________________
...[૪૯]...
આ માતિકાનું એક એક પદ લઈ તે પછી વ્યાખ્યા કરે છે તેને બાહિરનિદાનકથા એવું નામ આપ્યું છે. આમાં ખરી રીતે તે ગ્રંથના ઉપોદ્ઘાતની જ ચર્ચા કરવામાં આવે છે, એટલે કે શાસ્ત્રના આદિ વાક્યના વિષયમાં પૂ વચન ન પુત્ત નવા પુત્ત મા વુર્ત્ત ઇત્યાદિ બાબતોનું સ્પષ્ટીકરણ કરે છે અને એ જ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો અનુયોગની ઉપોદ્ઘાતનિયુક્તિમાં પણ આપવામાં આવ્યા છે. એ પ્રકારના ઉપોદ્ઘાત પછી જ જૈન અને બૌદ્ધ ટીકામાં ત્રાર્થ વર્ણવવાની પતિ અપનાવવામાં આવી છે (અનુ॰ ૦ ૬૦૫થી; સમન્ત॰ પૃ૦ ૯ર). વળી, યુવચનના વિવિધરીતે વિભાગો કરી બતાવવામાં આવ્યા છે (સમન્ત॰ પૃ૦ ૧૬), એ જ રીત અનુયોગના પ્રારંભમાં સમગ્ર શ્રુતના વિભાગો અને તેમાં આવશ્યકનું સ્થાન બતાવી અપનાવવામાં આવી છે; એ થયા પછી સમન્તપાસાદિકા એ વિનયપિટકની અદ્ભુકથા હોઈ તેમાં વિનયની નિરુક્તિ કરવામાં આવી છે (પૃ૦ ૧૮) અને તેનો પિટક શબ્દ સાથે સમાસ પણ કરી બતાવ્યો છે (૫૦ ૨૦). એટલે કે ગ્રંથનામની વ્યાખ્યા કરવામાં આવી છે. આ જ પ્રકાર અનુયોગના પ્રારંભમાં આવશ્યકશ્રુતસ્કંધના નિક્ષેપો કરીને અપનાવવામાં આવ્યો છે (અનુ॰ સૂ॰ ૭). વળી, અનુયોગમાં આગમના ભેદોમાં સૂત્ર, અર્થ અને તદુભય એવા ભેદો જોવામાં આવે છે (અનુ૦ ૦ ૪૭૦), તે જ રીતે પાલિ અરૃકથામાં પણ ધમ્મુ, અત્ય, દેસના અને પટેિવેધ એવા ભેદો કરવામાં આવ્યા છે.તથ મ્નોતિ પારિ। અથો તિ તત્તાયેવ અત્યો ફેસના તિ તÆા મનસા વવસ્થાપિતાય પાળિયા વેસના | ટિવેલો તિ વાહિયા પાહિમથસ ય થામૂતાવવોષો '' (સમન્ત॰ પૃ૦ ૨૧).
,,
અનુયોગદ્રારમાં જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય તેના નિક્ષેપો કરીને અનેક અર્થોમાં તે કેવી રીતે વપરાય છે, તેનું નિદર્શન કરી તે શબ્દનો પ્રસ્તુતમાં ક્યો અર્થ લેવો તે દેખાડી આપવાની પતિ અપનાવવામાં આવી છે. તે જ પ્રમાણે પાલિ અદૃકથામાં વ્યાખ્યેય શબ્દ, જે અનેક અર્થમાં પ્રયુક્ત થતો હોય, તે અનેક અર્થોનું નિદર્શન કરીને પ્રસ્તુતમાં કયો અર્થ અભિપ્રેત છે તે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જુઓ—સમય શબ્દની ચર્ચા, સમન્ત પૃ૦ ૯૩. વળી, અનુયોગની જેમ જ પિંડાર્થ અને અવયવાર્થ કરવાની પદ્ધતિ પણ પાલિ ટીકાઓમાં જોવા મળે છે (સમન્ત॰ પૃ૦ ૯૮, ૧૧૮ ઇત્યાદિ). જેમ અનુયોગમાં નવિચારણાનો નિર્દેશ છે તેમ પાલિ અદ્ભુકથાઓમાં પણ અનેક નયોથી વિચારણા કરવામાં આવી છે (સમન્ત૦ પૃ૦ ૯૯, ૧૦૦, ૧૧૧ ઇત્યાદિ),
કુર્તા અને સમય
કર્તા—પ્રસ્તુત પ્રકાશનમાં અમે પ્રારંભમાં સિરિઞવિશ્વયયેવિાદું '—એવો ઉલ્લેખ કર્યો છે, તે માત્ર પ્રવાદને આધારે છે. અનુયોગદ્દાર સૂત્રના કર્તા કે સંકલનકો સ્થવિર આર્યરક્ષિત. હોવા જોઈ એ એવા પ્રવાદના મૂળમાં એ માન્યતા રહેલી છે કે આર્ય વાના સમય પર્યંત કોઈ પણ સૂત્રનો અનુયોગ કરવો હોય તો—વ્યાખ્યા કરવી હોય તો—ચારેય અનુયોગ પ્રમાણે—એટલે કે તે સૂત્ર ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણુતાનુયોગ અને દ્રવ્યાનુયોગ સંબંધી છે એમ માનીને— તેની વ્યાખ્યા કરવામાં આવતી; અર્થાત્ આર્યવ સુધી અનુયોગનું પાર્થક્ય હતું નહિ પણ તે અપૃથક્ભાવે હોઈ પ્રતિસૂત્રમાં ચારેય અનુયોગને અનુસરી વ્યાખ્યા કરવામાં આવતી. પણ સમય પારખીને સ્થવિર આર્યરક્ષિત અનુયોગનું પાર્થક્ય કર્યું, ત્યારથી કોઈ પણ એક સૂત્રનો સંબંધ ચાર અનુયોગમાંથી કોઈ પણ એક અનુયોગ સાથે જોડવામાં આવે છે (આવશ્યકનિયુક્તિ અને તેની ટીકા; વિશેષા॰ હે॰ ગા૦ ૨૨૭૯-૨૨૯૫).
આ. પ્ર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org