________________
૧૨
સંપાદકીય
થવા પામ્યો છે, તેમ છતાં ઘણેખરે સ્થળે અમે બૃહત્તિકારની વ્યાખ્યા કે પ્રતીકને અનુસરીને મૂલમાં સૂત્રપાઠો સ્વીકાર્યા છે અને ત્યાં પાદટિપ્પણુઓમાં આ સૂત્રપાઠ સૂત્રપ્રતિઓમાં મળ્યો નથી” એવી સૂચના પણ કરી છે. આ જ રીતે ચૂર્ણિકારાદિએ માન્ય કરેલા સૂત્રપાઠોના વિષયમાં પણ અમે આ જ પદ્ધતિ સ્વીકારી છે. અર્થાત ચૂર્ણિકારાદિએ માન્ય કરેલા સૂત્રપાઠો કે પાઠાન્તરો અમને કોઈ પણ પ્રતિમાંથી ન મળ્યા હોય ત્યાં તેનો ઉલ્લેખ કરવાનું અમે ભૂલ્યા નથી. તેમ જ જે પાહભેદો મળ્યા હોય ત્યાં “આ પાઠ ચૂર્ણિકારસમ્મત છે અથવા લઘુવૃત્તિકારસમ્મત છે' તેવી સૂચના અમે દરેક સ્થળે કરી છે. આ હકીકત અમારા પ્રસ્તુત સંપાદનમાંની પાદટિપ્પણીઓનું અવલોકન કરવાથી વિદ્વાનો સમજી શકશે.
૨. ચૂર્ણિ, ટીકા, અવચૂરિ, ટિપ્પનક આદિનો ઉપયોગ અમારા પ્રસ્તુત જૈન આગમોના સંપાદન અને સંશોધનમાં શુદ્ધ સૂત્રપાઠોના નિર્ણય માટે અમે તે તે આગમને લગતા ચૂર્ણિ, ટીકા, અવચૂરિ, ટિપ્પનક, સ્તબકો-ટબાઓ (લોકભાષામાં પ્રાપ્ત અનુવાદો ક ભાષાંતર) અને બાલાવબોધોનો પ્રાયઃ સમગ્રભાવે ઉપયોગ કર્યો છે. આ ઉપયોગ કરતાં પહેલાં અમે તે તે આગમના ઉપર જણાવેલા દરેકેદરેક વ્યાખ્યાગ્રંથોનું સંશોધન પ્રાચીન પ્રાચીનતમ ઉપલબ્ધ અનેક લિખિત પ્રતિઓ સાથે સરખાવીને કરી લીધું છે, જેથી અમે સૂત્રપાઠોનો જે નિર્ણય કરીએ તે પ્રામાણિક ઠરે. આગમોદ્ધારક પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિમહારાજે જૈન આગમો ઉપરના ચૂર્ણિ, ટીકા, ટિપ્પનક આદિ જે વ્યાખ્યાગ્રંથોને સંશોધન કરવાપૂર્વક પ્રકાશિત કર્યા છે તે એક દોડતી આવૃત્તિ હોઈ તેમાં અશુદ્ધિઓ રહે તે અક્ષમ્ય નથી. તેમજ આ હકીકતથી તેઓ પોતે પણ અજ્ઞાત ન હતા. આ જ કારણને લઈને તેઓશ્રીએ આચારાંગસૂત્રચૂણિના અંતમાં આ પ્રમાણેનો ઉલ્લેખ કર્યો છે –
प्रत्नानामप्यादर्शानामशुद्धतमत्वात् कृतेऽपि यथामति शोधने न सन्तोषः, परं प्रवचनभक्तिरसिकता प्रसारणेऽस्याः प्रयोजिकेति विद्वद्भिः शोधनीयैषा चूर्णिः, क्षाम्यतु चापराधं श्रुतदेवीति । પૂજયશ્રીનો આ ઉલ્લેખ તદન પ્રામાણિક અને સત્ય છે. અમે પણ આચારાંગચૂર્ણિની સંખ્યાબંધ પ્રતિઓ–જેમાં ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારોની તાડપત્રીય પ્રતિઓનો સમાવેશ થાય છે – જોઈ અને તપાસી, તો જણાયું કે આવી એક જ કુલની અશુદ્ધતમ પ્રતિઓને આધારે સંશોધન કરવું એ કઠિન કામ છે. પરંતુ અમારા સદ્ભાગ્યે માનો કે જિનાગમાભ્યાસી જૈન મુનિવરોના સદભાગ્યે ભાનો, પાટણ શ્રીસંઘના જ્ઞાનભંડારમાંથી આચારાંગચૂણિની જુદા કુલની એક ખંડિત તાડપત્રીય પ્રતિ મળી આવી ત્યારે અમારામાં આચારાંગચૂણિના સંશોધન માટે હિમ્મત આવી. આ જ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રચૂણિની જુદા કુલની એક અપૂર્ણ પ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારે જ અમને આપી છે, જેના આધારે તેનું સંશોધન પણ અમારા માટે લગભગ સરળ બન્યું છે.
અમારા આ કથનનો આશય એ છે કે–જૈન આગમોના સંશોધન માટે પ્રયત્ન કરનારે જ નહિ, પણ કોઈ પણ શાસ્ત્રના સંશોધન કરનારે તે તે આગમ કે શાસ્ત્રના જે જે વ્યાખ્યાગ્રંથોનો ઉપયોગ કરવો હોય તે તે વ્યાખ્યાગ્રંથોનું પ્રાચીન પ્રાચીનતમ પ્રતિઓના આધારે સંશોધન કર્યા વિના તેનો ઉપયોગ કદીયે કરવો ન જોઈએ. પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિમહારાજની આવૃત્તિઓ જૂની ઢબના સંપાદનરૂપ હોઈ તેમાં તેઓશ્રીએ ખૂટતા કે વધતા સૂત્રપાઠોની જે પૂર્તિ કરી છે કે કાઢી નાખ્યા છે કે સુધાર્યા છે કે પરિવર્તિત કર્યા છે તેવા પાઠો અમને અમારા પાસેની અને તે સિવાયની અમારી જોયેલી કોઈ પણ પ્રતિમાંથી મળ્યા નથી. આ સ્થળે જે પૂજ્યશ્રીએ ગોળ કે કાટખૂણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org