SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૫૦]. આ હકીકત એ બતાવે છે કે આર્યરક્ષિત અનુયોગના નિષ્ણાત હશે. વળી નંદીસત્રની સ્થવિરાવલીમાં આવતી ૨૮મી ગાથા પછીની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને નમસ્કાર કરતાં કહ્યું છે– वंदामि अजरक्खियखमणे रखियचारित्तसव्वस्से ।। रयणकरंडगभूओ अणुओगो रक्खिओ जेहिं ॥ આથી પણ સ્પષ્ટ છે કે આર્યરક્ષિતે બહુમૂલ્ય અનુયોગની રક્ષા કરી છે. આર્યરક્ષિતની આવી યોગ્યતાને આધારે તેમનું નામ અનુયોગદ્વારના કર્તા તરીકે પ્રવાદમાં આવ્યું છે. અત્રે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રવાદમાં તથ્ય કેટલું છે તે જાણવાનું આપણી પાસે અન્ય કોઈ સાધન નથી. કોઈ પ્રાચીન ઉલ્લેખ એવો નથી મળતો કે જેમાં તેમને અનુયોગદ્વારના કર્તા કહ્યા હોય. જ્યાં પણ તેમને વિષે હકીકત છે ત્યાં એ જ કહેવામાં આવ્યું છે કે તેમણે ચારેય અનુયોગનું પાર્થક્ય કર્યું. અનુયોગનું પાર્થક્ય અને અનુયોગદ્વારની રચના એ તદ્દન ભિન્ન બાબત છે—એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. જે આર્યરક્ષિત અનુયોગની રચના ન કરી હોય તો પણ એવી સંભાવના તો છે જ કે તેમની પરંપરાના કોઈ શિષ્ય-પ્રશિષ્ય તેની રચના કરી હોય. કારણ કે એટલું તો નક્કી જ છે કે અનુયોગ પ્રક્રિયાનું વિશેષ જ્ઞાન આર્યરક્ષિતને હતું એટલે તેમણે એ બાબતનું જ્ઞાન પોતાના શિષ્યોને આપ્યું હોય. આર્યરક્ષિત સમય- તેઓ આર્યવના સમકાલીન હતા તે ધ્યાનમાં લઈએ તો વનું સ્વર્ગગમન વીરનિ. પ૮૪માં થયું મનાય છે, એટલે તેમની પાસે લગભગ દશ વર્ષ સુધી પૂર્વગતનું અધ્યયન કરનાર આર્યરક્ષિત ૫૭૫ વીરનિટ માં તો દીક્ષિત અવસ્થામાં હતા જ એમ માની શકાય. અને જે અનુયોગદ્વારની રચના તેમણે કરી હોય તો એમ માનવામાં વાંધો ન આવે કે તેમણે તેની રચના વીરનિ૦૭ ૫૮૪ પછી ક્યારેક કરી હશે. તેઓનો યુગપ્રધાન કાળ ૫૮૪–૫૯૭ વીરનિસં. છે. એટલે વીરનિ. ૫૮૪–૫૯૭ વચ્ચે ક્યારેક અનુયોગની રચના થઈ હશે, એમ માની શકાય. એટલે કે જે અનુયોગદ્વાર આર્યરક્ષિતની રચના હોય તો તે વિ. સં. ૧૧૪થી ૧૨૭ માં ક્યારેક રચાયું હશે. આર્ય રક્ષિત પ્રસ્તુત અનુયોગારના કર્તા હોય કે ન હોય પણ અન્ય આંતરિક તથા બાહ્યપ્રમાણેને આધારે અનુયોગદ્વારના સમયની ચર્ચા કરવી જરૂરી છે. ભગવતીસૂત્રમાં “અણુગોઝારેની ભલામણ કરવામાં આવી છે (શ૦ ૫ ઉ૦ ૩, સૂઇ ૧૯૨) અને તે પણ પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણેની બાબતમાં (અનુ. સૂ૦ ૪૩૬), આથી એક વાત તો નક્કી થાય છે કે આગમની અંતિમ વાચનાને સમયે અનુયોગ દ્વારની રચના થઈ ગઈ હતી. વલભીમાં આર્ય દેવદ્ધિએ કેવળ પુસ્તકલેખન કર્યું હતું પણ અંતિમ વાચના તો તે પૂર્વે મથુરામાં આચાર્ય સ્કંદિલના સમયમાં થઈ હતી. તેમનો સમય વીરનિ. સં. ૮૨૭–૮૪૦ છે. તે જ સમયમાં વલભીમાં આર્ય નાગાજુને પણ વાચના કરી હતી, પણ વિદ્યમાન આગમ માધુરી વાચનાને અનુસરે છે એમ માનવાને કારણે છે. એટલે અનુયોગદ્વારની ઉત્તર મર્યાદા વીરનિ. १. चउदस सोलस वासा चउदस वीसुत्तरा य दुण्णि सया । अट्ठावीसा य दुवे पंचेव सया य चोयाला ॥ पंच सया चुलसीया छच्चेव सया नवुत्तरा हुंति । पत्र १३९ पंचसया चुलसीया तझ्या सिद्धिं गयरस वीरस्स । अम्बद्धिगाण दिट्ठी दसपुरनयरे समुप्पण्णा ॥ –આવશ્યકનિર્યુક્તિ, પત્ર ૧૪૩. ૭. આગમયુગકા જૈનદર્શન-પૃ૧૭; જૈન પરંપરાનો ઇતિહાસ–પૃ૦ ૩૦૭-૭૧૧; તપાગચ્છપાવલી પૃ. ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy