SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૪૦]... તેમાં પ્રથમ દૃષ્ટાંત છે ગાય અને વાછડાનું. દૂધ દોહતી વખતે જો અન્ય ગાયનું વાં અન્ય ગાય સાથે જોડવામાં આવે તો ગાય દૂધ તો દેતી નથી, ઊલટું પ્રથમ દોહેલું દૂધ પણ લાતમારી ઢોળી નાખે છે અને દોહનારને પણ શરીરપીડા ઊભી કરે છે. તે જ પ્રમાણે જો વ્યાખ્યા કરતી વખતે એક દ્રવ્યના ધર્મો અન્ય દ્રવ્ય વિષે કહેવામાં આવે તો તેથી જીવાદિ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ સમજાતું નથી અને પરિણામે ચારિત્રરૂપ દૂધની પ્રાપ્તિ થતી નથી; ઉપરાંત, બુદ્ધિભેદ થતાં તે પૂર્વે જે ચરિત્રની પ્રાપ્તિ થઈ હોય તે પણ ગુમાવવી પડે છે અને પરિણામે શરીરમાં રોગાદિની પીડા પણ ઊભી થાય છે. અને છેવટે તે મોક્ષમાર્ગથી પણ ભ્રષ્ટ થાય છે. આ દ્રવ્યના અનનુયોગની બાબતમાં દૃષ્ટાંત છે; જ્યારે તેથી વિપરીત હોય એટલે કે જે ગાયનું જે વાં હોય તેને તે જ ગાય સાથે જોડવામાં આવે તો દૂધ મળે છે, તેમ જીવદ્રવ્યના ધર્મો જીવદ્રવ્યમાં અને અજીવ દ્રવ્યના ધર્મો અજીવ દ્રવ્યમાં વર્ણવવામાં આવે તો તે યથાર્થ વ્યાખ્યા થઈ ગણાય. આ દ્રવ્યના અનુયોગ વિષે દૃષ્ટાંત છે. —વિશેષા૰ ૧૪૧૧–૧૪૧૫. આ જ રીતે ક્ષેત્રના અનુયોગ અને અનનુયોગ વિષે કુબ્જાનું, કાલ વિષે એક સાધુના સ્વાધ્યાયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, વચન વિષે એ દષ્ટાંતો છે—અધિરોલ્લાપનું અને ગ્રામેયકનું; અને ભાવ વિષે શ્રાવકભાર્યાદિ સાત દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે તેનું વિવરણ મૃ॰ ભા॰ ગા॰ ૧૭૧ અને ૧૭ર ની વ્યાખ્યામાં છે. તથા વિશેષા॰ ની આચાર્ય શ્રી હેમચંદ્રકૃત વ્યાખ્યામાં છે.— વિશેષા॰ હેગા૦ ૧૪૧૮, અંગમાં અનુયોગની ચર્ચા અંગોનો જે પરિચય સમવાયાંગ અને નંદીમાં મળે છે, તેમાં સર્વત્ર આચારાંગ આદિના પરિચયને અંતે તે તે આચારાંગ આદિના · સંખ્યેય અનુયોગદ્દારો છે' તેવો ઉલ્લેખ મળે છે— સમવાયાંગ-સૂ૦ ૧૩૬--૧૪૭. તે સૂચવે છે કે પ્રાચીન કાળથી જ તે તે મૂળ સૂત્રની વ્યાખ્યાઓ કરવામાં આવી હતી. વળી, દૃષ્ટિવાદના મૂળ પાંચ વિભાગોમાં (મતાંતરે ચાર વિભાગ—સ્થા૦ ૨૬૨) ચોથો વિભાગ અનુયોગનો છે. અને તે અનુયોગના મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ—એવા એ ભેદ કરવામાં આવ્યા છે—સમ૦ ૧૪૭, નંદીસૂ॰ ૧૧૦; જ્યારે દિગંબર પરંપરા પ્રમાણે પઢમાણિયોગ—એ નામે દૃષ્ટિવાદનો તીજો ભેદ છે અને તેનો જે વિષય બતાવવામાં આવ્યો છે તે લગભગ એ જ છે જે સમવાય અને નંદીમાં અનુયોગનો છે (ધવલા ભાગ ૨, પ્રસ્તાવના પૃ. ૫૬) દૃષ્ટિવાદના પર્યાયોમાં પણ · અનુયોગગત ' એવો પર્યાય આપવામાં આવ્યો છે (સ્થા૦ ૭૪૨). સ્થાનાંગસૂત્ર (૭૨૭) માં દ્રવ્યાનુયોગના દશ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં તે પ્રકારોમાં દ્રવ્યની અનેક પ્રકારે સમજ આપવાનો પ્રયત્ન દેખાય છે. આ ખાભૂતમાં પ્રસ્તુત અનુયોગમાં કશું જ કહેવામાં આવ્યું નથી. તેનું કારણ એ જણાય છે કે અંગષ્ટિ દ્રવ્યાનુયોગ તે ચરણકરણાનુયોગ આદિ ચાર અનુયોગમાંના દ્રવ્યાનુયોગસંબંધી છે; જ્યારે પ્રસ્તુત અનુયોગમાં સમગ્રભાવે અનુયોગ-વ્યાખ્યાપ્રકારની ચર્ચા છે. તેમાં એકાર્થકાનુયોગ (સ્થા૦ ૭૨૭) જેવી બાબતનું અનુસરણ અનુયોગદ્વારમાં જ્યાં તે તે શબ્દના પર્યાયો આપ્યા છે તેમાં જોવા મળે છે. તે ઉપરથી એમ કહી શકાય કે પર્યાયનિર્દેશ એ પણ અનુયોગનું એક અંગ (અનુ॰ સૂ૦ ૨૯, ૫૧, ૭૨) મનાયું છે અને તે પદ્ધતિનું અનુસરણ પ્રાચીન કાળમાં પણ થતું હશે, જે આપણને દ્રવ્યાનુયોગના ભેદોમાં તીજા ભેદ રૂપે સ્થાનાંગમાં નિષ્ટિ મળે છે. અનુયોગદ્દારની ઉપક્રમ આદિ મૂળ ચાર દ્વારની સામગ્રી અંગશ્રુતમાં છે કે નહિ તે તપાસતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy