SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧].. જણાય છે કે સ્થાનાંગમાં ઉપક્રમ શબ્દ આવે છે અને ત્યાં તેનો અર્થ ઉપાયપૂર્વક આરંભ એવો થાય છે. ઉપક્રમના ત્રણ ભેદ–ધાર્મિક, અધામિક અને મિશ્ર, અથવા આત્માપક્રમ પરોપક્રમ અને ઉભયોપક્રમ છે (સ્થા. ૧૮૮). ઉપક્રમ શબ્દ અનુયોગમાં પણ આ અર્થને અનુસરે છે. અનુયોગઠારવણિત નામાદિનિક્ષેપોની ચર્ચા અંગે ભેદ એટલો છે કે ત્યાં દ્રવ્યને સ્થાને “અદેશ” શબ્દનો પ્રયોગ છે. અને “ભાવ” શબ્દનો પ્રયોગ ન કરતાં તે દ્વારા પ્રસ્તુતમાં વિવક્ષિત સર્વશબ્દનું નિરવશેષ' એવું તાત્પર્ય બતાવ્યું છે. સ્થાનાંગમાંથી એટલી માહિતી મળે છે કે તેમાં “સર્વ” શબ્દના નામાદિ ચાર ભેદો ચાર નિક્ષેપોને અનુસરીને છે (૨૯૯). નયોની બાબતમાં સમવાયાંગમાં જયાં દષ્ટિવાદના વિષયોની ચર્ચા છે ત્યાં દક્ટિવાદના એક ભેદ સત્રના નિરૂપણપ્રસંગે (સમર ૨૨. ૮૮, ૧૪૭) કેટલાક નિયોનો ઉલ્લેખ છે અને સ્થાનાંગ (સૂ૦ ૫૫૨)માં સાતે યોનાં નામ આપવામાં આવ્યાં છે. ભગવતીસૂત્રમાં દ્રવ્યર્થતા, ભાવાર્થતા (૭.૨.૨૭૩; ૧૪.૪.૫૧૨; ૧૮.૧૦), અશ્રુચ્છિત્તિનય, બુચ્છિત્તિનય (૭.૩.ર૭૯), વ્યાર્થતા, જ્ઞાન-દર્શનાર્થતા, પ્રદેશાર્થતા, ઉપયોગાર્થતા (૧.૮.૧૦), વ્યાર્થતા અને પર્યાય-(૧૪.૪.૫૧૨), સદ્ભાવપર્યાય—અસદ્ભાવપર્યાય અને આદેશ (૧૨.૧૦.૪૬૯), દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ આ ચાર (૨.૧.૯૦; ૫.૮.૨૨૨૦; ૧૧.૧૦.૪૨૦) ૧૪.૪.૫૧૩; ૨૦.૪), ઉપરાંત ગુણ (૨.૧૦), ભવ (૧૯.૯), સંસ્થાન (૧૪.૭) આ બધી બાબતોને લઈને વસ્તુવિચાર કરવામાં આવ્યો છે તે બતાવે છે કે ન વિચારણું અંગરચના કાળે પણ થતી હતી. અને એ બાબતમાં જૈન શ્રતમાં ઠીક ઠીક પ્રગતિ જોવામાં આવે છે. આ ઉપરાંત વ્યવહાર-નિશ્ચયનય દ્વારા પણ ભગવતીસૂત્રમાં વિચારણા થઈ છે (૧૮૬) એ બતાવે છે કે નયોની ચર્ચા ભગવાન મહાવીરના કાળથી થતી હતી.' આટલી અધૂરી માહિતીને આધારે પણ એમ નિઃશંક કહી શકાય છે કે ભગવાન મહાવીરના સમયથી જ સૂત્રની વ્યાખ્યા કરવાની પદ્ધતિનો–એક વિશેષ પ્રકારની પદ્ધતિનો—ક્રમિક વિકાસ થઈ રહ્યો હતો, જેનું પરિપકવ રૂપ આપણને અનુયોગદ્વારમાં જોવા મળે છે. અનુયોગદ્વાર સૂવે સ્વીકારેલી વ્યાખ્યા પદ્ધતિ જૈન આગમોની વ્યાખ્યાના પ્રાચીન પ્રકારને જાણવાનું એકમાત્ર સાધન અનુયોગઠારસૂત્ર છે. તેથી જે તેની વ્યાખ્યાપદ્ધતિનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવે તો આપણને સહજમાં એ ધ્યાનમાં આવે છે કે તે પછીના સમગ્ર જૈનાગમટીકાસાહિત્યમાં અનુયોગમાં અપનાવેલી પદ્ધતિનો કેવો આદર થયો છે? જૈન આગમની પ્રાચીન ચૂર્ણ ટીકાઓનો પ્રારંભનો ભાગ જોતાં સમજી શકાય છે કે તે સમગ્ર નિરૂપણમાં એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે અનુયોગદ્વારમાં છે. આ વસ્તુ કેવળ શ્વેતાંબરસંમત જૈન આગમોની ટીકાઓને લાગુ પડે છે એમ નથી, પરંતુ દિગંબરોએ પણ એ પદ્ધતિને અપનાવી છે એનો પુરાવો દિગબરસંમત ષખંડાગમ આદિ પ્રાચીન શાસ્ત્રોની ટીકાઓ પણ આપી જાય છે. આથી એક વાત તો નિશ્ચિત થાય છે કે આ પદ્ધતિનું પ્રચલન ઘણું પ્રાચીન કાળથી હશે અને તેથી જ તે પદ્ધતિ એક સરખી રીતે બન્ને સંપ્રદાયના આગમ અને આગમસમ ગ્રંથોની ટીકાઓમાં અપનાવવામાં આવી છે. હવે સંક્ષેપમાં આપણે જોઈએ કે અનુયોગદ્વારગત વ્યાખ્યા પદ્ધતિ કેવી છે– ૫. આ બાબતના વિસ્તાર માટે જુઓ-આગમયુગકા જૈનદર્શન' (દલસુખ માલવણ્યિા –પૃ૦ ૧૧૪થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy