SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૨]... અનુયોગદ્વાર સૂત્ર ૨૧ મું, પૃ. ૬૩). આ ઉપરથી પ્રાચીન સમયના ધર્મગુરુઓના અનેક ભેદો અને આચારોનો સંક્ષિપ્ત પરિચય મળે છે. પ્રસ્તુત ધર્મગુરુઓની ઓળખ અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિ તથા બે વૃત્તિઓમાંથી નોંધી છે. ૨. ઉપર જણાવેલા ચરકાદિ ધર્મગુરુઓના પૂજ્ય દેવોનાં નામ આ પ્રમાણે છે–ઇન્દ્ર, સ્કન્દ કાર્તિકેય, રુદ્ર-હર, શિવ-હરને આકારવિશેષ, વૈશ્રવણ-ચક્ષનાયક, દેવ-સામાન્યદેવ, નાગભુવનપતિદેવવિશેષ(નાગદેવતા), યક્ષ, ભૂત, મુકુન્દ-બલદેવ, આર્યા–પ્રશાન્તરૂપવાળી દુર્ગાદેવી, અને કોકિયા-મહિષવાહિની તથા મહિષમદિની દુર્ગાદેવી (જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૨૧, પૃ. ૬૩). આ ઉપરથી જાણી શકાય છે કે રુદ્રાદિ અન્ય દેવોની જેમ ઇન્દ્રપૂજા, સ્કન્દપૂજા, બલદેવપૂજા, વૈશ્રવણપૂજા વગેરે દેવપૂજા પ્રાચીન સમયમાં સુપ્રચલિત હતી. સૂચિત દેવોની ઓળખ અનુયોગકારની મલધારીયા વૃત્તિમાંથી નોંધી છે. ૩. ઉક્ત ચરકાદિ ધર્મગુરુઓની પૂજાવિધિની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે મળે છે—છાણ આદિથી ઉપલેપન કરતા એટલે ભૂમિશુદ્ધિ કરતા, પીંછી વગેરેથી કચરો સાફ કરતા, ગંધોદકાદિની વૃષ્ટિ કરતા, ધૂપપૂજા, પુષ્પપૂજા, સુગન્ધદ્રવ્યપૂજા કરતા તેમ જ ફૂલમાળાથી પૂજા કરતા (જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૧ મું, પૃ. ૬૩-૬૪). ૪. ઉક્ત ચરકાદિ ધર્મગુરુઓના નિત્યકર્મની સંક્ષિપ્ત હકીકત આ પ્રમાણે મળે છે : યજ્ઞદેવતાની પૂજાના સમયે યજ્ઞાંજલિ, હોમ, જપ-મંત્રાદિપાઠ અને વૃષભગર્જિતના જેવો અવાજ કરતા, તથા તે તે અભીષ્ટ દેવને નમસ્કાર કરતા (જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૭મું, પૃ. ૬૪). ઉક્ત પૂજાવિધિ અને નિત્ય કર્મની હકીકત તે તે ધર્મગુરુઓની આચારસંહિતાનો આછો પાતળો ખ્યાલ આપે છે. અહીં વિવિધ ધર્મગુરુઓના મુખ્ય છ પ્રકાર આ પ્રમાણે મળે છે : શ્રમણ, પંરંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ અને પરિવ્રાજક. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૮૮ મું (પૃ૧૨૮). જનનિવાસસ્થાન : જનનિવાસસ્થાનનાં નામ આ પ્રમાણે મળે છે–ચામ-ગામ, આકર-જે ભૂમિમાં લોખંડ વગેરે ઉત્પન્ન થતું હોય તે. નગર–નગર. બેટ-જેની ચારે બાજુ ધૂળનો કોટ હોય છે. કાર્બટ-કુનગર. મહંબ-જેની નજીકમાં ગામ-નગરાદિ ન હોય તેવું સ્થાન. દ્રણમુખ-જલમાર્ગ અને સ્થલમાર્ગથી જોડાયેલું. પત્તન - જ્યાં વિવિધ દેશોની વસ્તુનો વહેપાર હોય તે. આશ્રમ- તાપસ વગેરેના આશ્રમ. સંબાહ-પુષ્કળ વતીથી સંકીર્ણ હોય છે. સન્નિવેશ- પશુપાલન કરનારા ભરવાડ વગેરે રહેતા હોય તે. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૬૭મું (પૃ૦ ૧૨૫). ગ્રામ આદિનો પરિચય અનુયોગદાર સૂત્રની ભલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે. સામાજિક : સામાન્ય જનસમૂહની અપેક્ષાએ ઉપરના વર્ગની મુખ્ય વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે મળે છે–રાજા-ચક્રવર્તી વાસુદેવ બલદેવ મહામાંડલિક. ઈશ્વર- સામાન્ય માંડલિક, અમાત્ય અથવા અણિમાદિ સિદ્ધિવાળો. તલવાર–પ્રસન્ન થયેલા રાજાએ જેને માથાના પિચ ઉપર બાંધવામાં આવતો સુવર્ણપટ આપ્યો હોય તે. માઉંબિક- જેની આજુબાજુ એટલે નજીકમાં કોઈ પણું ગામ કે નગર ન હોય તેવું જનનિવાસસ્થાન મહંબ નામથી ઓળખાતું; મડબના અધિપતિ માડંબિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy