકોએ કરેલી વિકૃતિનું જ્ઞાન અતિ આવશ્યક છે.
સંશોધન વિષયના જિજ્ઞાસુઓ અમે આગળ જણાવેલા “પ્રસ્તુતસંપાદન સંબંધિત કિંચિદ્ વક્તવ્ય” શીર્ષકવાળા સંદર્ભમાંથી વિશેષ હકીકતો જાણી શકશે.
આ સિવાય અમે જેનાગમોના સંશોધનમાં અનેક રીતિઓનો ઉપયોગ કર્યો છે. દરેક દરેક સંશોધકોએ ઉપર જણુવેલી અને તે સિવાય પોતાના ન્યાય અનુભવમાં આવે તે રીતિઓનો ઉપયોગ શાસ્ત્રસંશોધન માટે કરવો જોઈએ
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિત્ વકતવ્ય
પાઠશુદ્ધિની આવશ્યકતા પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનન્દસૂરિમહારાજશ્રીએ સંપાદિત કરેલો કોઈ પણ આગમગ્રંથ તેમનાથી ઉત્તરવત સંપાદકોને વિવિધ રીતે ઉપકારક અને પ્રેરક છે જ; એટલું જ નહિ, જેમને આગમ સાહિત્યની સાથે કોઈને કોઈ સંબંધ છે તે સર્વ કોઈ પૂજ્યપાદ આગમ દ્વારકજીના તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org