________________
[૪].. ઉપક્રમનો પાંચમો અધિકાર છે–અર્વાધિકાર (સૂ૦ ૯૨). આપણે પ્રથમ જોયું છે કે અનુયોગમાં ઉપક્રમચર્ચામાં માત્ર અર્થાધિકારપ્રસંગે જ આવશ્યકસૂત્રના છ યે અધ્યયનોના અર્થાધિકાર જણાવી દીધા છે (સૂ૦ પ૨૬). આચાર્ય શ્રી જિનભદ્ર જણાવે છે કે પ્રથમ અધ્યયનનો જે અર્થાધિકાર છે તે સમુદાયાર્થિની એટલે સમગ્રગ્રંથના પ્રતિપાદ્ય વિષયનો એકદેશ છે. અને તે સ્વસમય = સ્વસિદ્ધાંતનો પણ એકદેશ છે (ગા) ૯૫૦).
ઉપક્રમનો છઠ્ઠો અધિકાર છે–સમવતાર (સૂ૦ ૯૨). તેના નામાદિ અનેક ભેદો છે (સૂ૦ ૫૨૭૫૩૩). સમવતારનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વી આદિ જે કારો છે તેમાં તે તે અધ્યયનો વિષેનો સમાવતાર કરવો–એટલે કે સામાયિક આદિ અધ્યયનોની આનુપૂર્વી આદિ પાંચ બાબતો વિચારીને યોજના કરવી. આપણે પૂર્વમાં તે યોજના સંક્ષેપમાં બતાવી જ છે એટલે સમવતાર વિષે હવે બીજો કોઈ વિચાર કરવાનો રહેતો નથી. આ બાબત આચાર્ય શ્રી જિનભદ્ર પણ કહી છે (ગા. ૯૫૧).
આ પ્રમાણે આપણે ઉપક્રમ વિષે સંક્ષેપમાં વિચાર કર્યો, તેનો સાર એ છે કે ઉપક્રમમાં પ્રથમ આવશ્યકતા ગુરુને વિનયઆદિ વડે અનુકૂળ બનાવી લેવા, જેથી પઠન-પાઠનની શુભ શરૂઆત થઈ શકે. ત્યારપછી ગ્રંથના અવયવાર્થનો–અધ્યયનોના અર્થનો–વિચાર થાય તેમાં પ્રસ્તુત અધ્યયનનો ક્રમ નિશ્ચિત કરવા માટે આનુપૂવી વિચાર છે. કમ નિશ્ચિત થયા પછી તેનાં નામ = તેનો ભાવે = તેના તાત્પર્યનું જ્ઞાન જરૂરી છે. એ જાણ્યા પછી એ બાબતનો વિચાર કરાય કે તે દ્રવ્ય, ગુણ કે કર્મ-ક્રિયા છે. તેનો નિશ્ચય થાય એટલે તેનો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ એ ચાર પ્રકારના પ્રમાણને આધારે નિર્ણય કરવો જરૂરી છે. તેમાં તેનું પ્રમાણુ એટલે કે પરિમાણનો નિશ્ચય મુખ્ય છે, તે પછી તેનું વક્તવ્ય સ્વસંમત છે કે તે પરસિદ્ધાંતનું નિરૂપણ કરે છે તેનું સ્પષ્ટીકરણ થાય છે. એ થયા પછી પ્રસ્તુત અર્થાધિકારો–પ્રતિપાદ્ય વિષયો–ક્યા ક્યા છે તેનું નિરૂપણ કરવામાં સુગમતા રહે છે. આનુપૂર્વી આદિના અનેક ભેદોમાં પ્રસ્તુત વિષયનું ક્યાં કેવું સ્થાન છે તેની યોજના તે સમવતાર કહેવાય છે. આનુપૂવઆદિના વિવરણપ્રસંગે પ્રસ્તુતની યોજના કરી બતાવી હોય તો પછી સમવતારકારની ચર્ચા જુદી કરવાની રહેતી નથી.
અનુયોગદ્વારસૂત્રમાં અધિકાંશ ઉપક્રમની ચર્ચાએ રોકી રાખ્યો છે (સૂ) ૭૬ પૃ. ૭ર થી સૂ૦ ૫૩૩ પૃ. ૧૯૫), અને છેલ્લાં દશ પૃષ્ઠમાં જ (સૂ૦ પ૩૪-૬૦૬) શેષ ત્રણ નિક્ષેપાદિ અનુયોગદ્દારોની સંક્ષેપમાં ચર્ચા છે. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે આ ગ્રંથની રચના એ પ્રકારની છે કે તેમાં ઉપક્રમની ચર્ચામાં જ જ્ઞાતવ્ય વસ્તુનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેને આધારે પછીની ચર્ચા અત્યન્ત સરલ થઈ પડે છે. આપણે મધ્યકાલીન અનેક દાર્શનિક ટીકાગ્રંથી જોઈએ તો જણાઈ આવશે કે પ્રારંભમાં જ ટીકાકાર એવી ઘણી બાબતે ચર્ચા લે છે, જે વિષે તેને પછી કશું જ કહેવાપણું રહેતું નથી. આથી ટીકાઓનો પ્રારંભિક ભાગ જ મહત્વનો બની જાય છે. તે જે બરાબર સમજી લેવામાં આવે તો પછીનો ભાગ અત્યંત સરળ થઈ પડે છે. કારણ કે તે તે દર્શનના મલિક સિદ્ધાન્તોનું વિવરણ તે પ્રારંભિક ભાગમાં જ કરી દેવામાં આવ્યું હોય છે. પછી તો માત્ર મૂળ ગ્રંથનો શબ્દાર્થ કરવાપણું જ શેષ રહે છે.
૨. નિક્ષેપદ્વાર (સૂ૦ ૫૩૪-૬૦૦)–અનુયોગ–વ્યાખ્યાનું બીજું દ્વાર છે નિક્ષેપ. ઉપક્રમ થયા પછી નિક્ષેપની વિચારણું સરલ થઈ પડે છે, તેથી ઉપક્રમ પછી નિક્ષેપદ્વારને સ્થાન આપવામાં આવ્યું છે. નિક્ષેપઠારમાં જે ત્રણ બાબતને મુખ્ય ગણીને તેના નિક્ષેપો કરવામાં આવે છે તે છે–ઓધ, નામ, સુત્રાલાપક. શાસ્ત્રના પ્રકરણનું વિશેષ નામ ગમે તે હોય, પણ તેનું સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org