________________
અમારી આગમસંશોધનપદ્ધતિ
૧૩
કોષ્ટકની નિશાની રાખી હોત તો તે સંશોધક વિદ્વાનો માટે સવિશેષ અનુકૂળ થઈ પડત. પરંતુ તેઓશ્રીએ પોતાની પુરાણી ઢબને કારણે તેમ કર્યું નથી. આ અનુભવ અમને પૂજ્યશ્રીસંપાદિત અનુયોગદ્વારત્ર અને ચૂર્ણિ, પ્રજ્ઞાપનોપાંગસૂત્ર અને તેની મલયગિરીયા વૃત્તિ આદિ ધણા ગ્રંથોમાં થયો છે.
વ્યાખ્યાગ્રંથો અશુદ્ધ હોય ત્યારે સૂત્રપાઠોને શુદ્ધ કરવાનું કામ ઘણું વિષમ બને છે. એટલે તે તે આગમને તૈયાર કરતાં પહેલાં તેના ઉપરના વ્યાખ્યાગ્રંથોનું સંશોધન એકાન્ત અનિવાર્ય જ માનવું જોઈ એ. દિત્ર, અનુયોગદ્દારસૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રના સંપાદનમાં અમે આ પદ્ધતિ જ અપનાવી છે અને ઉત્તરોત્તર પ્રકાશિત થનારા જૈન આગમગ્રંથો માટે અમારી આ જ પદ્ધતિ ચાલુ રહેશે—એવો અમારો આંતરિક વિશ્વાસ છે.
૩. આમિક ઉદ્ધરણોનો ઉપયોગ
પ્રાચીન જૈન વ્યાખ્યાકારોએ તેમના વ્યાખ્યાભ્રંથોમાં પ્રસંગે પ્રસંગે જૈન આગમો અને તેના ઉપરના વ્યાખ્યાભ્રંથોનાં ઉદ્દરણો અથવા અવતરણો આપ્યાં છે. આવાં અવતરણો અમને જ્યાંથી પણ મળી આવ્યાં અથવા અમારા ધ્યાનમાં આવ્યાં, તે બધાંનો ઉપયોગ અમે અમારા પ્રસ્તુત સંપાદનમાં કર્યો છે, અન્ય સંપાદનોમાં કરીશું——કરવો જ જોઈ એ. ચૂર્ણિકાર કે શ્રી હરિભદ્રસૂરિ આદિ જેવા વ્યાખ્યાકારોએ માન્ય કરેલા સૂત્રપાઠો અત્યારની આપણા સામેની સૂત્રપ્રતિઓમાં ભલે ન મળે, પરંતુ આ અવતરણોમાંથી આપણને પ્રાચીન સૂત્રપાઠોની ન્યનાધિકતા, સમવિષમતા, વ્યાખ્યાભેદ, મતાન્તર આદિ જરૂર મળી આવે છે. આ હકીકતને સમજવા માટે અમે અમારા દ્રારા સંપાદિત પ્રસ્તુત નંદિ-અનુયોગદ્દારસુત્રમાંથી કેટલાંક સ્થળો આપીએ છીએ—પૃ ૧૬ ટિ ૬, ૭, ૧૧, પૃ૦ ૧૭ ટિ॰ ૧ થી ૫, પૃ૦ ૧૯ ટિ॰ ૧૧, પૃ૦ ૨૪ ટિ૰ ૧૩, ૧૬, પૃ૦ ૨૫ ટિ૰૧૧-૧૨, પૃ૦ ૨૯ ટિ૦ ૮, પૃ૦ ૩૧ ટિ॰ ૧-૨ અને ૪, પૃ૦ ૩૨ ટિ॰ ૭, પૃ૦ ૩૩ ટિ॰ ૪, પૃ૦ ૩૪ ટિ૦ ૬ અને ૧૪, પૃ૦ ૩૬ ટિ૦ ૨ અને ૧૧, પૃ૦ ૩૭ ટિ॰ ૫, ૬, ૯ આદિ, પૃ૦ ૩૯ ટિ૦ ૪, પૃ૦ ૪૦ ટિ॰ ૧, પૃ૦ ૪૩ ટિ॰ ૧૦ તથા ૧૨, પૃ૦ ૧૫૯ ટિ॰ ૪, અને પૃ૦ ૧૬૦ ટિ૦ ૧.
ઉપર જે સ્થળોનો નિર્દેશ કર્યો છે તેમાં નંદિસૂત્ર, અનુયોગદ્દારસૂત્ર, સમવાયાંગસૂત્ર, ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, વિશેષાવશ્યકમહાભાષ્ય અને તેના ઉપરની ટીકાઓ, આવશ્યકસૂત્રની મલયગિરિટીકા, દ્વાદશારનયચક્ર અને તેની વૃત્તિ આદિમાં આવતાં નંદિ-અનુયોગદ્દારસૂત્રનાં ઉદ્ધરણો સાથે અહીં તુલના કરી છે.
૪. અન્ય આગમોમાં આવતા સૂત્રપાઠો સાથે તુલના
સામાન્ય રીતે જૈન સૂત્રકાર સ્થવિરો અને ચૂણિકાર, ટીકાકાર આદિ વ્યાખ્યાકાર સ્થવિરોની એ એક વ્યાપક પદ્ધતિ છે કે તે તે વિષયના પ્રાચીન સૂત્રસંદર્ભો કે વ્યાખ્યાસંદર્ભો મળી જાય તો તેને તેઓ પોતાના સૂત્રગ્રંથોમાં કે વ્યાખ્યાભ્રંથોમાં પ્રાય: અક્ષરશઃ લઈ લે છે. અને આમ કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ મનાયો નથી. આ કારણને લઈ જૈન આગમોમાં કે તેના ઉપરના વ્યાખ્યાગ્રંથોમાં તે તે સમાન વિષયને લગતા લગભગસમાન કે સર્વથાસમાન સેંકડો સૂત્ર-વ્યાખ્યાસંદર્ભો મળી આવે છે; જ્યારે કેટલીક વાર અર્થદષ્ટિએ સમાન સૂત્ર-વ્યાખ્યાસંદર્ભો મળી આવે છે. આવા સંદર્ભો તે તે પ્રસ્તુત સૂત્રગ્રંથો અને વ્યાખ્યાગ્રંથોની શુદ્ધ અને પ્રામાણિક વાચના તૈયાર કરવામાં સહાયક બની શકે છે. તેમજ કેટલીક વાર તે તે પદાર્થને લગતાં મતાંતરો તેમજ વ્યાખ્યાન્તરો પણ જાણવામાં આવે છે; એટલું જ નહિ, પણ એક જ પ્રકારના સૂત્રના જુદા જુદા વ્યાખ્યાપ્રવાહો પણ પ્રાપ્ત થાય છે. આ માટે એક ઉદાહરણ આપીએ છીએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org