SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અમારી આગમસંશોધન પદ્ધતિ આ ત્રણે ચૂર્ણિઓ પૈકી તે તે ચૂર્ણિના સંશોધન માટે માત્ર તે તે ચૂર્ણિની પ્રતિજ એકત્ર કરીને સંશોધન કરવામાં આવે તો ત્રણેય ચૂણિઓના આવા પરસ્પરસંવાદી પાઠો અશુદ્ધ જ રહે. પરંતુ આ ત્રણેય જુદી જુદી ચૂણિઓની પ્રતિઓમાંથી મળતા પાઠો પરસ્પર સરખાવવામાં આવે તો જ ત્રણેય ચૂણિઓના પાઠો શુદ્ધ થઈ શકે. ૨. ઉત્તરાધ્યયનસૂત્રની ચૂર્ણિના પૃ. ૧૯૨માં ચૂર્ણિકારે આપેલી એક ગાથા ચૂર્ણિપ્રતિઓમાં વિત થઈ ગઈ છે અને તે પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની આવૃત્તિમાં આ પ્રમાણે છપાઈ છે: पुलाग (गुणगे) ज्झसमाकुलमणस्स मन्नंत भुजगमण्णा वा। रोसवसविप्पमुक्कं ण पिबंति विसं (अगंधणया)॥१॥ विसविवजियसीला ॥ ચૂર્ણિપ્રતિઓમાં પણ આ ગાથા લગભગ આ જ રૂપે દેખાય છે, કોષ્ટકમાં આપેલા શબ્દો પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે ઉમેરેલા છે. પરંતુ આ જ ગાથા શ્રી અગત્યસિંહસૂરિવિરચિત દશવૈકાલિકચૂર્ણિમાં શુદ્ધ સ્વરૂપે મળી આવે છે, જે આ પ્રમાણે છે : सुलसागब्भप्पभवा कुलमाणसमुन्नता भुजंगमणाधा । रोसवसविप्पमुक्कं ण पिबंति विसं विसायवज्जियसीला ॥१॥ ઉપર જણાવ્યા પ્રમાણે ઉપલક્ષણાત્મક ભિન્ન ભિન્ન વ્યાખ્યાપ્રવાહો જિનાગોમાં સ્થાને સ્થાને જેવામાં આવે છે. આવા વ્યાખ્યાપ્રવાહો અમે અમારા પ્રસ્તુત સંપાદનમાં અને બૃહત્કલ્પસૂત્ર સટીક, સૂત્રકૃતાંગચૂર્ણિ, દશવૈકાલિકની અગત્યસિંહીયા ચૂર્ણિ આદિમાં તેમ જ આ સાથે પ્રસિદ્ધ થનાર પ્રજ્ઞાપના સૂત્રમાં આપ્યા છે અને ભાવિમાં પ્રસિદ્ધ થનાર જૈન આગમોમાં યથાશક્ય રીતે આપતા રહીશું. ૫. સંશોધકોએ કરેલી અશુદ્ધિઓનો વિવેક અમારા પ્રસ્તુત જૈન આગમોના સંપાદનમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સંશોધકોએ તે તે આગમની પ્રાચીન-અર્વાચીન ભિન્ન ભિન્ન કુલની હસ્તપ્રતિઓ એકત્ર કર્યા સિવાય માત્ર એકાદ પ્રતિ મેળવીને તેમ જ તે તે આગમોના ભિન્ન ભિન્ન વ્યાખ્યાપ્રવાહોને ધ્યાનમાં લીધા સિવાય સૂત્રપાઠોમાં જે જે પરિવર્તનો કર્યો છે એ બધાંયનો વિવેક કરીને અમે તે તે સૂત્રપાઠોને વ્યવસ્થિત કર્યા છે. અને એ રીતે સૂત્રપાઠો અને વાચનાઓને વ્યવસ્થિત કરી અનેકવિધ સૂત્રપાઠભેદોની નોંધ આપવા સાથે પ્રસ્તુત સૂત્રોની વાચના તૈયાર કરવા અમે પ્રયત્ન કર્યો છે. ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભદ્રસૂરિના જેસલમેર જૈન જ્ઞાનભંડારમાં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિના ટીકાકાર શ્રી પુણ્યસાગર ગણિએ ટીકા રચવા પૂર્વે જંબૂદીપપ્રજ્ઞપ્તિની સૂત્રવાચનાને વ્યવસ્થિત કરેલી સૂત્રપ્રતિ આજે વિદ્યમાન છે. આ પ્રમાણે પ્રાચીન યુગમાં શ્રી અભયદેવસૂરિ, મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રી મલયગિરિસૂરિ આદિ વ્યાખ્યાકારોએ પોતાને અભિમત સૂત્રવાચનાની હસ્તપ્રતિઓ જરૂર તૈયાર કરી જ હશે; પરંતુ આજે તેવી વ્યવસ્થિત વાચનાવાળી કોઈ સૂત્રપ્રતિ આપણને ઉપલબ્ધ થતી નથી–આ સ્થિતિમાં આપણે જ નવેસર તે તે સૂત્રવાચના તૈયાર કરવાની રહે છે. અમારી આ વાચના અમે મુખ્યત્વે બૃહત્તિકારમાન્ય સૂત્રપાઠોને લક્ષીને તૈયાર કરી છે, તેમ છતાં કવચિત એમ પણ બન્યું છે કે પ્રાચીન યૂનિવૃત્તિકારમાન્ય પાઠ જ આજની બધીય પ્રતિઓમાં મળતો હોય ત્યારે એ સૂત્રપાઠને અમે અમારી મૂલવાચનામાં આપ્યો છે. પરંતુ આ સ્થળે અમે તે માટેની નોંધ ટિપ્પણીમાં આપવાનું કદીયે વીસર્યા નથી. અમારી આ પદ્ધતિ અનુચિત લાગે તો ગીતાર્થો અને વિદ્વાનો ક્ષમા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy