________________
...[૫૬]....
છતાં ઘોડમરું અને નાયુમં પાકને સાચો માનવાની લાલચ થાય છે. બન્ને ગ્રંથની ત્રણ ત્રણ વ્યાખ્યાઓમાં પ્રસ્તુત ૧૯ નામોનો અર્થ કે પરિચય આપ્યો નથી, તેથી આવા અપરિચિત ગ્રંથોના અર્થ માટે કંઈ પણ કલ્પના કરવી તે, જ્યાં સુધી વિશેષ આધાર ન મળે ત્યાં સુધી કેવળ કલ્પના જ કહેવાશે તે સ્વાભાવિક છે. જો મg નામ ઉપરથી અશ્વશાસ્ત્રને લગતા ગ્રંથો અથવા એ જ નામનો કોઈ વિશિષ્ટ ગ્રંથ કલ્પી શકાય તેમ ના સુદુન નામ ઉપરથી હસ્તિશાસ્ત્રને સંબંધિત ગ્રંથો અથવા એ જ નામનો કોઈ વિશિષ્ટ ગ્રંથ કલ્પી શકાય. આવા ગ્રંથોમાં ઘોડા-હાથીનાં લક્ષણે, તદનુસારે ગુણદોષકથન તથા તેમની ચિકિત્સા વગેરે વર્ણવેલું હોવું જોઈએ. નાગને અર્થ સર્ષ કરીએ તો સને લગતી વિવિધ માહિતી આપતો નાજુહુન નામનો ગ્રંથ પણ હોઈ શકે.
સામયિા અને તેના પાઠભેદો ઉપરથી ગ્રંથનો વિષય સમજમાં આવે તેવી થોડી પણ ક૯૫ના સૂઝતી નથી.
હૃમમાગુરવ (નંદિસત્ર) અથવા હૃમીનામુ (અનુયોગદ્વારસૂત્ર)–આ નામ (અને અન્ય પ્રત્યંતરોમાંથી નોંધેલા તેના પાઠભેદ) પ્રાચીન સમયમાં એક ગ્રંથનું નહીં પણ ચોરશાસ્ત્ર અને હિંસાશાસ્ત્રના પરિચાયક બે ગ્રંથોનાં નામનું ઘાતક હોય તેમ લાગે છે. પ્રસ્તુતનામમાં રહેલાં બે નામોનો ખરો ઉચ્ચાર કે પરિચય મેળવવો પ્રાયઃ એક હજાર વર્ષ પહેલાં પણ મુશ્કેલ હશે. આ સંબંધમાં ૨૯મા પૃષ્ઠની ૮મી ટિપ્પણી અભ્યાસીઓને રસપ્રદ થઈ પડશે.
આજે મોટા ભાગે જેનાં જે કળા કે વિદ્યાને લગતા પ્રાચીન ગ્રંથો મળતા નથી અને કોઈનાં મળે છે તો તે એકાદ ગ્રંથ, તેવાં ચરશાસ્ત્ર, હિંસાશાસ્ત્ર એટલે કે યુદ્ધાદિને લગતું શાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, કપાસ (સૂતર-વસ્ત્રાદિ)ને લગતી કળા જણાવતું શાસ્ત્ર, હસ્તિશાસ્ત્ર અને શિકશાસ્ત્ર, વગેરે શાસ્ત્રોના અનેક ગ્રંથો વિક્રમના ચોથા સૈકામાં સુપ્રચલિતરૂપે ખ્યાતનામ થયેલા હશે તે ઉપર જણાવેલાં નામોના આધારે સ્પષ્ટ થાય છે. પ્રાચીન સમયમાં પોતે માનેલી ઉપયોગી વિદ્યાના સાધકો અનેક દિશામાં નક્કર પ્રયત્ન કરતા અને તેની પરંપરા પણ ચાલતી રહેતી. ભારતવર્ષમાં પ્રાચીન કાળમાં આવા વિવિધ ગ્રંથો હતા તે પ્રસ્તુત નંદિસૂત્ર તથા અનુયોગકારસૂત્રના આધારે પણ જાણી શકાય છે; સાથે સાથે ભારતવર્ષનું કેટલુંય અનેક પ્રાચીન ગ્રંથોમાં મળતું વિવિધ સાહિત્ય નષ્ટ થયું છે તે પણ સહજ સમજી શકાય છે.
અનુયોગદ્વારસૂત્રના કોઈ પણ પ્રત્યંતરમાં ઉપર જણાવેલાં ૧૯ નામોથી અતિરિક્ત એક પણ નામ નથી. પણ નંદિસત્રની બે પ્રતિઓમાં માનવ - ભાગવત, વાચંડી – પાતંજલ સૂત્ર, પુરસફેવ- (૨)પુષ્યદેવત, જે –લેખશાસ્ત્ર, જળચ-ગણિતશાસ્ત્ર અને રાજ-શકુનરુતએમ છ પ્રક્ષિત નામ પણ મળે છે. આમાં પાતંજલ સૂત્ર તો પ્રાચીન છે, સમર્થ જૈનાચાર્યોએ મહર્ષિ પતંજલિનો બહુમાનપુર:સર ઉલેખ કર્યાનાં અવતરણું મળે છે અને તેથી જ પ્રત્યંતરોમાં મળતો ઘાર્થની શબ્દ મૂળવાચનાનો નહીં પણ કોઈએ ગમે તે દૃષ્ટિએ પ્રક્ષિપ્ત કર્યો છે, તેમ માનવું જોઈએ. લેખનશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રને પ્રસ્તુત સંદર્ભમાં સમાવિષ્ટ કરવાનો કોઈ ઝાઝો અર્થ નથી તેથી તે પણ સહજ રીતે જ પ્રક્ષિપ્ત કરે છે. ભાગવત અને શકુનરુત (પક્ષીઓના વિવિધ અવાજ ઉપરથી ફલાદેશ આપનાર ગ્રંથ)–આ બે ગ્રંથો નંદિસૂત્રકાર શ્રીદેવવાચકના પછી રચાયેલા હોવા જોઈએ. તથા પુસદ્દેયં નો સંસ્કૃત પર્યાય પુષ્યવતમ્ કરીએ તો કદાચ જ્યોતિષશાસ્ત્રનો કોઈ ગ્રંથ હોય તેવું સામાન્યરીતે માત્ર અનુમાન જ થઈ શકે. અસ્તુ.
૩. નંદિસ્વર્ણિ, નંદિસૂત્રહરિભદ્રીય વૃત્તિ અને નંદસુત્રમલયગિરીયા વૃત્તિ, અનુયોગદ્વાચૂર્ણિ, અનુયોગદ્વાર- હરિભદ્રીય વૃત્તિ અને અનુયોગદ્વારમલધારિહેમચંદ્રીય વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org