________________
... [૪૮]...
इति । तत्रोद्देशः सूत्रस्थानीयः । तद्यथा षड् भावविकाराः इति । निर्देशो वृत्तिस्थानीयः । तद्यथां जायतेऽस्ति विपरिणमते इति । प्रतिनिर्देशो वार्तिकस्थानीयः । तद्यथा जायते इति पूर्वभावस्यादिमाचष्ट इति (દુર્ગટીકા પૃ૦ ૩૨). દુર્ગકૃત પ્રસ્તુત મંત્ર, નૃત્તિ અને વાતિક એવા ક્રમની તુલના આચાર્ય જિનભદ્રે અને આચાર્ય સંધદાસે કરેલ—ભાષા = સૂત્ર, વિભાષા = વૃત્તિ અને વાર્તિકની વ્યાખ્યા સાથે કરવા જેવી છે. આ ભાષા આદિનું વિવરણ આમાં આ પહેલાં (પૃ૦ ૩૬-૩૮) આવી ગયું છે. તેથી અહીં એનો વિસ્તાર કરવો અનાવશ્યક છે. વ્યાકરણ મહાભાષ્યના પ્રારંભમાં વ્યાખ્યેય શાસ્ત્રનું નામ શું છે તે બતાવવામાં આવ્યું છે. તે જ પ્રમાણે અનુયોગમાં પણ વ્યાખ્યેય શાસ્ત્રનું નામ જણાવ્યું છે. વળી, શાસ્ત્રના નામની વ્યાખ્યા મહાભાષ્યના પ્રારંભમાં જોવા મળે છે એ જ પ્રકારની પરંપરાનું અનુસરણ અનુયોગમાં પણ છે (મહાભાષ્ય પૃ૦ ૬, ૧૮). વળી, નિરુક્તના પ્રારંભમાં પણુ નિરુક્તના પ્રયોજનની ચર્ચા છે એટલે વ્યાખ્યાકારે શાસ્ત્રની રચના શા માટે જરૂરી છે તે પ્રથમ બતાવવું જરૂરી હોય તેમ જણાય છે. અનુયોગદ્વારમાં ‘ આવશ્યકની વ્યાખ્યા કરીશ' એમ ગ્રંથરચનાનું પ્રયોજન બતાવ્યું છે, પણ સ્વયં શાસ્ત્રનું શું પ્રયોજન છે એની ચર્ચા પ્રારંભમાં નથી. પણ્ અનુયોગદ્દારો, જે ઉપક્રમાદિ ચાર ગણાવ્યાં છે, તેમાં નિક્ષેપારપ્રસંગે, અધ્યયન શબ્દના નિક્ષેપને અવસરે, શાસ્ત્રનું પ્રયોજન વર્ણિત થઈ જાય છે, એથી પ્રારંભમાં શાસ્ત્રપ્રયોજનની ચર્ચા નથી કરવામાં આવી તેમ જણાય છે. ( આ માટે જુઓ પ્રસ્તુતમાં નિક્ષેપકારની ચર્ચા.)
અનુયોગદ્દારમાં જે અર્થમાં ઉપક્રમ શબ્દનો પ્રયોગ થયો છે એ જ અર્થ ઉપક્રમનો દુર્ગને પણ માન્ય છે (દુર્ગટીકા પૃ૦ ૧૭). વળી, અનુયોગદ્દારમાં જે અનુગમાર છે તેનું તાત્પર્ય છે કે સૂત્રના અર્થનું અનુસરણ; એટલે કે તે તે સૂત્રનો શો અર્થ છે તેનો નિર્ણય કરી બતાવવો. અનુગમ શબ્દનું તાત્પર્ય આવું જ હોઈ શકે છે તે દુર્ગની વ્યાખ્યાથી પણ ફલિત થાય છે, નિરુક્તમાં જણાવ્યું છે કે શાસ્ત્રના શબ્દોના કોઈ ખોટા અર્થ કરે તો તેમાં પુરુષદોષ છે, શાસ્ત્રદોષ નથી (૧–૧૪). આની વ્યાખ્યાપ્રસંગે દુર્ગે કહ્યું છે--‘ષ પુરુષવોષો ન શાસ્ત્રોષો ચવનુ ાયિતું ધાતુરાબ્વેરો ન રાજ્યતે” (દુર્ગટીકા પૃ૦ ૮૨). અનુયોગમાં જેમ વ્યાખ્યેય વિષયોનો સંગ્રહરૂપે પ્રથમ નિર્દેશ કરવામાં આવે છે અને પછી તેમાંના એક એક લઈ ને ક્રમશઃ વ્યાખ્યા કરવામાં આવે છે, જેને જૈન પિરભાષામાં દ્વારો કહેવાય છે, તે જ પ્રકાર વ્યાકરણમહાભાષ્યમાં પણ અપનાવવામાં આવ્યો છે. તેમાં પણ પ્રથમ અનેક પ્રયોજનોની વ્યાખ્યા કરવાના પ્રસંગે તે સૌનો નિર્દેશ પ્રારંભમાં પ્રતીક રૂપે કરી દીધો છે અને પછી ક્રમશઃ વ્યાખ્યા કરવામાં આવી છે (વ્યા॰ મહા॰ પૃ ૧૯, ૨૫).
મહાભાષ્યમાં વ્યાખ્યાન ક્યારે થયું કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે માત્ર સૂત્રોના શબ્દોનો વિગ્રહ કરવાથી જ વ્યાખ્યાનની પરિસમાપ્તિ નથી, પણ ઉદાહરણ, પ્રત્યુદાહરણ અને વાક્યાધ્યાહાર આ બધું તેમાં મળે ત્યારે વ્યાખ્યાન થયું કહેવાય છે (વ્યા॰ મહા॰ પૃ૦ ૬૯). વ્યાખ્યાનની આ પરિભાષા આચાર્ય શ્રી સંધદાસણિએ અને શ્રી જિનભદ્રે કરેલા વાર્તિકની વ્યાખ્યા જેવી છે.
આ પ્રકારે વૈદિકોના વ્યાખ્યાપ્રકાર સાથે અનુયોગદ્દારસૂચિત વ્યાખ્યાપ્રકારની તુલનામાં કેટલીક ખાખતો સમાન છે; પણ જ્યારે આપણે બૌદ્ધ અદ્ભુકથા-વ્યાખ્યાની પદ્ધતિની તુલના કરીએ છીએ ત્યારે તેથી પણ વધારે સામ્ય જણાયા વિના રહેતું નથી. જેમ અનુયોગદ્વારમાં ઉદ્દેશાદિ ૨૬ દ્વારો ઉપોદ્ઘાનિયુક્ત્યનુગમના છે (સ્૦ ૬૦૪) તે જ પ્રમાણે અદ્ભુકથામાં પ્રારંભમાં માતિફા આ પ્રમાણે છે—
Jain Education International
तं येन यदा यस्मा धारितं येन चाभतं । यत्थप्पतिडितं चेतमेतं वत्त्वा विधिं ततो ॥
For Private & Personal Use Only
—સમન્તપાસાદિકા, પૃ॰ }
www.jainelibrary.org