________________
[૨૭]... ભાષ્યના પાઠમાં અરછેદ પદ વધારે છે. છતાં પંચકલ્પભાષ્યની આ બે ગાથાઓના પૂવની ઉસ્થાનિકારૂપ ગાથાના અંતમાં “વસે તુ સનસે વોછીની તાળનારું તુ’ આ કથનને આધારે તથા પંચક૯૫ભાગ્યની ઉપર જણાવેલી બે ગાથાઓ પૈકીની બીજી ગાથાના અંતમાં આવતા “ર્વસ મg Oામ' આ વક્તવ્યના આધારે પણ એટલું તો ચોક્કસ જ છે કે પંચકલ્પભાધ્યકારને અનુજ્ઞાશબ્દના એકાર્થક નામોની સંખ્યા વિના જ અભીષ્ટ છે. આથી પંચક૫મહાભાષ્ય અને તેની ચૂર્ણિમાં જણાવેલાં ઉપરનાં એકવીસ નામો પૈકીનાં કયાં બે નામ પંચકલ્પભાધ્યકારને મતે એકનામરૂપ હશે? તેનો ગુરુગમ પંચકલ્પમહાભાષ્યકાર આદિના સામે નથી. જૈનાગમ સાહિત્યમાં જે કોઈનામનાં એકાર્થક નામોની સંખ્યા જણાવવામાં આવે છે તેમાં તે તે મુખ્ય નામને ગણુને જ કુલસંખ્યા જણાવાઈ છે, તેથી અહીં અનુજ્ઞાનાં એકવીસ એકાર્થક નામોમાંથી અનુજ્ઞાને બાદ કરીને શેષ વીસ કાર્યક નામો હોવાનું પ્રતિપાદન કરવું તે સમગ્ર પરંપરાથી ઉપરવટ થઈને કરવા જેવું છે. આથી જ શ્રીચંદ્રસૂરિજીનું “તેષ ૨ પાનામર્થ: કwવાયામાવાન્નો ” આ. વાક્ય સૂચક અને યથાર્થ લાગે છે. | સર્વ આગમોના અધ્યયનના પ્રારંભમાં જે પ્રકારે નંદીનો મંગલ રૂપે ઉપયોગ કરવામાં આવે છે તે પ્રકારનું નંદીનું સંક્ષિપ્ત રૂપ યોગનંદીમાં આપવામાં આવ્યું છે. સાર એ છે કે જ્ઞાનના આભિનિબોધિક આદિ પાંચ પ્રકારો છે તેમાંથી માત્ર શ્રુતજ્ઞાનના ઉદ્દેશાદિ થાય છે, અર્થાત્ શ્રતનું જ અધ્યયન-અધ્યાપન થઈ શકે છે. અને શ્રુતમાં પણ જે શ્રતના ઉદ્દેશાદિ કરવાના હોય તેનો સંબંધ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સાથે બતાવીને તેના ઉદ્દેશાદિ થાય છે એમ સંબંધ જોડવામાં આવ્યો છે. આ પ્રસંગે આ યોગનંદીમાં પાંચ જ્ઞાનનાં નામ ગણાવી શ્રુતમાં બાર આચારસદિ અંગો અને અંગબાહ્યમાં કાલિકમાં અંતર્ગત ઉત્તરાધ્યયન આદિ ૩૯ ઉકાલિકમાં અંતર્ગત દશવૈકાલિક આદિ ૩૧ આવશ્યક વ્યતિરિક્ત અને સામાયિકાદિ ૬ આવશ્યક શ્રતનો સમાવેશ છે, એમ નિર્દિષ્ટ છે. આ પ્રકારે યોગનંદી એટલે શ્રીદેવવાચકકૃત નંદીસૂત્રનો સંક્ષેપ.
આ નંદીમાં યોગશબ્દ પ્રારંભમાં મૂકવામાં આવ્યો છે અને તેને યોગનંદી એવું જે નામ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શ્રુતના અભ્યાસનો પ્રારંભ યોગ વિના એટલે કે તપસ્યા વિના થતો નથી. એટલે શ્રત નિમિત્તે જે યોગવિધિ કરવાની હોય છે તેના પ્રારંભમાં જ આ નદીના પાઠનો ઉપયોગ થતો હોઈ તેને યોગનંદી જેવું સાર્થક નામ આપવામાં આવ્યું છે.
નંદીસૂત્રનો આધાર
નિંદીસૂત્ર એ અંગબાહ્ય હોઈ તેની રચનાનો આધાર તેથી પ્રાચીન અંગ અને અંગબાહ્ય ગ્રંથમાં શોધવો રહ્યો. સ્થાનકવાસી વર્ધમાન જૈન સંઘના આચાર્ય આત્મારામજીએ નંદીસૂત્રનો હિંદી અનુવાદ પ્રકાશિત કર્યો છે. તેને અંતે તેમણે પરિશિષ્ટ ૧માં નંદીપૂર્વના આગમોના પાઠો આપીને આધારભૂત સામગ્રીની નોંધ કરી છે એટલે તે વિષે અહીં વિશેષ લખવું નથી. તેમાં તેમણે સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, અને અનુયોગના પાઠો આપ્યા છે, જેને તેઓ નંદીની રચનામાં આધારભૂત ગણે છે. વિશેષ જિજ્ઞાસુઓને ઉપરોક્ત સ્થળ જોવા ભલામણ કરીએ છીએ.
૭. ભગવતીમાં “ન નંદી” (શતક ૨૫, ઉ. ૩) એવો ઉલ્લેખ છે, પણ તે તો આગામો ગ્રંથસ્થ થયા તે કાળે
સંક્ષેપ અભીષ્ટ હોઈ અને તે વિષયનો યથાવત વિસ્તાર નંદીમાં હોઈ તેની ભલામણ કરી દેવામાં આવી છે એમ માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org