________________
...[૬૬].. કાળજીપૂર્વક ભેગા કરી લેવામાં આવતા, પ્રસ્તુત લાળતંતુઓને પટ્ટસૂત્ર કહેવામાં આવતું અને તેમાંથી બનેલું વસ્ત્ર ૫ટ્ટ કહેવાતું. ઉક્ત ક્રમ પ્રમાણે મલય દેશમાંથી મેળવાતા લાળતંતુઓને મલયસૂત્ર કહેવાતું અને તેમાંથી બનેલું વસ્ત્ર મલય કહેવાતું. ચીન દેશ સિવાયના અમુક દેશોમાંથી ઉક્ત વિધિ મુજબ મેળવાતા લાળતંતુઓને અંશુસૂત્ર કહેવાતું અને તેમાંથી બનેલું વસ્ત્ર અંશુક કહેવાતું. ઉક્ત ક્રમ પ્રમાણે જ ચીન દેશમાંથી મેળવાતા લાળતંતુઓને ચીનાંશુકસૂત્ર કહેતા. અને તેમાંથી બનેલું વસ્ત્ર ચીનાંશુક કહેવાતું. પટ્ટસૂત્ર, મલયસૂત્ર, અંશુકસૂત્ર અને ચીનાંશુકસૂત્રને એકત્રિત કરવાની વિધિ તો એક જ પ્રકારની છે, છતાં દેશવિશેષના પતંગકીટોના વૈવિધ્યથી તેમની લાળમાં વૈવિધ્ય હોય, જેના આધારે તે તે લાળતંતુઓથી બનેલા વસ્ત્રનું આગવું પ્રાધાન્ય હશે. કોઈક પદાર્થનું મિશ્રણ કરીને મનુષ્યાદિનું રૂધિર દ્ધિવાળા ભાજન સંપુટમાં રાખવામાં આવતું, તેમાં ઘણું કૃમિઓ ઉત્પન્ન થતા, આ કૃમિઓ હવા મેળવવા માટે ભાજનસંપુટના છિદ્રોદ્વારા બહાર નીકળીને આજુબાજુ ફરતાં ફરતાં જે લાળ મુકતા તે લાળતંતુને કૃમિરાગસૂત્ર કહેવાતું. આ કૃમિઓ રુધિરમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી તેમનો રંગ પણ રુધિર જેવો જ હોય તે સ્વાભાવિક છે, અને તેથી જ તેમના લાળતંતુઓનો વર્ણ પણ રુધિર જેવો હોય જ. આ કૃમિરાગસૂત્રમાંથી બનેલું વસ્ત્ર કૃમિરાગ કહેવાતું. આ બાબતમાં કેટલાકનો મત આ પ્રમાણે છે–ઉપર જણાવેલા ક્રમપ્રમાણે ભાજનસંપુટમાં જયારે કૃમિઓ ઉત્પન્ન થતા ત્યારે કૃમિસહિત રુધિરને મસળીને કેવળ રસ લેવામાં આવતો અને તે રસમાં જે પત્ર રંગવામાં આવતું તેને કૃમિરાગસૂત્ર કહેવામાં આવતું.
૪. વાલજ-પ્રાણીઓના વાળમાંથી બનાવવામાં આવતા સૂતરને વાલજસૂત્ર કહેવામાં આવતું. તેના પાંચ પ્રકાર છે:૧ ઓણિક સત્ર ૨ ઓપ્ટિક સૂત્ર, ૩ મૃગલોમિક સૂત્ર, ૪ કૌતવ સૂત્ર, અને ૫ કિદિસ સૂત્ર. ઘેટાના ઊનમાંથી બનાવેલું ઑર્થિક સૂત્ર. ઊંટના વાળમાંથી બનાવેલું ઔખ્રિસૂત્ર. કદમાં મૃગથી નાનાં અને મોટા પૂંછડાંવાળા અરણ્યપ્રાણીઓના વાળમાંથી બનાવેલું મૃગલોમિકસૂત્ર. ઉંદરના વાળમાંથી બનાવેલું કૌતવસુત્ર. ૫ અને આ ચાર પ્રકારનાં સૂતર બનાવતાં પ્રત્યેક પ્રકારના સૂતરના જે જે અવશિષ્ટ વાળ (ફૂટ જેવું) રહ્યા હોય તેમાંથી બનાવેલું કિસિસૂત્ર કહેવાતું, અથવા શ્વાન આદિના વાળમાંથી બનાવેલું હોય તેને પણ કિટ્રિસસૂત્ર કહેવામાં આવતું.
૫. વકજ-વનસ્પતિની છાલમાંથી બનાવેલું હોય તે વકજસૂત્ર કહેવાતું. શણુ વગેરેના તંતુઓને વલ્કજસૂત્ર કહી શકાય.
ઉપર જણાવેલા સૂતરના ભેદ અને પ્રભેદો ઉપરથી પ્રાચીન સમયના વિધવિધ વસ્ત્રનિર્માણનો ઠીક ઠીક પરિચય મળે છે. આ હકીકત અનુયોગદ્વારના ૪૦થી ૪૫ સુધીનાં સૂત્રોમાં (B૦ ૬૭). વર્ણવાયેલી છે. ઉક્ત સૂતરના પ્રકારોનો પરિચય અનુયોગદ્વાર સૂત્રની ચૂર્ણિ અને બે વૃત્તિઓમાંથી લીધો છે.
અશ્વ, હસ્તિ, આદિ ચતુપદ પ્રાણીઓને કેળવવાની કળાને માત્ર ઉલ્લેખ અહીં મળે છે. જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૮૧મું તથા ૭૩મા પૃષ્ઠની પહેલી ટિપણી.
આમ્રવૃક્ષ, આમલકવૃક્ષ, આદિ વૃક્ષોને ઉછેરવાની પ્રક્રિયાનો માત્ર ઉલ્લેખ અનુયોગદ્વારના ૮૨ મા સૂત્રમાં મળે છે. તથા આગ્રાદિ વૃક્ષોનો ઉછેર અને તેનું વર્ધન કરવાની તેમ જ આશ્રાદિનાં ફળોને કોદરા અને ઘાસ વગેરેમાં પકવવાની પ્રક્રિયાની નોંધ પણ મળે છે. જુઓ પૃ૦ ૭૩ ટિ૧.
ખાંડ, ગોળ અને સાકરને વધુ મિષ્ટ બનાવવાની પ્રક્રિયાને માત્ર ઉલ્લેખ અનુયોગદ્વારના ૮૩મા સૂત્રમાં મળે છે. તથા ગોળ વગેરે દ્રવ્યોને અગ્નિતાપથી વધુ મિષ્ટ બનાવવાની અને ક્ષારાદિના સંયોગે ગુડાદિનો નાશ થવાની હકીકત પણ મળે છે. જુઓ પૃ. ૭૩ ટિ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org