________________
પ્રકાશકીય નિવેદન (૫) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ ) (૬) શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (માનદ મંત્રીઓ) (૭) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ). (૮) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (સહમંત્રી, આગમ પ્રકાશન વિભાગ)
કપડવંજ શ્રીસંઘનો વિશેષ આભાર વિ. સ. ૨૦૧૮નું ચાતુર્માસ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીએ તેઓની જન્મભૂમિ કપડવંજમાં કર્યું હતું. એ વખતે કપડવંજ શ્રીસંઘે વિ. સં. ૨૦૧૯ના જ્ઞાનપંચમીના રોજ આવતા મહારાજશ્રીના ૬૮મા જન્મદિનની ત્રણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને કારતક સુદિ ૭, તા. ૪-૧૧-૧રના રોજ, પંડિત શ્રી સુખલાલજીના પ્રમુખપદે અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના અતિથિવિશેષપણું નીચે, ઊજવવામાં આવેલ મુખ્ય સમારંભ વખતે, કપડવંજના શ્રીસંઘે પૂજ્ય મહારાજશ્રી ઇચ્છે એ કાર્યમાં પંદર હજાર રૂપિયા ખર્ચવાની પોતાની ભાવનાની જાહેરાત કરી
તી. પૂજ્ય મહારાજશ્રીએ એ આખી રકમ “શ્રી જૈન આગમ ગ્રંથમાળા”ના નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રવાળા પ્રથમ ગ્રંથ માટે વિદ્યાલયને આપી દેવાનું શ્રીસંઘને સૂચન કર્યું હતું. એ મુજબ એ રકમ કપડવંજ શ્રીસંઘ તરફથી વિદ્યાલયને મળી ગઈ છે. આ માટે અમે કપડવંજ શ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પ્રસંગે પૂજ્યપાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે વિદ્યાલય પ્રત્યે ભમતાથી સભર જે લાગણી દર્શાવી છે એ અમૂલ્ય છે. અને એ માટે અમે એમને ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
અંતમાં આ ગ્રંથમાં આપવામાં આવેલ બે આગમસૂત્રો અંગે કે અન્ય આગમ ગ્રંથો અંગે કંઈ પણ કહેવું એ અમારા અધિકાર બહારની વાત છે. એ અંગે ગ્રંથના વિસ્તૃત સંપાદકીય નિવેદન અભ્યાસ
૧૫ જાન છે. એ અંગે ગ્રંથના વિસ્તૃત સંપાદકીય તિ અભ્યાસ અને માહિતીપૂર્ણ સવિસ્તર પ્રસ્તાવનામાં વિગતે જણાવવામાં આવ્યું જ છે.
અમારા માટે તો આ પહેલા ગ્રંથના પ્રકાશનથી આ મહત્ત્વની ગ્રંથમાળાના પ્રકાશનનો શુભ પ્રારંભ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હાથે (તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ અમદાવાદમાં થનાર છે એ પણ અપૂર્વ આનંદનો અવસર છે. આ પ્રસંગે વિદ્યાલયના આદ્યપ્રેરક પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને અમે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે તેઓ, વિદ્યાલયના વિકાસને માટે જેમ અદશ્યપણે સતત પ્રેરણું આપતા રહે છે તેમ, જૈન સંસ્કૃતિના ગૌરવમાં વધારો કરે એવી આ મહાન યોજનાને પૂરી કરવાની અમને અને શ્રી સંઘને બુદ્ધિ, શક્તિ અને પ્રેરણા આપતા રહે.
આટલા પ્રાસંગિક નિવેદન સાથે “શ્રી જૈન આગમ ગ્રંથમાળા”નું આ પહેલું પુષ્પ શ્રીસંઘના, જૈન સંસ્કૃતિના અભ્યાસીઓના અને વિદ્વાનોના કરકમળમાં ભેટ ધરતાં અમે ધન્યત. અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ.
લિ. સેવકો શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગોવાલિયા ટેક રોડ, મુંબઈ ૨૬
ચંદુલાલ વર્ધમાન શાહ વિ. સં. ૨૦૨૪, માઘ સુદિ ૧૫
મનુભાઈ ગુલાબચંદ કાપડિયા તા. ૧૪-૨-૧૯૬૮
જયંતીલાલ રતનચંદ શાહ
માનદ મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org