SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૩].. જે કોઈ અનગાર શ્રમણ એકાગ્રચિત્તે જ્યારે તે (અરુણપપાત) અધ્યયનનો સ્વાધ્યાય કરે છે ત્યારે પોતાના આચારના નિયમથી આસન ચલાયમાન થવાને કારણે સંભ્રાંત અને ઉત્ક્રાંત આંખોવાળો તે અરુણદેવ અવધિજ્ઞાનથી આસનકંપનું કારણ જાણું હર્ષ અનુભવતો સુંદરકુંડળ. વાળો તે અરુણદેવ દિવ્ય શુતિ વિભૂતિ અને ગતિવડે જ્યાં નિર્ગસ્થ શ્રમણ ભગવંત અધ્યયન ભણે છે ત્યાં જાય છે. ત્યાં જઈને ભક્તિથી નતમસ્તકવાળો તે અરુણદેવ શ્રેષ્ઠ પુષ્પ તથા અન્ય સુગંધી દ્રવ્યોની વર્ષા કરીને ત્યાં (મુનિસમક્ષ) આવે છે. આવીને શ્રમણની સામે બેસીને હાથ જોડી ઉપયુક્ત થઈને સંવેગથી વિશુદ્ધ પરિણામવાળો તે અરણદેવ અધ્યયન સાંભળે છે. અધ્યયન સમાપ્ત થયા પછી અરુણદેવ કહે છે–વિધિપૂર્વક સ્વાધ્યાય કર્યો, વિધિપૂર્વક સ્વાધ્યાય કર્યો, વરદાન માગો. ત્યારે આ લોકની જેને પિપાસા નથી તથા તૃણ અને મોતી, માટીનું ઢેકું અને સુવર્ણ જેને સરખાં છે તેવા કેવળ નિર્વાણની જ અભિલાષાવાળા તે શ્રમણ ઉત્તર આપે છે અને વરદાનની કોઈ જરૂર નથી. આ સાંભળીને અધિકતર સવેગનો અનુભવ કરતો અરૂણદેવ મુનિને પ્રદક્ષિણા દઈને વંદન નમસ્કાર કરીને પોતાને સ્થાને જાય છે. અરુણપપાતની પેઠે જ વરુણપપાતાદિ ગ્રંથોના અધ્યયનના સંબંધમાં સમજી લેવું.” અહીં આટલી લાંબી નોંધ લખવા પાછળ મુખ્ય હેતુ આ છે : જેમની સમક્ષ દેવતાઓ કાર્યસેવા ફરમાવવા માટે વિનીતભાવે વિનંતિ કરતા તેવા પ્રાચીન કાળના આપણું શ્રમણ ભગવંતોને તે દેવતાઓ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહોતી. આપણું ગુરુવર્ગના શ્રમણ્યની આ મૂલપરંપરા છે. અર્થાત વિશુદ્ધ સાધુજીવનની આ મર્યાદા છે. ' ઉત્થાનશ્રુત અને સમુપસ્થાનશ્રુતનો પરિચય આ પ્રમાણે છે. જ્યારે કોઈક દુવિનીતને સમજાવવામાં કોઈ પણ ઇલાજ ચાલી શક્યો ન હોય, અને તે દુવિનીત દ્વારા સાંઘિક અનેક અનિષ્ટોની આપત્તિ નિશ્ચિતપણે થવાની હોય તેવા જ કોઈ પ્રસંગમાં કોઈ તથા પ્રકારના જ્ઞાની શ્રમણ ભગવંતને આવેશ આવે ત્યારે તેઓ ઉત્થાનશ્રતનું અધ્યયન કરે છે. અને તે અધ્યયનના પાઠની અસરથી જે કોઈ કુલ, ગામ, નગર અને રાજધાનીને લક્ષીને શ્રમણને આવેશ આવ્યો હોય તે સર્વ ઉસિત થઈ જાય એટલે કે ત્રસ્ત થઈને સ્થાન છોડીને બીજે જાય. આ નોંધના પહેલાંની નોંધમાં જે શ્રમણભાવ જણાવ્યો છે તે જ પરંપરાના શ્રમણ ભગવંતને આવેશ આવી જાય ત્યારે પ્રસંગની ગંભીરતા કેવી હશે ?–તે વસ્તુ વિચારકો સહજ સમજી શકશે. કોઈ પણ કારણે જે કોઈ કુલ, ગામ, નગર કે રાજધાની નિર્જન થઈ ગયાં હોય તેના ઉપર પ્રસન્ન થયેલા તથા પ્રકારના જ્ઞાની શ્રમણ ભગવંત સમુપસ્થાનકૃતનું અધ્યયન કરે, જેના સ્વાધ્યાયના પ્રભાવથી તે તે કુલ, ગામ, નગર અને રાજધાનીની ઉચાળા ભરી ગયેલી વસ્તી પુનઃ પોતાના સ્થાનમાં આવીને વસે છે. ઉક્ત દશ ગ્રંથો સિવાયના યોગનંદિસૂત્રમાં જણાવેલા કાલિકકૃતના આશીવિષભાવના, દૃષ્ટિવિષભાવના, ચારણભાવના, સ્વનિભાવના, મહાસ્વપ્નભાવના અને તે જેગ્નિનિસર્ગભાવના, આ ગ્રંથો પણ વિવિધ પ્રકારની સિદ્ધિ અને વિજ્ઞાનના વિષયના હોવાનો સંભવ છે. આપણે ત્યાં યોગસિદ્ધિજન્ય ચમત્કારિક સાહિત્યનું અસ્તિત્વ હજારો વર્ષ જેટલું પ્રાચીન છે અને તેમાં વાસ્તવિક્તા હતી તે વસ્તુ ઉપર જણાવેલી હકીકતોથી સ્પષ્ટ થાય છે. અનુયોગઠારસૂત્રના ૩૦૮માં સૂત્રમાં જણાવેલા તરંગવતી, મલયવતી અને આત્માનુશાસ્તિ, આ ત્રણ ગ્રંથો આપણને આજ મળતા નથી. તરંગવતી કથા અને મલયવતીકથાનો તો અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ મળે છે. પણ આજે અનુપલભ્ય આત્માનુશાસ્તિ ગ્રંથનો ઉલ્લેખ તો પ્રાયઃ પ્રસ્તુત સ્થાનમાં જ મળે છે. ઉપરના ત્રણ ગ્રંથોના ઉલ્લેખ સાથે “બિંદુકાર” શબ્દ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy