________________
પ્રતિપરિચય
છે. પ્રતિ–અમદાવાદના ડેલાના ઉપાશ્રયના જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી પ્રતિ છે. પત્રસંખ્યા ૩૩ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૩ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૫૦ અને વધુમાં વધુ ૫૮ અક્ષરો છે. દોરી પરોવીને બાંધવા માટે તાડપત્રીય પ્રતિના પ્રત્યેક પત્રમાં જેમ છિદ્ર હોય છે તેમ પ્રસ્તુત પ્રતિના પ્રત્યેક પત્રના મધ્યમાં દ્ધિ છે. આ દ્ધિની ચારે બાજુ સુશોભિત રીતે કોરો ભાગ રાખ્યો છે, જેથી દોરીનો ઘસારો લખાણને બગાડે નહિ. આવી રીતે પત્રોની પ્રત્યેક પૃષ્ટિના મધ્યભાગમાં રાખવામાં આવેલા કોરા ભાગથી એક રિતાક્ષર સુશોભન બન્યું છે. પ્રતિના પ્રત્યેક પત્રમાં જંતુઓએ નાનાં-મોટાં અનેક છિદ્રો કરેલાં છે, છતાં પ્રત્યેક પત્રને સારી રીતે સહેલાઈથી ફેરવી શકાય છે, અર્થાત પ્રતિની સ્થિતિ સારી છે. લિપિ સુંદર તથા સુવાચ્ય છે. પ્રતિની લંબાઈ પહોળાઈ ૧૧૪ ૩ ઇચ પ્રમાણ છે. અંતમાં લેખકની પ્રશસ્તિ આદિ કંઈ નથી, છતાં આ પ્રતિ અનુમાનથી વિક્રમના પંદરમા શતકમાં લખાયેલી હોય તેમ લાગે છે.
સંકટ, નેટ અને વી. સંજ્ઞક પ્રતિઓ–અનુમાનથી વિક્રમના ૧૭મા શતકમાં કાગળ ઉપર લખાયેલી આ ત્રણ પ્રતિઓ અનુક્રમે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર(પાટણ)સ્થિત શ્રીસંઘ જ્ઞાનભંડાર, સૂરિસમ્રા શ્રી વિજયનેમિસૂરીશ્વર જૈન જ્ઞાનભંડાર અને શ્રી મહિમાભક્તિ જૈન જ્ઞાનભંડાર (બીકાનેર)ના સંગ્રહની છે.
To પ્રતિ–વિ. સં. ૧૯૭૨ માં આચાર્ય શ્રી સાગરાનંદસૂરિવર દ્વારા સંશોધિત થઈને શ્રેણી શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારફંડ દ્વારા પ્રકાશિત થયેલી મલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિ સહિત અનુયોગઠારસૂત્રની મુકિત આવૃત્તિ.
અનુયોગદ્વારસૂત્રના સંશોધન માટે એકત્ર કરેલી પ્રતિઓનો અમે અહીં જે પરિચય આપ્યો છે તેમાં, આગળ જણાવ્યું તેમ, ને સંપ૦ છે. અને વી. પ્રતિ સંક્ષિપ્ત વાચનાની છે, જ્યારે શેષ વં છે. જે વા૦ ફુ અને મુ0 પ્રતિ બૃહદ્વાચનાની છે. કેવળ વી. પ્રતિ કોઈ વાર સંક્ષિપ્ત વાચનાને તો કોઈ વાર બૃહદ્વાચનાને અનુસરે છે, જ્યારે એક સ્થળે અને વાળ સંસક પ્રતિઓ સિવાયની બૃહદ્વાચનાની બધી જ પ્રતિઓ સંક્ષિપ્ત વાચનાના સંક્ષિપ્ત પાઠ પ્રમાણે જ સૂત્રપાઠ આપે છે (જુઓ પૃ. ૭૭ ટિ૫). પાટણ-શ્રીસંઘના જ્ઞાનભંડારની નામની પ્રતિ કોઈ જુદા જ કુલની અને જરા વિચિત્ર છતાં મહત્વના પાઠોવાળી બૃહદ્વાચનાની પ્રતિ છે, કારણ કે માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પોતાની વૃત્તિમાં આપેલા પાઠભેદો આ પ્રતિએ ઠીક ઠીક પ્રમાણમાં અમને પૂરા પાડ્યા છે. શ્રી માલધારી મહારાજે પસંદ કરેલા સુત્રપાઠોને સમગ્રભા આપતી અનુયોગદ્વારસૂત્રની કોઈ પ્રતિ આજે પ્રાપ્ત નથી. આ સ્થિતિમાં તેમની ટીકા અને ટીકામાંનાં પ્રતીકોને અનુસરીને જ આપણે સૂત્રવાચના તૈયાર કરવાની રહે છે. અને અમે એ રીતે અનુયોગદ્વારસૂત્રની વાચના તૈયાર કરી છે. આમ કરવામાં પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિમહારાજે અને બીજા વિદ્વાનોએ તૈયાર કરેલી સૂત્રવાચનાથી અમારી અનુયોગઠારસૂત્રની વાચના જુદા પ્રકારની બની ગઈ છે. પરંતુ ચૂર્ણિકારટીકાકારોને માન્ય પાઠોવાળી અમારી જ વાચના છે. મલધારી શ્રી હેમચંદ્રસૂરિની બ્રહવૃત્તિ રચાયા પછી અનુયોગદ્વારસૂત્રની પ્રાચીન ગણાય તેવી પ્રતિઓમાં માલધારી મહારાજે ત્યારે શબ્દથી આપેલા અધૂરા પાભેદો પણ પેસી ગયેલા જોવામાં આવે છે. અમે આવા વિકૃત પાઠોને નીચે પાટિપ્પણમાં પૂરા કરીને આપ્યા છે. આ રીતે અમારી સૂત્રવાચના માલધારી શ્રી હેમચંદ્રસૂરિસમ્મત પાઠવાળી છે અને તે બૃહદ્વાચના છે.
આજે આપણું સામે અનુયોગકારસૂત્રની જે મુકિત આવૃત્તિઓ છે તે બધી બૃહદ્વાચનાની છે. આ બધી આવૃત્તિઓમાંના કેટલાક સૂત્રપાઠો કોઈ પણ વ્યાખ્યાકાર સાથે બંધબેસતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org