________________
...[42]...
સૂત્રમાં નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપર્ગિક અને મિશ્ર—આ પાંચ પ્રકારનાં નામ અને તેનાં ઉદાહરણ છે; ૨૬૧મા સૂત્રમાં પ્રથમા વિભક્તિથી આમંત્રણી (સંબોધન) વિભક્તિ પર્યંત આ વિભક્તિઓ ઉદાહરણ સહિત જણાવેલી છે; ૨૯૪મા સૂત્રમાં દ્વન્દ્ર, બહુવ્રીહિ, કર્મધારય, હિંગુ, તત્પુરુષ, અવ્યયીભાવ અને એકશેષ એમ સાત સમાસ જણાવ્યા છે; ૩૦૨મા સૂત્રમાં તહિતનામના આ પ્રમાણે આઠ પ્રકાર જણાવ્યા છે—નાન, શિલ્પનામ, સ્ટોનનામ, સંયોગનામ, સમીપનાન, સંજૂથનામ, હૅશ્વર્ચનાન, અને ગવત્યનામ. તથા ૩૦૩થી ૩૧૧મા સૂત્ર સુધીનાં સૂત્રોમાં આ આ નામોનો વિસ્તૃત પરિચય પણ છે. વ્યાકરણશાસ્ત્રના સંશોધક અભ્યાસીઓને આ હકીકત ઉપયોગી થશે.
પ્રાચીન જૈન-અજૈન ગ્રંથોમાં અનેક શબ્દોનાં રસપ્રદ નિરુકતો મળે છે. તેમ અહીં પણ મહિષ, શ્રમ, મુસ, વિસ્થ, વિશ્વ, જૂ અને મેલછા—આ શબ્દોનાં નિરુક્ત મળે છે, જુઓ અનુયોગદ્દારનું ૭૧૨ મું સૂત્ર. નિરુક્ત કરવાની શૈલી પ્રાચીનતમ સમયમાં વ્યાપકરીતે વિસ્તરી હતી તેનું એક ઉદાહરણ પ્રસ્તુત ગ્રંથમાં પણ છે તે જણાવવા પૂરતી આ નોંધ લીધી છે.
સામુદ્રિક
સામુદ્રિક વિષય સાથે સંબંધિત હકીકત પણ અહીં આ પ્રમાણે મળે છે. પોતાના ૧૦૮ આંગળ પ્રમાણ માપવાળા, શંખાદિ ચિહ્નો વાળા તથા મય, તિલ આદિ વ્યંજનવાળા પુરુષો ક્ષમાદિ ગુણો વાળા ઉત્તમ કુળમાં જન્મેલા અને ઉત્તમ પુરુષો હોય છે. પોતાના ૧૦૪ આંગળની ઊંચાઈવાળા મધ્યમ પુરુષો હોય છે. અને પોતાના ૯૬ આંગળની ઊંચાઈવાળા અધમ પુરુષો હોય છે. પોતાના ૧૦૮ આંગળના માપથી હીનાધિક માપવાળા તેમ જ સ્વર, સત્ત્વ અને રૂપથી હીન પુરુષો ઉત્તમ પુરુષોના દાસ બને છે. આ ઉપરાંત માનયુક્ત અને ઉન્માનયુક્ત પુરુષને પણ જણાવ્યો છે. જુઓ અનુયોગદ્વારનું ૩૩૪મું સૂત્ર.
નિમિત્ત :
આકાશદર્શન અને નક્ષત્રાદિના પ્રશસ્ત ઉત્પાતોના આધારે સુદૃષ્ટિ અને અપ્રશસ્ત ઉત્પાતોના આધારે કુદૃષ્ટિનો નિર્ણય થઈ શકતો, તેનો ઉલ્લેખ અનુયોગદ્દારસૂત્રમાં પણ મળે છે. સુષ્ટિ માટે જુઓ ૪૫૩ મું સૂત્ર અને પુષ્ટિ માટે જુઓ ૪૫૪ મું અને ૪૫૭મું સૂત્ર તથા પૃ૦ ૧૭૭ ટિ૦ ૨. આ હકીકતને એક પ્રકારના નિમિત્તજ્ઞાનના ઉલ્લેખ રૂપે ગણી શકાય.
સુભાષિત :
‘ પડતા કે દુ:ખી થતા માણસને હસવો ન જોઈ એ ’—આ કથનનું પ્રેરક એક સુભાષિત પદ્ય આજે પણ ગુજરાતમાં આ પ્રમાણે પ્રચલિત છે—
B.
“ પીપલપાન ખરંતા હસતી કંપલિયાં | મુઝ વીતી તુઝ વીતશે ધીરી પુડિયાં ’ આ સુભાષિતનું મૂળ અનુયોગદ્દારના સૂ૦ ૪૯૨ [૪]માં આ પ્રમાણે મળે છે--- परिजू रियपेरंतं चलंत बेंट पडत निच्छीरं । पत्तं वसणप्पत्तं कालप्पत्तं भणइ गाहं ॥ जह तुब्भे तह अम्हे तुब्भे वि य होहिहा जहा अम्हे । अप्पाहेति पडतं पंडुयपत्तं किसलयाणं ॥ અર્થાત્ જેનો પર્યન્તભાગ જીર્ણ થયો છે, જેનું ખીંટડું ચલાયમાન–ક્ષીણુપ્રાય થયું છે, જેનો રસ
માન એટલે શરીરની લંબાઈપહોળાઈ, ઉન્માન એટલે શરીરનું વજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org