SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ... [૫]... નામ તો હોવાનું જ. અને તેવા સામાન્ય નામોનો વિચાર ઓધ–સામાન્યમાં કરવામાં આવે છે. પ્રસ્તુતમાં અને સર્વે શાસ્ત્રોમાં સામાન્ય નામ ચાર સંભવે છે; તે છે–અજઝયણું (અધ્યયન), અક્ઝીણ (અફીણ), આય (લાભ) અને ઝવણ- (ક્ષપણા =ક્ષય) (સૂ૦ ૫૩૫). ઉક્ત ચારેની નામાદિ નિક્ષેપઠારા વિચાર કરીને અનુયોગદ્વારમાં તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેમાં પત્ર-પુસ્તકમાં લિખિત તે દ્રવ્ય અધ્યયન છે (સૂ૦ ૫૪૩), તથા અધ્યાત્મનું આનયન, ઉપચિત કર્મનો અપચય અને નવાં કર્મોનો અનુપચય કરે તે ભાવ અધ્યયન છે તેમ જણાવ્યું છે (સૂ૦ ૫૪૬). અધ્યયનજ્ઞાનનું ફળ ચારિત્ર છે, તેથી જે અધ્યયન મોક્ષમાર્ગ તરફ લઈ જાય તે જ ખરું અધ્યયન છે એ વસ્તુ આથી સ્પષ્ટ થાય છે, અક્ષીણની વ્યાખ્યા કરતાં (સૂ૦ ૫૪૭૫૫૭) દ્રવ્ય અફીણ સકાશશ્રેણી બતાવી છે (૦ ૫૫૪) આકાશશ્રેણીમાંથી પ્રદેશોને એકેક કરી અપહાર કરીએ પણ તે કદી ક્ષીણ થતી નથી તેથી તે દ્રવ્ય અક્ષણ છે; અને ભાવ અક્ષીણ આચાર્ય છે એમ જણાવ્યું છે, કારણ કે આચાર્ય દીપ સમાન છે. દીવાથી સો દીવા સળગાવો પણ તે ક્ષીણ થતો નથી; સ્વયં પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ અન્યને શાસ્ત્રો ભણાવે છે તેથી તેમનું જ્ઞાન ક્ષીણ થતું નથી. સ્વયં પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે (સૂ૦ ૫૫૭). પ્રસ્તુતમાં આચાર્ય અને તેમના શાસ્ત્રજ્ઞાનને અભિન્ન માનીને આચાર્યને અક્ષીણુ કહ્યા છે–તેઓ જ્ઞાનમૂતિ છે, સાક્ષાત શાસ્ત્ર છે માટે જેમ પુસ્તક એ દ્રવ્ય-આદ્યશાસ્ત્ર છે તેમ આચાર્ય એ ભાવ–આંતરિક-યથાર્થ શાસ્ત્ર છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે, જે વ્યક્તિ જે શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેને તે શાસ્ત્રની સાક્ષાત મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેથી પ્રસ્તુતમાં પણ જ્ઞાન છેવટે તો આત્મામાં જ છે તો તે આત્માને જ તે શાસ્ત્રરૂપે જાણવો–એ જ યથાર્થરૂપે શાસ્ત્ર છે, બાહ્ય પુસ્તક આદિ તો તેનાં સાધનો છે એ વાત સ્પષ્ટ થાય છે. આય (સૂ૦ ૫૫૮-૫૭૯) એટલે લાભપ્રાપ્તિ. દ્રવ્ય–બાહ્ય લાભમાં લૌકિક વસ્તુઓમાં સચિત્તમાં પશુ આદિ, અચિત્તમાં સુવર્ણ આદિ અને મિશ્રમાં અત્યંત દાસ-દાસી અને હાથી-ઘોડા વગેરેનો લાભ થાય તે છે. પણ અલૌકિક દ્રવ્યમાં સચિત્ત શિષ્ય-શિષ્યાઓનો, અચિત્તમાં શ્રમણને ખપતાં વસ્ત્રાપાત્રાદિનો અને મિશ્રમાં ભાંડોપકરણસહિત શિષ્યાદિનો લાભ ગણાવ્યો છે. ભાવ–આંતરિક આયમાં, અપ્રશસ્ત આય છે ક્રોધ-માન આદિ કવાયોનો, અને પ્રશસ્ત આવે છે જ્ઞાન આદિનો. પ્રસ્તુતમાં શાસ્ત્રના અધ્યયન વડે જ્ઞાનાદિનો લાભ થતો હોવાથી તે ભાવ આય છે. ક્ષપણા (૫૮-૫૯૨) એટલે નિર્જરા, ક્ષય. તેમાં ક્રોધાદિનો ક્ષય થાય તે પ્રશસ્ત ક્ષપણા છે, પણ જે જ્ઞાનાદિનો ક્ષય થાય તો તે અપ્રશસ્ત ક્ષપણ કરી કહેવાય. અધ્યયનનું ફળ ક્રોધાદિનો ક્ષય કરવો તે છે, તેથી તે પ્રશસ્ત ભાવક્ષપણા કહેવાય. આ પ્રકારે શાસ્ત્રનાં સામાન્ય નામો અધ્યયન આદિની ચર્ચા ધનિક્ષેપમાં કરવામાં આવી છે. તે પછી બીજી નામ-વિશેષનામના–નિક્ષેપની ચર્ચા છે (સૂ૦ ૫૯૩–૫૯૯). તેમાં આવશ્યકના પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. તેનો જ નિર્દેશ વિશેષનામમાં કરવામાં આવ્યો છે. અને પછી સામાયિક વિષે નામ-સ્થાપના આદિ નિક્ષેપોની ચર્ચા છે અને ભાવ સામાયિકનું સ્વરૂપ સમભાવ છે તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે (સૂ૦ પ૯૯). નિક્ષેપમાં તીજો મુદ્દો છે સૂવાલાપકોના નિક્ષેપો કરવા વિષે (સૂ૦ ૬૦૦). પણ આ પ્રસંગે સત્રોનાં પદોનો નિક્ષેપ કરવાનું ઉચિત મનાયું નથી, કારણ કે અનુયોગના તીજા દ્વારા અનુગામમાં (સૂત્રસ્પર્શિક-નિર્યુક્તિ પ્રસંગે સૂત્રગત પદોની નિર્યુક્તિ કરતા પહેલાં તે તે પદોનો નિક્ષેપ જરૂરી બને છે. માટે તે વિષે તે જ પ્રસંગે) કહેવામાં આવશે, જેથી પુનરુક્તિ પણ કરવી નહિ પડેઃ આવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy