SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૬૫]... કરનાર નટ. મલ્લકુસ્તીબાજ: મૌષ્ટિક- મુક્કાબાજીથી સ્પર્ધા કરનાર ભલ્લ. વિડબક–વિવિધ વેષ કરનાર વિદૂષક (બહુરૂપી). કથક-કથાવાર્તા કરનાર. પ્લવક- લાંબા ખાડા કૂદનાર = નદી-તળાવ તરનાર. લાસક–રાસગાનાર અથવા “જ્ય” શબ્દ બોલનાર ભાંડ. આખ્યાયક–ભાવિ શુભાશુભ કહેનાર. લેખ-મોટા વાંસ ઉપર ચડીને વિવિધ પ્રયોગો કરનાર નટ. સંખ-તે તે પ્રકારના ચિત્રપટો લઈને લોકોને દર્શન કરાવી આજીવિકા મેળવનાર. તૃણવાન -તૂણા નામનું વાદ્ય વગાડનાર. તુંબવીણિક-વીણાવાદક. કાય-કાવડ વહન કરનાર. માગધ-મંગલપાઠક, જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૮૦ મું પૃ. ૭૩). આ ઉપરથી આપણું નાટ્યકલા, નર્તનકલા, દોરડા ઉપર વિવિધ પ્રયોગો કરવાની કળા, કુસ્તીની કળા, મુક્કાબાજીથી સ્પર્ધા કરવાની કળા, વિદૂષક–બહુરૂપીની કળા, લાંબું કૂદવાની કળા, તરવાની કળા, મોટા વાંસ ઉપર ચઢીને વિવિધ પ્રયોગો કરવાની કળા, અને વીણદિવાઘવાદન કળા આદિ કળાઓ અનુયોગકારસૂત્રકારના પહેલાં પણ ઘણું પ્રાચીન સમયથી વિકસેલી હતી તે જાણી શકાય છે. ઉપરાંત, આજે જે ચોક-ચોપટમાં ભારતાદિ કથાઓના આખ્યાન થાય છે અને ગેય કથાઓ દ્વારા પણ ઉપદેશ અપાય છે તે પ્રથા પણ ઉપર જણાવેલા કલાવિદો પૈકીના કથક અને લાસક શબ્દથી સમજી શકાય છે કે બહુપ્રાચીન સમયની પરંપરા રૂપ છે. પ્રસ્તુત સંદર્ભમાં આવેલા ન આદિ નામોનો પરિચય અનુયોગદ્વારસૂત્રની ભલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે. વિવિધ કળાઓ તાલ અને તાલીનાં પાંદડાં તથા વસ્ત્ર ઉપર ગ્રંથો લખાતા હતા તેનો ઉલ્લેખ અનુયોગદ્વારના ૩૯માં સૂત્ર (પૃ. ૬૭)માં મળે છે. અહીં મૂલ શબ્દ ઉત્તય-પથઢિહિયં છે. તેનો ચૂણિ અને ટીકામાં બે પ્રકારે અર્થ છે : ૧. પત્ર એટલે તાલ–તાલીનાં પાંદડાં ઉપર લખેલું, આવાં પત્રોના સમૂહને પુસ્તક કહેવામાં આવે છે, તેના ઉપર લખેલું. ૨. તાલ–તાલીનાં પાંદડાં ઉપર લખેલું અને વસ્ત્ર ઉપર લખેલું. આ નોંધ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તાડપત્ર અને વસ્ત્ર ઉપર લખવાની આપણી લેખન કળા જગજૂની છે. તરેહ તરેહના સૂત્ર—સૂતર એટલે વસ્ત્ર વણવાના ઉપયોગમાં આવતા તાણા વાણાના તંતુ અને તદનુસારે તરેહ તરેહનાં વસ્ત્રોની માહિતી પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં આ પ્રમાણે મળે છે– સુત્ર–સૂતરના (તદનુસારે વસ્ત્રના પણ) પાંચ પ્રકાર છે : ૧ અંડજ, ૨ બોંડજ, ૩ કીટર, ૪ વાલજ, અને ૫ વલ્કજ. ૧. અંડજ–હંસગર્ભાદિને અંડજ કહે છે. હંસ એ ચતુરિંદ્રિય જીવવિશેષ છે તેનો ગર્ભ તે કોશિકાર-કોસીટો તેમાંથી ઉત્પન્ન થયેલા તંતુને હંસગર્ભ કહે છે. “પંચેદિય હંસપક્ષીના ગર્ભમાંથી લીધેલા તંતુને હંસગર્ભ કહે છે તેવો પણ કેટલાકનો મત છે. ૨. બડજ-કપાસમાંથી બનાવેલો તંતુ –રૂનું સૂતર. ૩. કીટજ–આના પાંચ પ્રકાર છે : 1. પટ્ટ, ૨. મલય, ૩. અંશુક, ૪. ચીનાંશુક અને રાગ. જે જંગલમાં અમુક પ્રકારના પતંગ કીટની ઉત્પત્તિ થતી હોય. તે જંગલમાં માંસાદિના ઢગલા વ્યવસ્થિત રીતે પાથરીને કરવામાં આવતા અને તે ઢગલામાં ચારે બાજુ અંતરે અંતરે નીચાઊંચા ખીલ ઊભા કરવામાં આવતા. ત્યારબાદ વનાંતરમાં ફરતા ફરતા પતંગ કીટો– ઊડી શકે તેવા કીડા-માંસાદિના ભક્ષણ માટે આવતા અને તે ઢગલામાં ચારે તરફ લાળ મુકતા મુકતા ફરતા જેથી તેમની લાળ ઊભા કરેલા ખીલાઓમાં ગોઠવાઈ જતી. આ લાળના તંતુઓ વસ્ત્ર બનાવવા માટે આ.પ્ર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy