________________
...[૩૦]... આવશ્યકનિર્યુક્તિમાં જો કે આભિનિબોધિક જ્ઞાન પ્રસંગે મૃતનિશ્રિત-અકૃતનિશ્રિતની ચર્ચા નથી. પણ આગળ જઈનમસ્કારનિયુક્તિપ્રસંગે સિદ્ધપદની નિર્યુક્તિમાં કર્મસિદ્ધ આદિરૂપે સિદ્ધના
અગિયાર ભેદો ગણાવ્યા છે (આવશ્યકનિકિત ગાઇ ૯૨૧). તેમાં એક નવમો ભેદ અભિપ્રાયસિદ્ધનામે પણ છે. અહીં અભિપ્રાયનો અર્થ બુદ્ધિ સમજવાનો છે, કારણ કે નિર્યુક્તિમાં જ તે બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે–“અમિષાનો દ્વિપનામો” (આવશ્યકનિર્યુક્તિ ગાઇ ૯૩૦) અને પછી તે બુદ્ધિસિદ્ધ વિષે જણાવ્યું છે–
विउला विमला सुहुमा जस्स मई जो चउन्विहाए वा । बुद्धीए संपन्नो स बुद्धिसिद्धो इमा सा य॥
આવશ્યકનિયુક્તિ ગાથા ૯૩૧ “જેની બુદ્ધિ વિપુલ છે, વિમળ છે, સૂક્ષ્મ છે તે બુદ્ધિસિદ્ધ કહેવાય અથવા તો જે ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોય તે બુદ્ધિસિદ્ધ કહેવાય. અને તે આ પ્રમાણે છે”—
આમ કહીને ત્પત્તિકી આદિ ચારે બુદ્ધિઓ ગણાવી છે અને તેનું સદષ્ટાન્ત વિવરણ પણ કર્યું છે. અને તેમાં જે ગાથાઓ (આવશ્યક નિર્યુક્તિ ૯૩૨-૯૪૫) છે તે જ ક્રમે પ્રસ્તુમાં નંદીસૂત્રમાં લઈ લેવામાં આવી છે. (નંદી ગાવ ૫૮–૭૧) આથી સ્પષ્ટ છે કે નંદીકાર અહીં આવશ્યક નિર્યુક્તિનું બુદ્ધિવર્ણન શબ્દશઃ સ્વીકારી લે છે. એટલું જ નહિ પણ મતિજ્ઞાનના વિવરણમાં તેની સંયોજના પણ કરી લે છે અને તેથી મતિજ્ઞાનના વિવરણમાં તેમ કરવામાં જે મુશ્કેલી ઊભી થતી હતી અને પરંપરા પ્રમાણે જે વિવરણ ચાલ્યું આવતું હતું તેને તેમનું તેમ રહેવા દઈ મતિજ્ઞાનના મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત એવા બે ભેદ પાડીને અમૃતનિશ્રિતમાં ઔત્પત્તિકી આદિ ચારેય બુદ્ધિઓનો સમાવેશ કરી લીધો છે.
આભિનિબોધિક જ્ઞાનની ચર્ચાનું સમાપન કરીને નદીમાં ચર્ચાનો સાર બતાવતી જે ગાથાઓ (૭૨–૭૭) મૂકવામાં આવી છે તે આવશ્યકનિયુક્તિગત જ્ઞાનચર્ચાની પ્રારંભિક ગાથાઓ (૨-૬ અને ૧૨) છે. એટલે તે પણ આવશ્યકનિયુક્તિમાંથી લેવામાં આવી છે એ સ્પષ્ટ છે.
અનક્ષશ્રુતના ભેદોની ગણના નંદીસૂત્ર (ગાથા ૭૮)માં આવશ્યકનિયુક્તિની જ ગાથા ૨૦ મી મૂકીને જ કરવામાં આવી છે.
ચૌદ પૂની વસ્તુની સંખ્યા અને ચૂલિકાઓની સંખ્યાદર્શક ગાથા (૭૯-૮૧) વિષે જે કે નંદીકારે તે સંગ્રહણીગાથા છે એવો નિર્દેશ નથી કર્યો, પણ તે સંગ્રહણીગાથા હોવી જોઈએ. નિંદી ગાથા ૮૨ મી ને તો નંદીકાર સ્વયં સંગ્રહણીગાથા કહે જ છે.
આવી સંગ્રહણીઓ અભ્યાસી પોતાના સમરણમાં સહાયક બને તે ખાતર રચતા હતા. કેટલીક વાર સ્વયે ગ્રંથકાર પણ આવા સંગ્રહ શ્લોકો બનાવીને પ્રકરણના પ્રારંભમાં કે અંતમાં મૂકતા તેવું અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. અને એમ પણ બનતું કે એવા સંગ્રહશ્લોકો અન્ય ગ્રંથોમાંથી ઉપયોગ પ્રમાણે લઈને પોતાના ગ્રંથમાં સમાવી પણ લેવામાં આવતા. એ જ પ્રક્રિયા નંદીમાં પણ અપનાવવામાં આવી છે.
નંદીસૂત્રના અંતે જે ગાથાઓ (૮૩-૮૭) મૂકવામાં આવી છે તે પણ આવશ્યક નિર્યુક્તિમાંથી જ લેવામાં આવી છે–આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૪. પ્રસ્તુતમાં અનુક્રુત આવશ્યકનિયુકિતની ગાથા ૨૦ આ પૂર્વે નંદીમાં ૭૮ મી ગાથા તરીકે ઉદ્ધત થયેલી જ છે. તેથી તેને વચ્ચેથી અહીં છોડી દેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org