________________
પ્રકાશકીય નિવેદન
કાર્યને પોતાનું જ માની લીધું છે, અને પોતાનાં અનેક રોકાણ અને જવાબદારીઓ વચ્ચે પણ, આ કાર્યને માટે તેઓ ઉમંગપૂર્વક પૂરતો સમય આપી રહ્યા છે એ માટે અમે એમના અત્યંત આભારી છીએ.
પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી સાથે સંકળાયેલ પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકની સેવાઓ વિદ્યાલયને આગમ પ્રકાશનના કામ માટે ઉછીની મળતાં છેલ્લાં અઢી વર્ષથી આ કાર્યમાં વિશેષ વેગ આવી શક્યો છે. આ માટે અમે પ્રાકૃત ટેસ્ટ સોસાયટીને તથા પંડિત શ્રી અમૃતલાલભાઈને ધન્યવાદ આપીએ છીએ. સંપાદકીયનો તથા પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ કરી આપવા બદલ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપસંચાલક (ડેપ્યુટી ડિરેકટર) ડૉ. નગીનદાસ જે. શાહને ધન્યવાદ ઘટે છે.
વિદ્યાલયના નિષ્ઠાવાન અને કાર્યદક્ષ મહામાત્ર ભાઈશ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાએ આ કાર્ય સર્વાંગસુંદર થાય એ માટે પૂરતી કાળજી રાખી છે, એ માટે એમને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. અમદાવાદમાં પંડિત શ્રી શાસ્ત્રી હરિશંકર અંબારામ પંડ્યાએ આ અંગે જે કામગીરી બજાવી છે એ માટે એમને ધન્યવાદ ઘટે છે.
આગમ ગ્રંથોના સંપાદનની જેમ એનું મુદ્રણ પણ આંતરરાષ્ટ્રીય દષ્ટિએ આવકારપાત્ર બને એ માટે મુંબઈના મૌજ પ્રિન્ટીંગ બ્યુરો અને એના સંચાલક-માલિક શ્રી વિષ્ણુ ભાગવતે સ્પેશિયલ બીબાં (Types) ઢાળીને તેમ જ ગોઠવણી, મુદ્રણ વગેરે બાબતોમાં વિશેષ રુચિ અને ચીવટ દાખવીને જે સહકાર આપ્યો છે તે માટે અમે એમના આભારી છીએ.
આ કાર્ય જેમ પુષ્કળ સમય, શક્તિ અને ધીરજ માગી લે એવું છે તેમ એ માટે આર્થિક સગવડ પણ ઘણું જોઈએ એવું છે. વિદ્યાલય પાસે સાહિત્યપ્રકાશનને માટે જે મૂડી છે તે બહુ જ મર્યાદિત છે, અને એના આધારે તો આવી મોટી અને આવી ખરચાળ યોજના હાથ ધરવાનું અમે વિચારી પણ ન શકીએ. પણ, સારા કામમાં પૂરો આર્થિક સહકાર આપવાની શ્રીસંઘની ઉદાર ભાવનાનો વિદ્યાલયના સંચાલન દરમ્યાન અમે અનુભવ કરેલો છે, અને એના ભરોસે જ અમે આ યોજના શરૂ કરવાનું સાહસ કરી શક્યા છીએ. અમને વિશ્વાસ છે કે શ્રીસંઘમાંથી આવા ઉમદા અને ઉપયોગી કાર્યને માટે પૂરતાં નાણાં મળી જ રહેવાનાં છે. અત્યાર સુધીમાં આ કાર્યમાં નીચે મુજબ સંસ્થાઓ તથા વ્યક્તિઓ તરફથી નીચે મુજબ રકમો આગમ પ્રકાશનના કાર્યમાં સહાયરૂપે મળી છે; એ સર્વનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ?
રૂ૦ ૧૭,૫૦૦૧ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ લોહાર ચાલ જૈન સંઘ; રૂ૦ ૫૦૦૦ શ્રી મોતીશા રિલિજીઅસ અને ચેરીટેબલ ટ્રસ્ટ; રૂ૦ ૧૦૦૦ શ્રી ગોવાલીઆ ટેક જૈન સંધ; રૂ. ૧૦૦૦ શ્રી સારાભાઈ કેવળદાસ; રૂ૦ ૧૬,૦૪૧૦૩ પરચૂરણ રકમો. આ અમારી વર્તમાન આગમ પ્રકાશન સમિતિના નીચેના સભ્યોનો, તેઓએ આપેલ સહકાર બદલ, અમે આભાર માનીએ છીએ : - (૧) શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા
(૨) ડૉ. જયંતીલાલ સુરચંદ બદામી (૩) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી (૪) શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org