SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧]... ગાથાસંખ્યા, શ્લોકસંખ્યા, વેઢસંખ્યા, નિર્યુક્તિસંખ્યા, અનુયોગદ્ગારસંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયનસંખ્યા, શ્રુતસ્કંધસંખ્યા અને અંગસંખ્યા. જુઓ અનુયોગદ્દારનું ૪૯૪મું સૂત્ર. નંદિસૂત્રના ૮૭મા સૂત્રથી ૯૭ મા સૂત્રસુધીનાં ૧૧ સૂત્રોમાં તથા ૧૧૪મા સૂત્રમાં ઉક્ત સંખ્યાઓનો ઉલ્લેખ મળે છે. જૈન ધર્મગુરુઓઃ શ્રમણ-નિર્પ્રન્થોમાં પદસ્થોનાં વિશિષ્ટપદવીધારકોનાં નામ આ પ્રમાણે મળે છે : આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર અને ગણાવ ́દક. આ પદસ્થ શ્રમણ ભગવંતો જ્યારે તથાપ્રકારના સુયોગ્ય શિષ્ય કે શિષ્યા ઉપર પ્રસન્ન થતા ત્યારે તેમને શિષ્ય કે શિષ્યા, વસ્ત્ર, પાત્ર, પ્રતિગ્રહ–પાત્રવિશેષ, કંબલ, પાદપુંછનક-પાદોંછનક વગેરે આપતા અથવા પાત્ર તથા અન્ય ઉપકરણસહિત શિષ્ય કે શિષ્યા આપતા. જુઓ લધુનંદિત્ર ૨૦ થી ૨૨ (પૃ॰ પર). અજૈન ધર્મગુરુઓ : સમૃદ્ધ મઠાધિપતિ અજૈન આચાર્ય કે ઉપાધ્યાય કોઈ કારણસર કોઈના ઉપર પ્રસન્ન થતા ત્યારે અશ્વ, હાથી, ઊંટ, બળદ, ગર્દભ ધોડો- ટટ્ટુ, ઘેટું, બકરું, દાસ, દાસી, આસન, શયન, છત્ર, ચામર, ધ્વજા, મુકુટ, ચાંદી, સોનું, કાંસુ, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પરવાળાં, વિવિધ રત્નો, મુખાભરણથી શોભિત હાથી, દર્પણ અને ચામરથી શોભિત અશ્વ, કડાંથી (આભૂષણવિશેષ) યુક્ત દાસ અને સર્વાંલંકારથી વિભૂષિત દાસી વગેરે બક્ષીસમાં આપતા હતા. જુઓ લધુનંદીસૂત્ર ૧૬થી ૧૮ (પૃ૦ ૫૧). અનુયોગદ્દારસૂત્રમાં ૧. અજૈન ધર્મગુરુઓના વિવિધ પ્રકારોનાં મ, ૨. તેમના પૂજ્ય દેવતાઓનાં નામ, ૩. તેમની પૂજા વિધિની સામાન્ય રૂપરેખા અને ૪. તેમનાં નિત્યકર્મની સંક્ષિપ્ત હકીકત આ પ્રમાણે મળે છે. ૧. અજૈન ધર્મગુરુઓના વિવિધ પ્રકારોનાં નામ-ચરક-ધાડપાડુ, ભિક્ષાચર અથવા ખાતાં ખાતાં ચાલવાના આચારવાળા હોય તે, ચીરિક-માર્ગમાં પડેલાં ચીંથરાંથી દેહ ઢાંકીને રહેનારા અથવા જેમનું બધું ઉપકરણ ચીંથરાંમય હોય તે. ચર્મખંડિક ચામડાથી દેહ ઢાંકીને રહેનારા અથવા જેમનું બધું ઉપકરણ ચર્મમય હોય તે. ભિક્ષોંડ-કેવળ ભિક્ષાભોજી ગોદુગ્ધાદિના પણ ત્યાગી અથવા બૌદ્ધભિક્ષુ. પાંડુરંગ-શરીરે ભસ્મ ચોળીને રહેનારા. ગૌતમ-વિચિત્રરીતે પગ પટકીને ચાલવાની કળાવાળા તથા કોડીઓની માળાથી શોભાયમાન વૃષભ ઉપર બેસનારા તેમ જ કણભિક્ષા લેનારા. ગોતિક-ગાયના જેવી જીવનચર્યાવાળા—ગાયો ચાલે ત્યારે ચાલનારા, બેસે ત્યારે બેસનારા, અને ઊભી રહે ત્યારે ઊભા રહેનારા, તેમ જ ખાય ત્યારે તેની પેઠે જ તૃણ-પત્ર-પુષ્પફળ ખાનારા. ગૃહિધર્મ – ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનીને તે મુજબ વર્તનારા. ધર્મચિંતક-યાજ્ઞવલ્ક્ય ઋષિ આદિએ કરેલી ધર્મસંહિતાઓનું ચિંતન કરનારા અને તે મુજબ વર્તનારા. અવિરુદ્ધ દેવ, રાજા, માતા, પિતા આદિનો વિરોધ ન હોય તેવી રીતે વિનયશીલ આચારવાળા. વિરુદ્ધ—પુણ્ય-પાપ, પરલોકાદિમાં નહીં માનનારા અક્રિયાવાદી. વૃદ્ધ – તાપસ અને શ્રાવક બ્રાહ્મણ. (જુઓ ८ શ્રીવરાહમિહિરાચાર્યપ્રણીત બૃહજજાતકના ૧૫મા અધ્યાયના પ્રથમ પદ્યમાં આવતા વૃદ્ધ શબ્દની શ્રીઉત્પલભટ્ટે (વિક્રમનો ૧૧ મો શતક) આ પ્રમાણે વ્યાખ્યા કરી છે વૃદ્ધત્રાવ:-ધાપા:િ, ઘૃત્તમ મયાત્ श्रावकशब्दोऽत्र लुप्तो द्रष्टव्यः । अत्र वृद्धश्रावकग्रहणं महेश्वराश्रितानाम् । ” બૃહજાતકના પ્રસ્તુત પદ્યમાં આવતા માળીયા શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે—“ માનીવવશ્વ-પાર્ëી મિક્ષુ: યતિર્મતિ । ...માનીવમાં ૨ નારાયશ્રિતાનામ્ । "3 બૃહજજાતકના પ્રસ્તુત પદ્યમાં આવતા નિર્પ્રન્થ શબ્દની વ્યાખ્યા ઉપરથી સમજાય છે કે તેઓ શ્વેતાંબર નિસ્પ્રંન્થપરંપરાથી અપરિચિત હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy