SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૩].... કૌટુંબિક-એકથી વધારે કુટુંબોને મુખ્ય પુરુષ. ઇભ્ય-હાથીના કદ જેવડા દ્રવ્યરાશિનો સ્વામી. શ્રેષ્ઠીગામ કે નગરનો શ્રેષ્ઠ પુરુષ. સેનાપતિ-ચતુરંગ સેનાના અધિપતિ. સાર્થવાહ–ગણ્ય, ધાય, મેય અને પરિચ્છેદ્ય દ્રવ્યોને લઈને લાભ મેળવવા માટે જે પરદેશ જાય તે.–જુઓ લઘુનંદિસૂત્ર ૧૨મું (પૃ. ૫૦) અને અનુયોગદ્વારનું ૨૦મું સૂત્ર (પૃ. ૬૩). સાર્થવાહો પ્રાચીન સમયમાં રાજમાન્ય, ખ્યાતનામ, દીન-અનાથજનવત્સલ તરીકે ઓળખાતા હતા. લઘુનંદસૂત્રના ૧૨ માં સત્રમાં ઉપર જણાવેલાં નામો ઉપરાંત યુવરાજ શબ્દ પણ વધારે છે. પ્રસન્ન થયેલો રાજા પારિતોષિક આપે તેવી ચીજોમાં અહીં જણાવ્યો તે સુવર્ણપટ્ટ પણ આપવામાં આવતો. અહીં જણાવેલાં પ્રાચીન સમયની અગ્રગણ્ય વ્યક્તિઓનાં રાજા. ઈશ્વર આદિ નામો જેનાગમ સાહિત્યના અનેક ગ્રંથોમાં મળી આવે છે. અહીં રાજ આદિનો પરિચય અનુયોગદ્વારની ચૂર્ણિ અને બે વૃત્તિઓમાંથી નોંધ્યો છે. ઉપર જણાવેલા મુખ્ય પુરુષ કોઈના ઉપર પ્રસન્ન થતા ત્યારે પોતાની કક્ષા મુજબ ઇનામબક્ષીસમાં પહેલાં જણાવેલી અશ્વાદિ વસ્તુઓ આપતા. જુઓ લઘુનંદિ સૂત્ર ૧૨ થી ૧૪. ઉક્ત મુખ્ય પુરુષો મુખધાવન અને દંતપ્રક્ષાલન કરીને, માથાના કેશના આગળના ભાગમાં કાંસકો રાખીને, દૂર્વા અને સર્ષપ માથા ઉપર નાખીને, દર્પણમાં મુખ જોઈને, ધૂપથી વસ્ત્રોને વાસિત કરીને, છૂટાં ફૂલ અને ફૂલમાળા મસ્તકાદિમાં ધારણ કરીને, તાંબૂલભક્ષણ કરીને, વસ્ત્રાદિ પહેરીને રાજકુલ, દેવકુલ, આરામ, ઉદ્યાન, સભા અને પ્રપા વગેરે સ્થાનોમાં જતા. એટલે કે સવારે ઊઠયા પછી રાજકુલાદિ સ્થાનોમાં જતી વખતે મુખ્યતયા અહીં જણાવેલી વિધિ જરૂરી મનાતી હતી તે હકીકત સ્પષ્ટ થાય છે. ઉપરાંત, માથામાં કાંસકો રાખીને ફરનાર દેહાતી જન આજે પણ જોવા મળે છે, તેની આ પદ્ધતિ હજારો વર્ષ પહેલાં આપણું સભ્ય વર્ગમાં અવશ્ય કરણીય રૂપે પ્રચલિત હતી તે પણ સ્પષ્ટ થાય છે. જુઓ અનુયોગદ્વાર સુ. ૨૦મું (પૃ. ૬૩). આજે આપણને વિચિત્ર લાગે તેવો રિવાજ પ્રાચીન સમયમાં ભારતના કોઈપણ પ્રદેશમાં પ્રચલિત હશે, તેને દર્શાવતું બ્રીડનક રસનું ઉદાહરણ અનુયોગદ્વારના ૨૬રમા સૂત્રમાં (ગા. ૭૩, પૃ. ૧૨૩) આવેલું છે. આની વિગત આપવી અમને ઉચિત નથી લાગી તેથી અભ્યાસીઓએ પ્રસ્તુત સ્થાન જોઈ લેવું. અહીં હાસ્યરસના ઉદાહરણ ઉપરથી જાણી શકાય છે કે–ભાભીઓ ઊંઘતા દિયરના મોઢે મેશ પણ ચોપતી અને જાગ્યા પછી આજુબાજુના તેવા પ્રકારના સ્વજનોને બોલાવીને મશીમતિ મુખવાળા દિયરને બતાવીને ઉપહાસ કરતી. જુઓ અનુયોગદાર સૂ૦ ૨૬૨, ગા૦ ૭૭ (પૃ. ૧૨૩). આથી દિયર ભોજાઈના અનેક ઉપહાસોમાં આ પ્રકાર પણ પ્રાચીન સમયમાં પ્રચલિત હતો તે વસ્તુ સ્પષ્ટ થાય છે. જેને બાળકો જીવતાં ન હોય તેવાં મા-બાપ પોતાનું બાળક દીર્ધજીવી થાય તેવા આશયથી તેનું કચરો, મફત, અમથો આદિ નામ રાખતા હતા. આ રૂઢી આજે પણ વિદ્યમાન છે. આવા પ્રકારના નામને પ્રાચીન સમયમાં જીવિહેતુનમ કહેવામાં આવતું. આની નોંધ અહીં અનુયોગદ્વાર સૂત્રના ૨૯૦મા સૂત્રમાં મળે છે, સાથે સાથે વિકાહેતુનામનાં ચાર ઉદાહરણ પણ આપ્યાં છે તે આ પ્રમાણે–વરણ = ગવર, ૩છુE =૩ , જવા =જવર, અને સુq=સૂર્ણ. કૃત્તિકા, રોહિણી આદિ ૨૭ નક્ષત્રો અને અગ્નિ, પ્રજાપતિ આદિ ૨૮ દેવોનાં નામની પાછળ દત્ત, ધર્મ, શર્મ, દેવ, દાસ, સેન અને રક્ષિત જેડીને પણ માણસોનાં નામ પાડવામાં આવતાં; જેમ કે રોહિણિદત્ત, રોહિણિધર્મ, રોહિણિશર્મ, રોહિણિદેવ, રોહિણિદાસ, રોહિણિસેન, રોહિણિરક્ષિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy