________________
......... · [ 30 ] ... ... ·
નટ, નર્તક, મલ્લ આદિને આહારમાં ઘી વગેરે સ્નિગ્ધદ્રવ્યો આપીને વિશેષ સુરૂપ બનાવવામાં આવતા. તેની, તથા તેમના કાન, સ્કંધ વગેરેને વધારવાની પ્રક્રિયાના ઉલ્લેખની હકીકત પણ મળે છે. જુઓ પૃ૦ ૭૩ ૦ ૧,
હલ, કુલિક વગેરેથી ક્ષેત્ર-ખેતરને ખેડીને કેળવવાની તથા ખેતરમાં હાથીનાં મળ- મૂત્ર પડવાથી તે ભૂમિમાં પાક બગડે છે તેની નોંધ મળે છે. જુઓ અનુયોગદ્દાર સ૦૮૫મું તથા પૃ૦ ૭૩ દિ૦ ૧.
ઘડી વગેરેથી સમયનું ભાન લેવાની પ્રક્રિયાની નોંધ પણ અહીં મળે છે. જુઓ અનુયોગદ્વાર ૦ ૮૬ મું.
દ્રવ્યમાનધાન્ય-રસ આદિનાં વિવિધ માન વગેરે
་
ધાન્ય ભરવાનાં સાધનો તથા ધાન્ય માપવાનાં માન—માપનાં નામ પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. ધાન્ય ભરવાનાં સાધનોનાં પાંચ નામ આ પ્રમાણે છે : ૧. મુત્તો (૦)મુજ્તોટી (સં॰ ) આ શબ્દની વ્યાખ્યામાં મલધારીયા ટીકામાં માત્ર ‘ મોટ્ટા ’ શબ્દ લખ્યો છે આથી એમ સમજવું રહ્યું કે વિક્રમના બારમા શતકમાં ‘ મોટ્ટા' નામનું સાધન ધાન્ય ભરવાના ઉપયોગમાં આવતું હશે. મોટલી (૩) અને મોટરી (હિં૦) આ બે શબ્દોનું પ્રાચીન રૂપ પ્રસ્તુત ‘ મોટ્ટા’ થી જાણી • શકાય છે. ૨. મુત્ત્વ – નીચે અને ઉપર સાંકડી અને મધ્યમાં જરા પહોળી કોઠી. ૩. કુર – ગાડા ઉપર અનાજ ભરવા માટે આજે ગુજરાતીમાં જેતે ‘ જાડો ’ કે · પાંજરી ’ કહે છે તેવા જ પ્રકારનું પ્રાચીન સમયનું સાધન, ગાડાનાં છિદ્રોમાં ઊભી લાકડીઓ રાખીને તેની ચારે બાજુ સાંઠીઓ કે શણની દોરી વગેરેને અનાજના કણ નીકળી ન જાય તેમ ગૂંથીને કાળજીપૂર્વક બાંધવામાં આવતી. આ સાધનને ઇફર કહેવામાં આવતું, મલધારીયા ટીકામાં આને તØન પણ કહ્યું છે એટલે વિક્રમના બારભા શતકમાં જાકડાના અર્થમાં તન શબ્દ સુપરિચિત હશે. ૪. હિન્દુ-મોટું કુંડું. પ. પયર્િ - વધારે લાંબો કોઠો. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૧૯ મું (પૃ૦ ૧૩૩). મુત્તોટી આદિ શબ્દોનો પરિચય અનુયોગદ્દારત્રની ચણ અને એ વૃત્તિઓમાંથી નોંધ્યો છે.
ધાન્યનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેનાં માન–માપનાં ૧૧ નામ આ પ્રમાણે મળે છે : ૧. કમતિ – હથેળીના તળિયામાં સમાય તેટલું પ્રમાણ. ૨. પ્રકૃતિ –એ અસતિ ની એક પ્રસૃતિ થાય છે. ૩. સેતિજ્ઞા – એ પ્રકૃતિની એક સેતિકા થાય છે, આ સેતિકા નામનું ધાન્યમાન મગધ પ્રદેશમાં પ્રચલિત હતું તેમ અનુયોગદ્દારની હરિભદ્રીયા તથા મલધારીયા વૃત્તિમાં જણાવ્યું છે. ૪. વુડવ – ચાર સેતિકાનો એક કુડવ થાય છે. પ. પ્રફ્ળ – ચાર કુડવનો એક પ્રસ્થ થાય છે. ૬. આદુ-ચાર પ્રસ્થનો એક આઢક થાય છે. ૭. દ્રોળ – ચાર આઢકનો એક દ્રોણ થાય છે. ૮. ધન્યમ્ન-૬૦ આટકનો એક જધન્ય કુંભ થાય છે. ૯. મધ્યમમ્મ−૮૦ આઢકનો એક મધ્યમ કુંભ થાય છે. ૧૦. ઉત્કૃષ્ટબુમ્મ−૧૦૦ આઢકનો એક ઉત્કૃષ્ટકુંભ થાય છે. ૧૧. વાદૅ - ૮૦૦ આકનો એક વાહ થાય છે. જુઓ અનુયોગદ્દાર સ્૦ ૩૧૮ મું (પૃ૦ ૧૩૩) અતિ આદિ શબ્દોનો પરિચય અનુયોગદ્વારની મલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે, ચૂણિ અને હરિભદ્રીયા વૃત્તિમાં પણ સંક્ષિપ્ત વ્યાખ્યા છે.
રસદ્રવ્ય–પ્રવાહીપદાર્થ-ભરવા માટેનાં સાધનોનાં નામ આ પ્રમાણે છે : વા–નાનો ઘડો કે નાનો કળશ. વટ – ઘડો. વ કરવો. ચર્ચારી-ગાગર. ઇતિજ-કુષ્પો, કુપ્પી વગેરે ચામડાની વસ્તુ.. ોહિ- ખૂબ જ વિશાલ મુખવાળી કુંડી. વૃાિ કુંડી, કુંડું, કમંડલ વગેરે. જુઓ અનુયોગદ્દાર સ્૦૩૨૧ મું (પૃ૦ ૧૩૩). વારજ આદિ શબ્દોનો પરિચય અનુયોગદ્બારસૂત્રની મલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org