________________
.. [૬૦]... ક્ષીણ થઈ ગયો છે અને તેથી જ જેને વૃક્ષના વિયોગનું સંકટ આવ્યું છે, એવું વિનાશ પામતું અને પડી રહેલું પાકું પાંદડું કૂણાં પાત્રોના અંકુરાને આ પ્રમાણે કહે છે–અત્યારે તમે છો તેવાં અમે હતાં અને અત્યારે અમે છીએ તેવાં તમે થવાનાં છે. અહીં જણાવેલી પ્રસ્તુત બે ગાથાઓ ઉત્તરાધ્યયનસૂત્રની નિયુક્તિમાં પણ મળે છે. (જુઓ ઉ૦ નિ ગા. ૩૦૭-૮) ઉત્તરાધ્યયનનિયુક્તિમાં પ્રસ્તુત પહેલી ગાથામાં પાભેદ છે, જ્યારે બીજી ગાથા અક્ષરશઃ મળતી છે. ઉત્તરા
ધ્યયનનિર્યુક્તિની રચના અનુયોગદ્વારસૂત્રના પહેલાં થયેલી છે. ઉત્તરોત્તર વિવિધ ભાષાઓમાં સચવાયેલાં આપણાં સુભાષિતો ઘણું પ્રાચીન સમયની પરંપરાનાં છે તે પ્રસ્તુત ઉદાહરણ ઉપરથી સમજી શકાશે.
પ્રાકૃત શબ્દો પ્રસ્તુત ગ્રંથમાં બે-ત્રણ શબ્દો પણ અલ્પપરિચિત મલ્યા છે, તે આ પ્રમાણે વાચ (દે)કાવડવહન કરનાર (અનુયોગદ્વાર સૂ૦ ૮૦, ૫૦ ૭૩) સ (દેવ) સાહુ, પત્નીનો બનેવી (અનુયોગદ્વાર સૂ૦ ૩૦૬, પૃ. ૧૭૧) આ બે શબ્દો પાઈયસદ્રમહણવોમાં લેવાયા નથી. તથા નંદિસૂત્રમાં એક સ્થળે રિન્યT – પરિત્યાગના પાડભેદમાં રમો શબ્દ મળ્યો છે, પ્રસ્તુત પરમોગ શબ્દનું પણ પરિત્યાગ અર્થમાં વ્યાખ્યાન મળે છે. જુઓ પૃ. ૩૮ ટિ૧૫. પાઈયસદ્રમહણવો અને તેને અનુસરીને પ્રકાશિત થયેલા જે કોઈ શબ્દકોશ છે તેમાં “અવલોકિત, નિરીક્ષિત' અર્થમાં ફિક્સ શબ્દ લેવાયો છે અને તેના સ્થલનિર્દેશમાં અનુયોગઠારસૂત્ર અથવા ઉપાસકદશાંગસૂત્રને જણાવવામાં આવ્યું છે. આ સંબંધમાં પ્રસ્તુત વહિર શબ્દ લેખકના દોષથી બનેલો હોઈને ખોટો શબ્દ છે. અમારા પ્રસ્તુત સંપાદનમાં અમે હય શબ્દ સ્વીકાર્યો છે. જુઓ અનુયોગદ્વારનું સૂત્ર ૫૦ (પૃ. ૬૮). આ સંબંધમાં અમે પ્રાચીન પ્રતિનું પ્રમાણ જણાવીને વિશેષ ચર્ચા પણ કરી છે.
ગ્રંથ પ્રમાણગણુના : મોટા ભાગના પ્રાચીન ગ્રંથોમાં તે તે ગ્રંથનું પ્રમાણ જણાવવા માટે ગ્રંથારામ લખીને તે તે ગ્રંથનું કુલ શ્લોકપ્રમાણુ જણાવવામાં આવ્યું છે. અહીં અનુયોગદારસૂત્ર પૂર્ણ થયા પછી જે બે પ્રક્ષિપ્ત ગાથાઓ આવે છે તેમાંની પહેલી ગાથામાં અનુયોગદ્વારસૂત્રનું પ્રમાણ કુલ ૧૬ ૦૪ ગાથાઓ છે એમ જણાવ્યું છે. આથી જાણી શકાય છે કે –જાથાશ્રમ લખીને ગ્રંથનું કુલ ગાથા પ્રમાણ જણાવવાની પદ્ધતિ પણ પ્રાચીન સમયમાં હતી. આમ છતાં એટલું તો ચોક્કસ છે કે પ્રથાનું લખીને જેનું કુલ શ્લોકપ્રમાણ જણાવવામાં આવ્યું હોય તેવા ગ્રંથો વિપુલ પ્રમાણમાં મળે છે, જ્યારે જ લખીને ગ્રંથપ્રમાણ જણાવેલું હોય તેવા ગ્રંથો કવચિત્ જ મળે છે અને જે મળે છે તે પ્રાયઃ કેવળ આર્યા છંદમાં રચાયેલા છે. અનુયોગદ્વારસૂત્ર જેવા ગદ્ય-પદ્યાત્મક ગ્રંથોનું પ્રમાણુ તથાથી જણાવાયું હોય તેવો ગ્રંથ પ્રસ્તુત અનુયોગઠારસૂત્ર સિવાય જવલ્લે જ હશે. જે જે ગ્રંથોના અંતમાં કન્યા કે થામ લખીને ગ્રંથપ્રમાણ જણાવવામાં આવેલું છે તે કોઈ વાર તે તે ગ્રંથના કર્તાએ લખેલું હોય છે, જ્યારે મોટાભાગના ગ્રંથોમાં તે તે ગ્રંથની નકલ કરનાર લેખકોએ અથવા અન્ય વાચક વિદ્વાનોએ લખેલું હોય છે. અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની વા૦ સંજ્ઞક પ્રતિમાં કુલ ૧૬૦૪ ગાથા ની સંખ્યા અંકમાં જણાવ્યા પછી પ્રથાથં ો ૨૦૦૦ લખેલું (જુઓ પૃ. ૨૦૫ ટિ. ૮માં વા પ્રતિનો પાઠ) હોવાથી તેના લેખકને એક ગાથાના સવાશ્લોકની ગણત્રી અભિપ્રેત છે એમ જાણી શકાય છે. આ બે પ્રકાર અને તે સિવાય પણ ઘણી રીતે ગ્રંથને લગતી વિવિધ સંખ્યાઓનાં નામ અહીં આ પ્રમાણે મળે છે પર્યવસંખ્યા, અક્ષરસંખ્યા, સંઘાતસંખ્યા, પદસંખ્યા, પાદસંખ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org