SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય શ્રી મલયગિરિત નંદિસૂત્રવૃત્તિ છે. પ્રતિની લંબા-પહોળાઈ ૩૩૪૨૩ ઇચ પ્રમાણ છે. તાડપત્રની પહોળાઈને અનુસાર પ્રતિપત્રમાં ચાર અથવા પાંચ પંક્તિઓ છે. ત્રણ વિભાગમાં લખાયેલી આ પ્રતિ શુદ્ધતમ છે. અંતમાં આપેલી પુપિકાના આધારે જાણી શકાય છે કે આ પ્રતિનું સંશોધન ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનભદ્રસૂરિએ પોતે કર્યું છે. તેમણે મૂલપાઠનાં અનેક સ્થાનો ઉપર ઉપયોગી ટિપ્પણુઓ પણ કરી છે, જે પ્રસ્તુત મુદ્રણમાં અમોએ તે તે સ્થાને આપી છે. લિપિ સુંદરતમ અને સ્થિતિ સારી છે. અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે– स्वस्ति । संवत् १४८८ वर्षे श्रीसत्यपुरे पौषवदि १० दिने श्रीपार्श्वदेवजन्मकल्याणके श्रीखरतरगच्छाधिपैः श्रीजिनराजसूरिपट्टालङ्कारसारैः प्रभुश्रीमज्जिनभद्रसूरिसूर्यावतारैः श्रीनन्दिसिद्धांत पुस्तकं स्वहस्तेन शोधितं पठितं च । तच्च श्रीश्रमणसंधेन वाच्यमानं चिरं नंदतु ॥ સામાન્ય રીતે શ્રી જિનભદ્રસૂરિના ઉપદેશથી સ્તંભતીર્થ(ખંભાત)નિવાસી ખરતરગચ્છીય શ્રાવક પરીક્ષિત(પરીખ) ધરણુશાહે અને શ્રીમાલજ્ઞાતીય(?) બલિરાજ-ઉદયરાજે ખાવેલી પ્રતિઓ ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. પણ આ પ્રતિની પુપિકામાં પ્રતિ લખાવનારનો નામોલ્લેખ નથી. અહીં એ પણ સ્પષ્ટ થાય છે કે પોતાના વિહારગત ક્ષેત્રોમાં પણ અચાન્ય મુખ્ય કાર્યોની સાથે સાથે શ્રી જિનભદ્રસૂરિનું પુસ્તકલેખન-સંશોધન-અધ્યાપનાદિને લગતું કાર્ય પણ ચાલુ હતું. ૪૦ પ્રતિ–આ પ્રતિ અમદાવાદના લવારની પોળના ઉપાશ્રયના જ્ઞાનભંડારની છે. પત્રસંખ્યા ૩૫ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં નવ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૩૧થી ૪૨ અક્ષર છે. પ્રતિની લિપિ સુંદરતમ અને સ્થિતિ સારી છે, અને અક્ષર મોટા છે. કાગળ ઉપર લખાયેલી આ પ્રતિના અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે સં. ૨૪૮૧ જુન મુવિ ૭ રનૌ શ્રીમીમપછી..... અક્ષર બગાડી નાખ્યા છે.] શ્રી | છ || રામં મવતુ | છ ||. આ પુપિકામાં જે અક્ષરો બગાડી નાખ્યા છે તેના સ્થાનમાં બહાર આ પ્રમાણે પછીથી અક્ષરો લખ્યા છે– __ साह श्रीवच्छा सुत साह सहिसकस्य स्वपुण्यार्थे पुस्तकभंडारे कारापिता सुतवर्द्धमान पुस्तकવરિપાઢનાર્થ છ || મો. પ્રતિ–શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ)માં રહેલા મોદી જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી આ પ્રતિ છે. પત્રસંખ્યા ૧૪ છે. પ્રથમ પત્રમાં સમવસરણનું સુંદર ચિત્ર છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષિમાં ૧૫ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૭ થી ૧૯ અક્ષર છે. સ્થિતિ અને લિપિ સુંદર છે. આની લંબાઈ૫હોળાઈ ૧૩ ૪ ૫ ઈંચ પ્રમાણ છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના ગ્રંથક્રમમાં આનો ક્રમાંક ૧૦૦૨૬ છે. અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે – संवत् १५६९ वर्षे श्रावण शुदि ४ बुध नंदीसूत्रं जा० भट्ट लि [.] હે પ્રતિ–આ પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના જ્ઞાનભંડારની છે. આમાં પ્રતિની ચારે બાજુના હાંસિયામાં મલયગિરીયા ટીકા પંચપાકરૂપે લખેલી છે. કાગળ ઉપર લખાયેલી આ પ્રતિ અનુમાનથી વિક્રમના સત્તરમા શતકમાં લખાયેલી જણાય છે. go પ્રતિ–શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ)માં રહેલા શુભવીર જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી આ પ્રતિ છે. પત્રસંખ્યા નવ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૯ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૬ થી ૧૮ અક્ષર છે. પ્રતિમાં અનેક સ્થળે ટિપ્પણીઓ લખેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy