________________
|| નયનુ વતનrore | સંપાદકીય પ્રતિપરિચય
नन्दिसूत्र નંદિસૂત્રના સંશોધનકાર્યમાં કુલ આઠ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. આ આઠ પ્રતિઓમાં વં સંઅને સંસક ત્રણ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે; ૪૦ મો. ? અને શુ આ ચાર પ્રતિઓ કાગળ ઉપર લખાયેલી છે. અને મુ સંસક આદર્શ મુદ્રિત છે. પ્રસ્તુત પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે: - હં પ્રતિ–ખંભાત-શ્રીશાન્તિનાથજી તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ છે. પ્રાચ્ય વિદ્યામંદિર-વડોદરાથી પ્રકાશિત થયેલી આ ભંડારની સૂચીમાં આ પ્રતિનો ક્રમાંક ૩૮ છે. આમાં ૧ થી ૧૮ પત્ર સુધીમાં નદિસૂત્ર મૂલ છે, પત્ર ૧૮-૧૯માં લઘુનંદિ–અનુજ્ઞાનંદિ છે અને ફરી પત્ર ૧ થી ૨૪૭ સુધીમાં નંદિસૂત્રની મલયગિરીયા વૃત્તિ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં તાડપત્રની પહોળાઈને અનુસરીને ત્રણથી પાંચ પંક્તિઓ છે અને પ્રત્યેક પંક્તિમાં ૧૦૧ થી ૧૧૯ અક્ષર લખેલા છે. પ્રતિ શુદ્ધપ્રાય છે અને ત્રણ વિભાગમાં લખેલી છે. લિપિ સુંદરતમ છે. સ્થિતિ સારી છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૩૧ ૪ ૨૩ ઇચ પ્રમાણ છે. અંતમાં લેખકની પુષ્પિકા આ પ્રમાણે છે:
___ सं० १२९२ वर्षे वैशाख शुदि १३ अघेह वीजापुरे श्रावकपौषधशालायां श्रीदेवभद्रगणिप्रभृतीनां व्याख्यानतः संसारासारतां विचिन्त्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसि ज्ञात्वा सा० धणपालसुत सा० रत्नपाल ठ० सहजासुत ठ० अरसीह सा० राहडसुत सा० लाहडप्रभृतिसमस्तश्रावकैः मौक्षफलप्रार्थकैः समस्तचतुर्विधसङ्घस्य पठनार्थ च समर्पणाय लिखापितं ॥ छ ।
આ પુપિકાથી જાણી શકાય છે કે પ્રસ્તુત પ્રતિ વીજાપુરના જૈન શ્રીસંઘે સંવત ૧૨૯૨ માં લખાવેલી છે. આ સિવાયની અન્યાન્ય ગ્રંથોની કેટલીય તાડપત્રીય પ્રતિઓ વીજાપુરના શ્રીસંઘે લખાવેલી છે, જે ખંભાતના પ્રસ્તુત જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે.
૩૦ પ્રતિ–પાટણ-સંઘવી પારાના લઘુપોશાલિગ૭ તાડપત્રીય જૈન જ્ઞાન ભંડાર ની તાડપત્રીય પ્રતિ છે. પત્રસંખ્યા ૮૨ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં તાડપત્રની પહોળાઈને અનુસરીને ત્રણ અથવા ચાર પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૦થી ૪૩ અક્ષર લખેલા છે. પ્રતિ બે વિભાગમાં લખેલી છે. આની લંબાઈ-પહોળાઈ ૧૪-૧રૂ ઈચ પ્રમાણ છે. લિપિ સુવાચ્ય છે, અને સ્થિતિ સારી છે. અંતમાં લેખકની પુપિકા નથી. લિપિ અને આકાર-પ્રકારથી અનુમાન કરી શકાય કે આ પ્રતિ વિક્રમના ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં લખાયેલી હોવી જોઈએ. આમાં નંદિસૂત્ર પૂર્ણ થયા પછી લઘુનંદિ–અનુજ્ઞાનંદિસૂત્ર લખેલું નથી.
ને પ્રતિ-જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભસૂરિ તાડપત્રીય જ્ઞાનભંડારની આ તાડપત્રીય પ્રતિ છે. સૂચિમાં આ પ્રતિનો ક્રમાંક ૭૭ છે. આમાં પત્ર ૧થી ૨૬ માં નંદિસૂત્ર મૂલ છે અને તે પછી ફરી ૧થી ૨૯૭માં આચાર્ય આ. સં. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org