SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬].. વ્યાપાર = અર્થપ્રતિપાદન તે અનુયોગ કહેવાય. તાત્પર્ય એટલું જ છે કે શબ્દની વ્યાખ્યા કરવાની પ્રક્રિયા તે અનુયોગ છે. આ જ વસ્તુનું સમર્થન બૃહત્કલ્પભાષ્યમાં પણ અનુયોગની વ્યાખ્યામાં (બ. ભા. ગા. ૧૯૦–૧૯૩) કરવામાં આવ્યું છે. તેમાં શિષ્યની શંકા છે કે શબ્દ કરતાં અર્થનું બહુત્વ કેમ મનાય ? જેમ પેટીમાં ભરવાની ચીજો કરતાં પેટી મોટી હોય તેમ પેટી જેવું સૂત્ર છે તો તે અર્થથી અણુ કેમ? વળી, પ્રથમ શબ્દ અને પછી તેનો અર્થ છે, કારણ, સૂત્ર વિના અર્થ કોનો? લોકમાં પણ પ્રથમ સત્ર જ મનાય છે અને પછી તેનો અર્થ વૃત્તિ-વાતિક આદિપે છે. આના ઉત્તરમાં આચાર્યે જણાવ્યું છે કે – अत्थं भासइ अरिहा तमेव सुत्तीकरेंति गणधारी । अत्थं च विणा सुत्तं अणिस्सियं केरिसं होज्जा १ ॥ १९३॥ વળી, ટીકાકારે ખુલાસો કર્યો છે કે પેટીને એમાં ભરવાની વસ્તુ કરતાં મોટી કહી તે પણ બરાબર નથી, કારણ કે એ જ પેટીમાં વસ્ત્ર ભર્યો હોય તો એકાદ તેમાંથી કાઢીને અનેક પેટીઓને તે વડે બાંધી શકાય છે. તેમ એકાદ અર્થને આધારે અનેક સૂત્રોની રચના થઈ શકે છે. તેથી સૂત્ર કરતાં અર્થની મહત્તા છે જ. યદ્યપિ ભર્તુહરિએ “સર્વ જે પ્રતિષ્ઠિતમ્' (વા. ૧-૧૨૪) કહીને શબ્દનું માહાસ્ય વધાર્યું છે; પણ નિરૂક્તના ટીકાકાર દુર્ગે ઠીક જ કહ્યું છે કે અર્થ એ પ્રધાન છે અને શબ્દ તો અર્થ માટે છે—“ અર્થો ઢિ પ્રધાન, તટૂઃ રાજ” પૃ. ૨ અને વ્યાકરણથી શબ્દના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પણ નિરક્તથી તો તેના અર્થના નિર્વચનનું પરિસાન થાય છે–“યથા અક્ષરજ્ઞાન સર્વશષ વ્યવI, gવં શબ્દાર્થનિર્વવન વિજ્ઞાન નિત્”——g. ૩. અને જ્યાં સુધી શબ્દાર્થનું નિર્વચન થયું ન હોય ત્યાંસુધી તેની વ્યાખ્યા સંભવતી નથી.–“ન જાનિ મન્ના થાક્યાતવ્ય ઇતિ” . ૨, માટે નિરુત એ વ્યાકરણાદિ બધાં અંગોમાં પ્રધાન છે. વેદના અર્થો સંભવે જ નહિ એવો એક પક્ષ હતો તેનું નિરાકરણ નિરુક્તકારે કર્યું છે અને વેદના અર્થોનું નિરૂપણ કર્યું છે (નિરુક્ત, દુર્ગ ટીકા-પૃ. ૮૬, ૯૨). વેદની વ્યાખ્યામાં નિરુક્ત જે ભાગ ભજવે છે તેવો જ ભાગ જૈન આગમની વ્યાખ્યામાં નિકિત ભજવે છે. શબ્દોનું નિર્વચન કરવામાં નિરુત કે નિયુક્તિમાં એક જ બાબતનું મુખ્ય ધ્યાન રાખવામાં આવ્યું છે કે અભિપ્રેત અર્થને તે તે શબ્દના નિર્વચનદ્વારા સિદ્ધ કરવો. અનુયોગના પર્યાય સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ અનુયોગના પર્યાયો નીચેની ગાથામાં જણાવ્યા છે– अणुयोगो अणियोगो भास विभासा य वत्तियं चेव । एते अणुओगस्स तु णामा एगढिया पंच ॥ (માવ૦ નિ ૦ ૨૬, વિરો૨૨૮૨, ૦૨૮૭) અર્થાત અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાતિક એ પર્યાયો છે. અને તે બધાનું વિવરણ ૪. “અણયોગનું પાંતર “અણિયોગ” એવું પણ મળે છે–વિશેષા, સ્વોગા. ૧૭૬૧. તથા ધવલામાં ઉદ્ધત પ્રસ્તુત ગાથામાં પણ બાળકોના પાઠ છે. ધવલા, ભા. ૧, પૃ. ૧૫૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy