SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૩૧]... આમ આપણે જોઈ શકીએ છીએ કે નંદીસૂત્રના નિર્માણમાં શ્રી દેવવાચક આવશ્યકનિર્યુક્તિની સામગ્રીનો પૂરો ઉલ્લેખ કર્યો છે. આવશ્યકનિયુક્તિ આદિ નિર્યુક્તિઓ જે રૂપમાં આજે મળે છે તે રૂપનું સંકલન આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયે કર્યું હોય એવો પૂરો સંભવ છે, પણ એનો અર્થ એવો નથી કે તેમાં આવતી ખધી ગાથાઓની રચના આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયની જ રચના છે. એટલે એમ માની શકાય કે પ્રસ્તુત નંદીમાં આવતી નિયુક્તિગાથાઓ એ પરંપરાપ્રાપ્ત ગાથાઓ છે. નંદીસૂત્રના કર્તા –દૂષ્યગણના શિષ્ય દેવવાચક નંદીસૂત્રમાં અપાયેલ સ્થવિરાવલીમાં અંતિમનામ દૂસગણિનું છે. અને તેમના એક વિશેષરૂપે કહ્યું છે— પદ્મદ્ મઘુરવાળિ’ અર્થાત્ જેઓ પ્રકૃતિથી મધુરભાષી છે—એ બતાવે છે કે લેખકને ગણિનો સાક્ષાત્ પરિચય છે. એ વસ્તુની પુષ્ટિ નંદીસૂત્રની ચૂર્ણિથી પણ થાય છે. તેમાં ચૂર્ણિકાર સ્પષ્ટ લખે છે કે ‘ટૂનિસીમો મેવવાયો ' (રૃ. ૨૩ P.T.S.)— અર્થાત્ દેવવાચક દૃષ્યગણના શિષ્ય હતા. આમ ચૂર્ણિથી જ સર્વપ્રથમ આપણે દેવવાચકનું નામ જાણીએ છીએ, જેમણે નંદીસૂત્રની રચના કરી છે. લેખકે નંદીમાં અંતે દૃષ્યગણને વંદના કરી હતી તેથી તેના લેખક દૃષ્યગણના શિષ્ય હશે એવું અનુમાન સહજે થાય છે; અને તેનું સમર્થન કરવા ઉપરાંત તેમનું નામ દેવવાચક હતું એટલી વિશેષ માહિતી ચૂર્ણિકાર આપે છે. નદીસૂત્રકાર દેવવાચક અને આગમોને પુસ્તકાઢ કરનાર દેવર્ષિના નામસામ્યને લઈ ને વિક્રમના તેરમા શતકમાં થએલ આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિ આદિએ બન્નેને એક જણાવ્યા છે. અને એ વસ્તુનું સમર્થન પૂ. પં. શ્રી કલ્યાણવિજયજી પણ કરે છે. કપસ્થવિરાવલિ અને નંદીસ્થવિરાવલિને જુદી જુદી દષ્ટિએ લખાયેલ સ્થવિરાવલિ માનીને—એટલે કે યુગપ્રધાન સ્થવિરાવલિ નંદીમાં આપવામાં આવી છે અને ગુર્વાવલિ કલ્પસૂત્રમાં આપવામાં આવી છે એમ સ્વીકારીને—તેઓ પોતાના મતની પુષ્ટિ કરે છે. ૧૨ પરંતુ તેમણે નિર્દેશલ બધાયે પ્રમાણોથી પ્રાચીન પ્રમાણ નંદી ચૂર્ણિનું છે અને તેમાં તો દૂસગણિના શિષ્ય દેવવાચક છે તેમ સ્પષ્ટ લખેલ હવે જો કલ્પસૂત્રમાં ગુર્વાલિ આપવામાં આવી છે એ વસ્તુ પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી સ્વીકારતા હોય તો તેમાં દેવર્ષિના ગુરુનું નામ આર્ય સાંડિલ્ય છે. ચૂર્ણિમાં દેવવાચકને સ્પષ્ટ રીતે દૂસગણિના શિષ્ય કહ્યા છે. આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે દૂસણના શિષ્ય દેવવાચક અને આર્ય સાંડિલ્યના શિષ્ય દેવ એ અન્ને એક નહિં પણ જુદા જ આચાર્યો હોવા જોઈ એ. સમગ્ર ચર્ચા કરતી વખતે ચૂર્ણિનો ઉલ્લેખ શ્રી કલ્યાણવિજયજી સમક્ષ હતો નહિ. તેથી તે કાળની ઉપલબ્ધ સામગ્રીને આધારે તેમણે જે નિર્ણય કર્યો છે તે અત્યારે વિચારણીય ઠરે છે. અને અમારા મતે તો તે બન્ને જુદા હોય એમ જણાય છે. આથી જ કલ્પ અને નંદીસૂત્રની સ્થવિરાવલીમાં પણ ભેદ છે. અન્યથા એક જ વ્યક્તિ જુદી જુદી રીતે સ્થવિરાવલિ લખે અને તે પણ પોતાના જ ગ્રંથોના પ્રારંભમાં—એમ બનવું સંભવ નથી. અને જો તેમ કરે તો એ જુદાપણાનાં કારણો સ્પષ્ટ દર્શાવ્યા વિના રહે પણ નહિ. એવું કશું આમાં નથી. બન્ને ગ્રંથોની વસ્તુ પરંપરાથી જ પ્રાપ્ત છે તો તેવી પરંપરા પ્રાપ્ત કરનાર જો એક જ હોય તો પરંપરાભેદ સંભવે નહિ. ભેદ છે એથી સ્પષ્ટ થાય છે કે પરંપરા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ જુદી હતી અને તેમની ગુરુપરંપરા પણ જુદી હતી. ૧૨. વીનિર્વાંગસંવત્ ઔર નૈનાળના, પૃ૦ ૧૧૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy