________________
...[40]...
ઉપર જણાવેલાં પ્રક્ષિપ્તનામો પૈકીનું એક પણ નામ અનુયોગદ્દારસૂત્રમાં મળતું નથી. આથી ભાગવતના રચનાસમય માટે એટલું તો ચોક્કસપણે કહી શકાય કે અનુયોગદ્દારસૂત્રની રચના પછી તેની રચના થઈ છે. ‘પાતંજલ સૂત્રની પેઠે ભાગવત પ્રાચીન હોવા છતાં તેનો ઉલ્લેખ કર્યો નહીં હોય ’ એમ માનવાને પણ કોઈ કારણ નથી. મહાભારત અને રામાયણની પેઠે જ ભાગવતનું પણ તેની રચના પછી બહુમાન્યગ્રંથ તરીકેનું સ્થાન છે તે એક હકીકત માનવી જોઈ એ. પરંપરાગત પ્રણાલીમુજબ વ્યક્તિગતરીતે ભાગવતનો પાઠ રાત્રે કરવો આવશ્યક મનાયો છે. અનુયોગદ્દારસૂત્રના ૨૬માં સૂત્રમાં જણાવ્યું છે કે મહાભારત દિવસના પૂર્વાર્ધમાં વાંચવું અને રામાયણ દિવસના ઉત્તરાર્ધમાં વાંચવું, આવી લૌકિક પરંપરા છે. અહીં વાંચવું એટલે વ્યક્તિગત વાંચવું એમ સમજવું જોઈ એ. અનુયોગદ્દારસૂત્રમાં જણાવેલી આ હકીકતને મોટા ભાગે પુષ્ટિ આપતો અને સાથે સાથે ભાગવતને રાત્રિએ વાંચવું જોઈ એ એ હકીકતને જણાવતો એક શ્લોક પં. શ્રી હરિશંકરભાઈ પાસેથી જાણવા મળ્યો છે તે આ પ્રમાણે છે :
प्रातर्द्यूतप्रसङ्गेन मध्याह्ने स्त्रीप्रसङ्गतः ।
रात्रौ चौर्यप्रसङ्गेन कालो गच्छति धीमताम् ॥
અર્થાત્ સવારમાં ધૃતપ્રસંગ જેમાં આવે છે તે ગ્રંથથી એટલે કે મહાભારતથી, મધ્યાહ્નમાં સ્ત્રીનો પ્રસંગ જેમાં આવે છે તે ગ્રંથથી એટલે કે રામાયણથી; અને રાત્રિએ ચોરીનો (વસ્ત્રહરણનો) પ્રસંગ જેમાં છે તે ગ્રંથથી એટલે ભાગવતથી બુદ્ધિમાન માણસોનો કાળ જાય છે.
જેમ અનુયોગદ્વારસ્ત્રના ૨૬મા સૂત્રમાં મહાભારત અને રામાયણના વાચનનો સમય ખતાવ્યો છે તેમ અજૈન સમાજમાં વિશિષ્ટ પ્રાધાન્ય ધરાવનાર ભાગવત જો અનુયોગદ્દારસૂત્રકાર શ્રી આર્યરક્ષિતસૂરિના સામે હોત તો તેઓ જરૂર તેનો ઉલ્લેખ કરત. ટૂંકમાં, અનુયોગદ્દારસૂત્રની કોઇ પણ પ્રતિમાં ભાગવતનો ઉલ્લેખ નથી તથા વાચનસમયનિદર્શનવાળા ૨૬મા સૂત્રમાં પણ ભાગવતનો ઇશારો નથી, તેથી એટલું તો સ્પષ્ટ જણાય છે કે અનુયોગદ્દારસૂત્રની રચના પછી ભાગવતની રચના થઈ છે. ભાગવતના રચનાસમયના નિર્ણય માટે રસ ધરાવનાર અભ્યાસીઓને પ્રસ્તુત અવતરણો ઉપયોગી થશે.
સંગીત
અનુયોગદ્દારસૂત્રના ૨૬૦મા સૂત્રમાં સ્વરમંડલ આવે છે. આમાં સાત સ્વરોનાં નામ, સ્વરસ્થાન, જીવનિશ્રિત સાત સ્વરો, અજીવનિશ્રિત સાત સ્વરો, સ્વરને આશ્રયે ગાયકનાં લક્ષણો, સાત સ્વરના ત્રણ ગ્રામનાં નામ, ત્રણ ગ્રામની સાત સાત મૂર્ખનાઓનાં નામ, સાત સ્વરનું ઉદ્ગમસ્થાન, ગીતની યોનિ, ગીતમાં થતા ઉચ્છ્વાસનું માન, ગીતના ત્રણ આકાર, ગીતના છ દોષ, ગીતના આઠ ગુણુ તથા બીજા પણ ગીતના ગુણો, વૃત્તના ત્રણ પ્રકાર, એ પ્રકારની ભિિતનું સ્વરૂપ, અને નારીના વણું અને ચક્ષુને લક્ષીને તે કેવું ગાય, તેનું કથન વગેરે વગેરે બાબતો જણાવી છે. સંગીતશાસ્ત્રમાં રસ ધરાવનાર અભ્યાસીઓને પ્રસ્તુત સ્વરમંડલ ઉપયોગી થશે. સંગીતશાસ્ત્રમાં અમારો શ્રમ નથી તેથી આની વિશેષ ચર્ચા અહીં કરી નથી. પ્રસ્તુત સ્વરમંડલનો સમગ્રપા સ્થાનાંગસૂત્રમાં પણ મળે છે.
નવ રસો
અનુયોગદ્દારસૂત્રના ૨૬૨ [૧] સૂત્રમાં (ગા૦ ૬૩) નવ પ્રકારના રસોનાં નામ આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org