________________
..[પર]... નંદિસૂત્ર-અનુયોગદ્વારસૂત્રાન્તર્ગત સાંસ્કૃતિક સામગ્રી
ગુરુબહુમાનઆદિ. નંદિસૂત્રકાર શ્રીદેવવાચકજીએ પોતાના પૂર્વજ ઋતસ્થવિરોનો વેલ્પ પરિચય આપીને જે રીતે આંતરભક્તિપૂર્ણ વંદના કરી છે તે ઉપરથી ગુરુ અને જ્ઞાનીઓ પ્રત્યેનું તેમનું ભક્તિ-બહુમાન તો મૂર્તિમંત થાય છે જ, ઉપરાંત શ્રમણ ભગવાન શ્રીવીર વર્ધમાન સ્વામીથી નંદિસૂત્રકાર પર્યત થયેલા તપસ્વી મૃતધર સ્થવિર ભગવંતોનો ઇતિહાસ પણ પ્રસ્તુત સ્થવિરાવલિમાં સચવાયો છે. (જુઓ પૃ૦ ૬-૮, ગાત્ર ૨૩–૪૩) પોતાના પૂર્વજ શ્રત સ્થવિરો જ પ્રસ્તુતમાં અભિપ્રેત હોવાને કારણે નંદિસૂત્રકારે તેમના પહેલાં થયેલા અન્ય શ્રુતસ્થવિરોનો નિર્દેશ અહીં નથી કર્યો એમ સમજવું જોઈએ. પ્રસ્તુત વંદના આપણને ગુરુવર્ગ પ્રત્યે ભક્તિ-બહુમાનની પ્રેરણા આપે છે.
શ્રી રેવતિનક્ષત્રનામના સ્થવિર રંગે શ્યામ હશે તથા સ્થવિર શ્રી ભૂતદિનાચાર્ય રંગે રૂપાળા હશે તે જણાવવા માટે જે રીતે વર્ણન કર્યું છે તે જોતાં નંદિસૂત્રકાર શ્રી દેવવાચકજી શ્રુતસ્થવિર તો છે જ, ઉપરાંત તેઓ તથા પ્રકારના કવિહૃદય પણ છે.
જૈનાગમ આદિ શાસ્ત્રાળ્યો નંદિસૂત્ર સૂત્રાંક ૭૧ [૧] તથા ૮૬ મું સૂત્ર, યોગનંદિસૂત્રનું ૯મું સૂત્ર અને અનુયોગદ્વારસૂત્રનું ૫૦ મું સૂત્ર, આ સૂત્રોમાં દ્વાદશાંગી ગણિપિટક (આચારાંગ આદિ બાર અંગસૂત્રો)નો માત્ર નામોલ્લેખ મળે છે. અને નંદિસૂત્રના ૮૭મા સૂત્રથી ૧૧૪મા સૂત્ર સુધીનાં સૂત્રોમાં બાર અંગસૂત્રોનો પૃથક પૃથક વિસ્તૃત પરિચય મળે છે. નંદિસત્રના ૮૩ મા સૂત્રમાં ઉત્કાલિક શ્રુતના ૨૯ ગ્રંથોનો નામોલ્લેખ મળે છે, જ્યારે યોગનંદિસૂત્રના ૭મા સૂત્રમાં ઉત્કાલિક શ્રુતના ૩૧ ગ્રંથોનો નામોલ્લેખ છે. નંદિસત્રના ૮૪મા સત્રમાં કાલિક શ્રતના ૩૧ ગ્રંથોનો નામોલ્લેખ મળે છે. જ્યારે યોગનંદિસૂત્રના ૮મા સૂત્રમાં કાલિકશ્રુતના ૩૯ ગ્રંથોનો નામોલ્લેખ છે.
દ્વાદશાંગીનાં નામો સુવિદિત છે, તે અને ઉત્કાલિક શ્રત તથા કાલિક શ્રતનાં નામોના સંબંધમાં પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ લીધી છે.
ઉત્કાલિક શ્રતના ગ્રંથો તથા દશ સિવાયના કાલિક શ્રુતના ૨૧ ગ્રંથો પૈકી કેટલાકમાં આચાર સંબંધી અને કેટલાકમાં દ્વીપ સાગર વિમાન વગેરેનાં વર્ણન અને ગણિત આદિ સંબંધી હકીકતો મુખ્યતયા મળે છે.
કાલિકકૃતના અણપપાત, વરુણપપાત, ગરુડોપપાત, ધરણપપાત, વૈશ્રવણ પાત, દેવેન્દ્રો પપાત, વેલંધરોપ પાત, ઉત્થાનશ્રત, સમુપસ્થાનકૃત, અને નાગ પરિજ્ઞા–આ દશ ગ્રંથોમાં દૈવી ચમત્કાર સંકળાયેલો છે. આ દશ ગ્રંથો પૈકીના ઉત્થાનશ્રત અને સમુપસ્થાનશ્રત સિવાયના આઠ ગ્રંથોનું જ્યારે અધ્યયન કરવામાં આવતું ત્યારે તે તે અધ્યયનના અધિષ્ઠાયક દેવતાઓનું આસન ચલાયમાન થતાં તે તે દેવ પાઠ કરનાર શ્રમણ ભગવત સમક્ષ ઉપસ્થિત થતા.
અહીં અરુણપપાતની વ્યાખ્યામાં ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિ મહારજીએ લખ્યું તે જણાવીએ છીએ
૧. જુઓ પૃ૦ ૭, ગાથા ૩૧ મી. ૨. જુઓ પૃ. ૭, ગાથા ૩૭ મી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org