SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ...[49]... સં૦ ૮૨૭–૮૪૦ પૂર્વે માની શકાય. એટલે કે તે વિ॰ સં॰ ૩૫૭ થી પૂર્વે ક્યારેક રચાઈ ગયું હતું. હવે આપણે એ જોઈ એ કે આ સમય મર્યાદાનો સંકોચ થઈ શકે છે કે નહિ ? અનુયોગદ્વારમાં તરંગવતી આદિ જે ગ્રંથોનો ઉલ્લેખ છે (સૂ૦ ૩૦૮) તે ઉપરથી એમ કહી શકાય કે તે ગ્રંથોની રચના બાદ અનુયોગદ્દારની સંકલના થઈ હશે. તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ—એ ચાર ગ્રંથોમાંથી બિંદુથી શું અભિપ્રેત હશે તે જાણી શકાતું નથી. ધર્મકીતિકૃત ન્યાયબિંદુ–હેતુબિંદુ તો અભિપ્રેત હોઈ જ ન શકે. ચૌદ પૂર્વમાં લોકબિંદુસાર કે બિંદુસાર નામનું ચૌદમું પૂર્વ છે, પણ તે પણ અભિપ્રેત ન હોય. આત્માનુશાસ્તિ વિષે પણ વિશેષ માહિતી મળતી નથી, અને મલયવતી વિષે પણ કશી જ માહિતી નથી. પણ તરંગવતીની રચના આચાર્ય પાદલિપ્તે કરી છે. તેમનો સમય વિક્રમ પ્રથમ શતાબ્દિ છે. અન્યત્ર પણ લૌકિક શ્રુતના પરિચય પ્રસંગે અનુયોગદ્દારમાં અનેક ગ્રંથોનાં નામ આપવામાં આવ્યાં છે (સ્૦ ૪૯), આ સૂચીમાં પણ ધણાં નામો એવાં છે જેને વિષે વિશેષ માહિતી મળતી નથી. એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારની સૂચીમાં ગ્રંથની રચના થયા પછી પણ ઉમેરો થવાની પૂરી શક્યતા છે. આ સૂચીગત—કોલ્લમં, ગુણગસત્તરી, સમ્રુિતંત, માર જેવાં નામો સુપરિચિત છે. તેમાંથી માત્ર માટૅરનું નામ એવું છે, જેના સમય વિષે વિચાર જરૂરી છે અન્ય તો વિક્રમ પૂર્વે હોવાનો વધારે સંભવ છે. માઝરવૃત્તિનો અનુવાદ ચીની ભાષામાં થયો છે અને ડૉ. મેલવલકરને મતે તેની રચના ઈ. ૪૫૦ પૂર્વે (વિ૦ ૫૦૭ પૂર્વે) થઈ ગઈ જ હશે. (ABORI, vol. V, p. 155). કેટલી વહેલી થઈ હશે તે કહેવું કહ્યુ છે, પણ તેના ચીની અનુવાદના સમય ઉપરથી ઉક્ત સમયની કલ્પના કરવામાં આવી છે. એમ પણ સંભવે છે કે મારનું નામ અનુયોગની સૂચીમાં પછી પણ ઉમેરવામાં આવ્યું હોય. કારણ, પ્રમાણચર્ચામાં, ખાસ કરી અનુમાન વિષેના વિવરણમાં, માર સાથે કેટલુંક સામ્ય છતાં તેની છાપ અનુયોગદ્વાર ઉપર હોય તેમ જણાતું નથી. વળી કાર્પિલ પછી લોકાયતનો નિર્દેશ છે અને ત્યાર પછી સરૢિતંત અને માદરનો ઉલ્લેખ છે તે પણ સૂચિત કરે છે કે માદરનું નામ પછીથી ઉમેરાયું હશે. ઉપાયહૃદય અને ચરક જેવા ગ્રંથ સાથે અમુક બાબતમાં અનુયોગની ચર્ચા સમાન છતાં બધી આમતમાં તેનું અનુકરણ નથી એ પણ સ્પષ્ટ છે. એટલે માનવું પડે છે કે અનુયોગગત પ્રમાણચર્ચાનો આધાર માર કે ઉપાયહૃદય નથી, પણ કોઈ પ્રાચીન પરંપરા છે (વિવરણ માટે જુઓ આગમયુગકા જૈનદર્શન પૃ૦ ૧૪૮–૧૫૬). ડૉ. વેબરે અનુયોગદ્વારનો સમય ઈ. ત્રીજીથી પાંચમી સુધીમાં માન્યો છે. તેનો સંકોચ કરી કહી શકાય કે તે ઈસ્વીની દ્વિતીય શતીમાં સંકલિત થઈ ગયું હશે. કારણ કે તેમાં જે ચાર પ્રમાણની ચર્ચા છે તે ન્યાય-વૈશેષિક, માર, ચરક અને ઉપાયહૃદ્ય વગેરે બૌદ્ધ-ઇત્યાદિમાંથી કોઈનું અનુકરણ હોય તેમ જણાતું નથી. એવી સ્થિતિમાં અને તરંગવતી જેવા ગ્રંથનો એમાં ઉલ્લેખ હોઈ તે વિક્રમની પ્રથમશતીથી પ્રાચીન તો સિદ્ધ થઈ શકતું નથી એટલે, તેને ઈસવીસનની દ્વિતીય શતીમાં ક્યારેક માનીએ તો, અત્યારે તો આધક જણાતું નથી. કોઈ પણ હાલતમાં તે, પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે, વિક્રમ ૩૫૭ પછીની તો રચના કે સંકલના નથી જ; તેથી ઈ. સ. ૩૦૦ પછી તો તેનો સમય કલ્પી શકાય તેમ નથી. * ૮. કણગસત્તરીના કર્તા વયવાસી વસુબંધુના સમકાલીન હતા. પણ તે ઉપલબ્ધ નથી તેથી તેની અસર અનુયોગમાં છે કે નહિ તે જાણી શકાય તેમ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy