________________
પ્રતિપરિચય
અને વધુમાં વધુ ૧૨૧ અક્ષરો લખેલા છે. હાલત સારી અને લિપિ સુંદર છે. ૫૫મા પત્રમાં અનુયોગસૂત્ર પૂર્ણ થયા પછી ગ્રંથ લખાવનારની પુષ્પિકા આ પ્રમાણે છે :
___ सं० १३०१ वर्षे आषाढ शु० १० शुक्रे धवलक्ककनगरनिवासिना प्राग्वाटवंशोद्भवेन व्य. पासदेवसुतेन गंधिकश्रेष्ठिधीणाकेन बृहद्भाता सिद्धाश्रेऽयोथै सवृत्तिकमनुयोगद्वारसूत्रं लेखयांचक्रे ॥
उदकानलचौरेभ्यः मूषकेभ्यस्तथैव च ।
रक्षणीयं प्रयत्नेन यस्मात्कष्टेन लिख्यते ॥ छ । शुभं भवतु चतुर्विधश्रीश्रमणसङ्घस्य ॥ छ ।
૫૫મા પત્રમાં અનુયોગઠારસૂત્ર પૂર્ણ થયા પછી પ૬ થી ૨૩૭ પત્ર સુધીમાં માલધારગચ્છીય હેમચન્દ્રાચાર્યકૃત અનુયોગઠારસૂત્રવૃત્તિ લખેલી છે. ૨૩૭મા પત્રમાં વૃત્તિ પૂર્ણ થયા પછી ગ્રંથ લખાવનારની પુપિકા આ પ્રમાણે છે –
संवत् १३०१ वर्षे आषाढ शुदि १० शुक्रे धवलक्ककनगरनिवासिना प्राग्वाटवंशोद्भवेन व्य० पासदेवसुत गंधिक श्रे० धीणाकेन बृहद्धाता सिद्धाश्रेयोऽर्थ ससूत्रा मलधारिश्रीहेमचंद्रसूरिविरचिताऽनुयोगद्वारवृत्तिले बयांचक्रे ॥ छ । मंगलं महाश्रीः। शुभं भवतु चतुर्विधश्रीश्रमणसङ्घस्य || છે ||.
ઉપર લખેલી અનુયોગદ્વાર મૂલ અને વૃત્તિની પુપિકા ઉપરથી જાણી શકાય છે કે ધોળકા નગરના રહેવાસી પોરવાડ વંશીય વ્યવહારી પાસદેવના પુત્ર ગાંધી ધીણક નામના શ્રેષ્ઠીએ સિદ્ધા નામના પોતાના મોટાભાઈના કલ્યાણ માટે અનુયોગદ્વાર મૂલ અને તેની માલધારીયા વૃત્તિ સં૦ ૧૩૦૧ ના અષાઢ સુદ ૧૦ ને શુક્રવારે લખાવી.
આ પુલ્પિક ઉપરથી જાણી શકાય છે કે અનુયોગદ્વાર મૂલસૂત્ર અને વૃત્તિ સંપૂર્ણ લખાયા પછી બન્નેના અંતમાં પુપિકા લખાઈ છે. એકથી વધારે ગ્રંથો એક જ પોથીમાં લખાયા હોય ત્યારે કોઈવાર જે ગ્રંથ જે દિવસે પૂર્ણ થતાં તે ગ્રંથના અંતમાં લેખકો તે જ મિતિ લખતા, આથી આવી પોથીઓમાં ભિતિ અલગ અલગ હોય છે, તો કેટલીક પ્રતિઓમાં એકથી વધારે ગ્રંથો લખાયા હોય છતાં પ્રત્યેક ગ્રંથની પ્રશસ્તિ-પુપિકામાં સંવત, મહિનો અને તિથિ એક જ લખાયેલાં પણ હોય છે. પ્રસ્તુત સંજ્ઞા પ્રતિ આવા પ્રકારના પુષિકાલેખનના ઉદાહરણરૂપ કહેવાય.
જે પ્રતિ–જેસલમેરદુર્ગસ્થ શ્રીજિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ છે. પ્રતિની હાલત સારી અને લિપિ સુંદર છે, અને લંબાઈ-પહોળાઈ ૩૦ x ૨ ઇંચ પ્રમાણ છે. પત્ર ૧ થી ૬૬ સુધીમાં અનુયોગદ્વારસૂત્ર પૂર્ણ થાય છે અને પત્ર ૬૭ થી ૧૬૩ સુધીમાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિકૃત અનુયોગદ્વારસૂત્રની વૃત્તિ લખેલી છે. અનુયોગદ્વાર ખૂલના અંતમાં કે હરિભદ્રીય વૃત્તિના અંતમાં લેખકની પ્રશસ્તિ-પુપિકા આદિ કંઈ પણ લખેલું નથી, છતાં પ્રતિ અને લિપિના આકાર-પ્રકારના આધારે અનુમાનથી તેનો લેખનસમય વિક્રમની ૧૫મી શતાબ્દી હોય તેમ લાગે છે. જ્ઞાનભંડારમાં આ પ્રતિનો ક્રમાંક ૭૬ છે.
સં. પ્રતિ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) માં રહેલા શ્રીસંઘ ભંડારની તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિ છે. પ્રતિની લિપિ સુવાચ્ય અને સ્થિતિ સારી છે, અને લંબાઈ૫હોળાઈ ૩૪ ૪૨ ઇંચ પ્રમાણ છે. પત્ર સંખ્યા ૧ થી ૪૩ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં તાડપત્રની પહોળાઈને અનુસરીને ઓછામાં ઓછી ચાર અને વધુમાં વધુ છ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમ ઓછામાં ઓછા ૧૧૩ અને વધુમાં વધુ ૧૩૨ અક્ષરો છે. અંત્ય ૪૩મા પત્રની બીજી પૃષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org