SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૪૭]... એક ભેદ છે—(સૂ. ૫૩૪, ૬૦૦), સૂત્રસ્પર્શિકનિયુક્તિ (જે અનુયોગના તીજા દ્વાર અનુગમનો એક ભેદ છે—સ. ૬૦૨,૬૦૫) અને અનુયોગના ચોથા દ્વાર ગત નયો—આ ચારે બાબતોનો વિચાર, ક્રમે નહિ પણ એકસાથે, પ્રત્યેક સૂત્રના વિચાર પ્રસંગે થાય છે. પ્રથમ ત્રણમાં તો ‘ સૂત્ર’ શબ્દ સામાન્ય છે. સૂત્રના વિચારપ્રસંગે તેની વ્યાખ્યા એટલે અનુગમ કરવો પ્રાપ્ત હોઈ તેનો નિક્ષેપ દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી વ્યાખ્યા સરલ અને નહિ . એથી સૂત્રાનુગમપ્રસંગે સૂત્રાલાપક નિક્ષેપ સ્વતઃ પ્રાપ્ત થાય છે અને તે પછી નિક્ષિપ્ત સૂત્રની નિયુક્તિ વિશેષવિવરણુ–સરલ થઈ પડે છે, તેથી સૂત્રપશિકનિયુક્તિ પણ તેમાં અવસરપ્રાપ્ત છે. અને વિવરણમાં, સંભવ પ્રમાણે, નયવિચાર—નયયોજના કરવી તે પણ તેની વ્યાખ્યાનું અંગ છે, તેથી આ પ્રકારે એ ચારે બાબતો એકસાથે પ્રાપ્ત છે. તેથી તેમનું તે તે સ્થાને વિવરણ ન કરતાં સૂત્રસ્પર્શિકનિર્યુકત્યનુગમપ્રસંગે જ તેમની યોજના ઉચિત છે (વિશેષા॰ સ્વો॰ ગા૦ ૯૯૭-૯૯૮). ૪. નય : અનુયોગના ચોથા દ્વાર નય વિષે અનુયોગદ્દારસત્રમાં (સ્૦ ૬૦૬) માત્ર સાત નયો અને તેની વ્યાખ્યા આપીને સંતોષ માન્યો છે. તેની યોજના પ્રસ્તુત સૂત્રમાં જણાવી નથી, પણ અન્ય અનેક પ્રસંગે નયયોજના કરી બતાવી છે—સૂ૦ ૧૫, ૯૭–૧૩૦, ૧૪૧–૧૪૮, ૧૧૩–૧૫૯, ૧૦૨-૨૦૦, ૪૨૭, ૪૭૩-૪૭૬, ૪૮૩, ૪૯૧, ૫૨૫. વૈદિક અને બૌદ્ધ વ્યાખ્યાપદ્ધતિ સાથે અનુયોગનું સામ્ય અનુયોગદ્વારમાં ક્રમે સમુદાયાર્થે અને અવયવાર્થ નિરૂપણની પદ્ધતિ આપણે એઈ, તેનું મૂળ પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિમાં પણ જોવા મળે છે. નિરુક્તમાં પ્રથમ આપ્યાત નામ આદિ પદોનાં સામાન્ય લક્ષણોની ચર્ચા જોઈ શકાય છે અને પછી તે તે ગો આદિ પદોને લઈને તેમનું નિર્વચન કરવામાં આવ્યું છે. આ બાબતનો નિર્દેશ નિરુક્તના ટીકાકાર દુર્ગે સ્પષ્ટરૂપે કર્યો છે—— “ 'समाम्नायः समाम्नातः, स व्याख्यातव्यः' इति प्रतिज्ञातम् । सा च पुनरियं व्याख्या सामान्या वैशेषिकी च । तत्र सामान्या सर्वनाम्नामिदं सामान्यलक्षणम्, इदमाख्यातानाम्, इदमुपसर्गाणाम्, इदं નિપાતાનામિતિ........અથવાનાં વિરોષભ્યારણ્યા, પ્રતિષવમય સમાગ્નાયો વ્યાખ્યાતન્યઃ ''—નિરુક્તટીકાદ્વિતીયાધ્યાય પંચમ ખંડ, પૃ૦ ૧૪૩ (આનંદાશ્રમ). વળી, અનુયોગમાં ઉપોદ્ઘાતની ચર્ચાપ્રસંગે જે ઉદ્દેશાદિ વ્યાપ્યાદ્વારો છે તેમાંનાં કેટલાંક તો એવાં છે જે જૈનાગમને જ અનુકૂળ છે, પણ વેદ નિત્ય હોવાથી વેદના નિર્ગમ—કાલ–ક્ષેત્રાદિ જેવાં વ્યાખ્યાદારોને અવકાશ ન રહે તે સ્વાભાવિક છે. તેને બદલે દ્રષ્ટા ઋષિ, મંત્રની મુખ્ય દેવતા આદિની ચર્ચા તેમાં આવે છે. એટલે તેવાં દારોની ચર્ચા વૈદિક વ્યાખ્યાગ્રંથોમાં ન મળે તો તેમાં આશ્ચર્ય નથી : પણ એ સિવાયનાં જે કેટલાંક દારોનો વ્યાપ્યા ગ્રંથોમાં નિર્દેશ મળે છે તે તુલનીય છે. ન્યાયસૂત્રના વાત્સ્યાયનભાષ્યમાં શાસ્ત્રપ્રવ્રુત્તિ ત્રણ પ્રકારની બતાવી છે—ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા (ન્યાયભા૦ ૧૧૨). આ ત્રણ ઉપરાંત વિભાગ પણ એક અંગ મનાતું હશે, કારણ કે તેના પાર્થક્યની બાબતમાં પૂર્વપક્ષ કરીને ન્યાયવાર્તિકકારે તેનો સમાવેશ ઉદ્દેશમાં કરી દીધો છે (ન્યાયવા૦ ૧૧૩, પ્રમાણમીમાંસા ટિપ્પણ (સિંઘી સિરીઝ પૃ૦ ૪). વળી, દુર્ગે વ્યાખ્યાનું લક્ષણ જે નૈબંદુકમાં સ્વીકાર્યું છે તેમાં તત્ત્વ, પર્યાય, ભેદ – વ્યુત્પત્તિ, સંખ્યા, સંદિગ્ધોદાહરણ, તેનું નિર્વચન— આટલાં દ્દારોને સ્થાન છે (દુર્ગટીયા ૫૦ ૧૪૩)આમાં જેને તત્ત્વ કહેવામાં આવે છે તેને ઉદ્દેશને સમકક્ષ કહી શકાય. વળી, સ્વયં દુર્ગ ઉદ્દેશ, નિર્દેશ અને પ્રતિનિર્દેશનો ઉલ્લેખ યાસ્કની વ્યાખ્યાશૈલી માટે કરે છે—ર્ર્ શને ન્યાચારીછીય દ્રષ્ટબ્યા, ઉદ્દેશો નિર્દેશઃ પ્રતિનિર્દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy