________________
[૩૫]. ભલે સમગ્ર ગ્રંથની વ્યાખ્યા ન હોય અને માત્ર ગ્રંથના નામનાં પદોની જ વ્યાખ્યા હોય, પણ ખરી રીતે વ્યાખ્યાની જે પદ્ધતિ તેમાં અનુસરવામાં આવી છે તે જ સમગ્ર આગમોની વ્યાખ્યામાં અપનાવવામાં આવી છે. એમ પણ કહી શકાય કે આવશ્યકની વ્યાખ્યા કરવાને બહાને ગ્રંથકારે તેમાં સમગ્ર આગમોને સમજવાની ચાવી મૂકી દીધી છે. આચાર્ય જિનભદ્ર પોતાના વિશેષાવેશ્યકભાષ્યમાં માત્ર આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકની જ વ્યાખ્યા કરી છે. પણ તે વ્યાખ્યા પરંપરાએ પ્રસ્તુત અનુયોગની પણ છે. તેના મહત્વ વિષે તેમણે પોતાના ભાષ્યમાં કહ્યું છે–
सव्वाणुयोगमूलं भासं सामाइयस्स सोतूणं ।
होति परिकम्मियमती जोग्गो सेसाणुयोगस्स ।। અર્થાત–સર્વ અનુયોગના મૂળ જેવું આ સામાયિકનું ભાષ્ય સાંભળીને શ્રોતાની બુદ્ધિનો સંસ્કાર થાય છે અને તે બાકીના અનુયોગને સમજી શકવા સમર્થ બને છે.
આમ આ અનુયોગનું મહત્વ હોઈ અનુયોગદ્વાર સત્રને નંદીસૂત્ર સાથે પ્રથમ ભાગમાં લેવામાં આવ્યું છે.
અનુયોગ શબ્દનો અર્થ આચાર્ય શ્રી જિનભદ્ર ગણિએ અનુયોગ શબ્દની સમજ આ પ્રમાણે આપી છે–
अणुयोजणमणुयोगो सुतस्स णियएण जमभिधेयेणं ।
वावारो वा जोगो जो अणुरूवोऽणुकूलो वा ॥८३६ ॥ અg૦ RTI માદ-૩મનુયોર તિ જ રદ્ધા? – કૃતજી સ્વૈનાર્થેન મનુયોગમનુયો! અથવા [ગળો –] સૂઝચ સ્વામિયવ્યાપારી યોજના અનુભવોડનુ [૧] વોડનુયોર ૮રૂદ્દો
अधवा जमत्थतो थोव पच्छमावेहि सुतमणुं तस्स ।
अभिधेये वावारो जोगो तेणं व संबंधो ॥ ८३७॥ अध० गाहा । अथवाऽर्थतः पश्चादभिधानात् स्तोकत्वाच्च सूत्रम् अनु, तस्यामिधेयेन योजनमनुयोगः । अणुनो वा योगोऽणुयोगः, अभिधेयव्यापार इत्यर्थः ॥८३७॥ ।
–ોવત્તવૃત્તિ-વિરોધ આનો સારાંશ એ છે કે શ્રત = શબ્દનો તેના અર્થ સાથે યોગ તે અનુયોગ. અથવા સૂત્રનો પોતાના અર્થ વિષે જે અનુરૂપ કે અનુકૂળ વ્યાપાર તે અનુયોગ. એટલે શબ્દનો કે સૂત્રનો યથાયોગ્ય અર્થ કરી આપવાની પ્રક્રિયા તે અનુયોગ છે. અનુયોગ શબ્દનું પ્રાકૃતરૂ૫ ગg + યોગ છે. અણુ શબ્દનો અર્થ સ્તોક-થોડું એવો થાય અને અનુ એટલે પશ્ચાત પણ થાય. સૂત્ર = શબ્દ અર્થ કરતાં અણુ = સ્તો કરે છે તેથી તે અણુ કહેવાય અને વક્તાના મનમાં અર્થ પ્રથમ આવે છે અને પછી તેના પ્રતિપાદક શબ્દનો પ્રયોગ થાય છે અથવા કહો કે ભગવાન મહાવીરે પ્રથમ અર્થનો ઉપદેશ આપ્યો અને પછી ગણધરે સૂત્રરચના કરી એટલે સૂત્ર = શબ્દ અર્થથી પશ્ચાત-પછી છે આથી સત્ર અનુ કહેવાય. અને એ અનુ = શબ્દનો અર્થ સાથે યોગ તે અનુયોગ અથવા અનુ = અણુ = સત્રનો જે
૩. “ તુ વનાવિન્ય તત્વો હેમ-અને કાર્યસંગ્રહ ૨, ૪૮૧
૮ સૂત્રે સૂ —” અભિધાનચિંતામણિ-૨૫૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org