SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૬૪]... અગ્નિદત્ત, અગ્નિધર્મ, વગેરે વગેરે. જુઓ અનુયોગદ્વાર સૂ. ૨૮૫-૮૬ (પૃ. ૧૨૭–૨૮). આવી જ રીતે ગણવાચક મલ' શબ્દની પાછળ દત્ત, ધર્મ આદિ જોડીને મલદત્ત, મલધર્મ વગેરે નામોનો વ્યવહાર પ્રાચીન સમયમાં હતો. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૮૯ મું (પૃ. ૧૨૮). અહીં એક વસ્તુ જાણી શકાય છે કે–જેમ વર્તમાનમાં પ્રચલિત નામોના અંતમાં ચંદ-ચંદ્ર, દાસ, લાલ વગેરે શબ્દ મૂકવામાં આવે છે જેમકે કેસરીચંદ, નરોત્તમદાસ, અમૃતલાલ, તેમ પ્રાચીન સમયમાં દત્ત, ધર્મ, શર્મ, દેવ, દાસ, સેન અને રક્ષિત અંતવાળાં વ્યક્તિનામ ઠીક ઠીક પ્રમાણમાં પ્રચલિત હતાં, આમાનાં દેવ અને શર્મસંતવાળાં નામો વર્તમાનમાં પણ કવચિત હોય છે. સાધારણ રીતે નક્ષત્રોની નામાવલીને પ્રારંભ અશ્વિની, ભરણી, કૃત્તિકા આદિથી થાય છે પણ અહીં (અનુ. સૂ૦ ૧૮૫ ગા૦ ૮૬ થી ૮૮, પૃ૦ ૧૨૭) કૃત્તિકાથી પ્રારંભ કરીને અંતમાં અશ્વિની ભરણ જણાવ્યાં છે. કર્મ-વ્યવસાયને અનુસરીને વ્યવહત વિવિધ અટકોનાં નામ અહીં આ પ્રમાણે મળે છે. દષિક-દોસી (કાપડિયા), સૌત્રિક- સૂતરિયા. કાર્યાસિક-કપાસનો ધંધો કરનાર (કપાસી). સૂત્રવૈચારિક. ભાંડવૈચારિક-વિવિધ ભાંડોની લે વેચ કરનાર. કૉલાલિક-માટીનાં વાસણ વેચનાર. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૦૩ (પૃ. ૧૩૧). આવી જ રીતે શિલ્પ-કળાના વ્યવસાયિવર્ગની વિવિધ અટકો આ પ્રમાણે મળે છે- વાસ્ત્રિક-વસ્ત્રસંબધિત કળાવાળો. તાંત્રિકતંત્રીવાદક. તુન્નવાચ- ટૂણવાનું કામ કરનાર. તંતુવાચ-વસ્ત્ર વણવાનું કામ કરનાર (વણકર). ૫ટકાર-વિશિષ્ટ વસ્ત્ર બનાવવાની કળાવાળો. અહ૧૦ વરડ-ટોપલા-ટોપલી ગૂંથનાર તથા નેતર વગેરેની ગુંથણી કરનાર મુંજકાર- મુંજનાં દોરડાં બનાવનાર. કાષ્ઠકાર-કાકસંબંધિત કળાવાળો. છત્રકાર – છત્ર બનાવનાર, વર્ઘકાર-ચામડાની વિવિધ ચીજો બનાવનાર. પુરતકારકાગળ બનાવનાર અથવા પુસ્તક લખનાર (લહિયો). ચિત્રકાર-ચિતાર. દંતકાર- હાથી વગેરે પ્રાણીઓના દાંતની વિવિધ ચીજો બનાવનાર લેયકાર-લેપ કરનાર. કોમિકાર-કયિો. છોવારો વગેરે. જુઓ અનુયોગદાર સ૩૦૪ (પૃ. ૧૭૧). અહીં જણાવેલી અટકો તે તે કર્મ અને કળાવાળા વર્ગની ઓળખ રૂપે છે. આ પૈકીની દોસી, સુતરિયા, ચિતારા, કપાસી વગેરે અટકોનો વ્યવહાર તો મૂળશબ્દના પર્યાયરૂપે જ આજે પણ થાય છે, જયારે “ચૂડગર’, ‘દાંતી” જેવી કોઈક અટકો અહીં જણાવેલી “દંતકાર' જેવી અટકની સાથે ઓછું વધતું સામ્ય ધરાવતી પણ વ્યવહારમાં છે. કોઈ કોઈ અટક જાણી શકાતી નથી અને કેટલીકનો વ્યવહાર આજે અનુભવાતો નથી. આજની જેમ પ્રાચીન સમયમાં પણ વિવિધ કલાવિદોના અને વિવિધ વ્યવસાયીઓના વિવિધ વર્ગો હતા. પછી તે તે કલાવિદ્ અને વ્યવસાયી ભલેને ગમે તે જ્ઞાતિનો હોય. આ વસ્તુ પ્રસ્તુત નોંધ ઉપરથી સમજી શકાશે પ્રાચીન સમયમાં લોકવ્યવહારમાં સ્લાથ–પ્રશંસાપાત્ર નામો પૈકીનાં ત્રણ નામનો અહીં ઉલ્લેખ આ પ્રમાણે મળે છે : શ્રમણ, બ્રાહ્મણ અને સત્યાતિથિ કે સત્યતિથિ અથવા સર્વાતિથિ કે સર્વતિથિ. આ ત્રણ નામ કોઈ એક વ્યકિતનાં નથી પણ તથા પ્રકારના પ્રશસ્ત વર્ગનાં નામ છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૦૫ (પૃ. ૧૭૧). સવેતન કે અવેતન વિવિધ કલાવિદોના વર્ગોનાં નામ પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં આ પ્રમાણે મળે છે. નર-નાટક કરનાર. નર્તક-નૃત્ય કરનાર. જલ-દોરડા ઉપર પ્રયોગો ૯ સૂવ વૈચારિકનો અર્થ સમજી શકાતો નથી. ૧૦ –અહ'નો અર્થ સમજી શકાતો નથી. પ્રજ્ઞાપનાસૂત્રમાં આ શબ્દના બદલે “અડ’ શબ્દ આવે છે. પ્રજ્ઞાપના સૂત્રના કોઈપણ પ્રત્યંતરમાં “અહ” શબ્દ નથી. જુઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર ToળવળTહત્ત માં સ૦ ૧૦૬ (પૃ૦ ૩૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy