________________
[૫]... અનેક કલ્પોમાંનો એક કલ્પ અનુજ્ઞાકલ્પ છે અને તેનું વિશેષ વિવરણ પંચકલ્પભાષ્ય અને તેની ચૂર્ણિમાં મળે છે.
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સ્વયં અનુજ્ઞાનંદીમાં લોકોત્તર દ્રવ્યાનુજ્ઞાના વર્ણનપ્રસંગે સચિત્ત એટલે કે ચેતનદ્રવ્યરૂપ શિષ્ય-શિષ્યાઓની અને અચિત્ત એટલે કે અચેતન વસ્ત્રાદિની અનુજ્ઞાની ચર્ચા ઉપરાંત ભાવાનુજ્ઞામાં આચારાંગ આદિ મુતની અનુજ્ઞાની પણ ચર્ચા છે. પણ તેમાંથી માત્ર આચાર્યપદના દાનપ્રસંગને જ મહત્ત્વ આપી આ લઘુનંદીનો ઉપયોગ હાલમાં માત્ર લોકોત્તર દ્રવ્યાનુજ્ઞા પૂરતો મર્યાદિત થઈ ગયો છે, અર્થાત કોઈ શિષ્યને આચાર્ય જ્યારે શિષ્ય-શિષ્યા બનાવવાની છુટ આપે છે–એટલે તેને આચાર્ય પદવી આપે છે તે પૂરતો તેમ જ યોગક્રિયા કરાવવા પૂરતો પ્રસ્તુત લઘુનંદીનો ઉપયોગ મર્યાદિત થઈ ગયો છે. આવું ક્યારથી બન્યું તે કહી શકાય તેમ નથી. આચાર્ય શ્રીચન્ટે તેમની અનુજ્ઞાનંદીની ટીકામાં અનુજ્ઞાનાં જે રીતે ૨૦ નામો નોંધ્યાં છે તે પ્રમાણે પ્રસ્તુત અનુત્તાનંદીમાં આપ્યાં છે. ટીકામાં આચાર્ય શ્રીચન્દ્ર જણાવે છે કે “ત્તેિષાં નામ: સમ્રામાવાનોચ–અર્થાત એ વીસ પદોનો અર્થ અમને ગુરૂગમના અભાવથી પ્રાપ્ત નથી માટે અહીં નથી જણાવ્યો.
અનુક્સાનાં એકીર્થક નામને દર્શાવતી અનુજ્ઞાનંદિગત બે ગાથાઓ (પૃ. ૫૩), પંચકલ્પભામાં અનુજ્ઞાકલ્પાધિકારમાં પણ આવે છે. પંચક૯પભાષ્યગત પ્રસ્તુત ગાથાઓમાં થોડો ભેદ છે તેથી તે. બે ગાથાઓ નીચે આપીએ છીએ :
अणुण्णा उण्णमणी णमण णामणी
ठवणा पभवे पभावण वितारे। तदुभयहिय मज्जाता कप्पे मग्गे य णाए य ।। संगह संवर निज्जर थिरकरणमछेदजीव(य)बुद्धिपयं । पयपवरं चेव तहा वीस अणुण्णाइ णामाई ॥
–વેપ, પૃ. ૨૨૬ ઉપરની પંચકલ્પભાષ્યની બે ગાથાઓની પંચક૫મહાભાષ્યમાં અને પંચકલ્પચૂર્ણિમાં જે વ્યાખ્યા કરી છે તેની સમજુતી નીચે પ્રમાણે છે:
૧. અનુજ્ઞા? એટલે આચાર્યદ્વારા જે બાબતમાં રવીકૃતિ કે મંજૂરી મળે તે, સામાન્ય રીતે અનુજ્ઞાનું પ્રવર્તન ઋષભદેવે તેમના ગણધર ઋષભસેનથી શરૂ કર્યું છે. એટલે કે તેમણે એ મંજૂર કર્યું કે ઋષભસેન આચાર્ય બને અને પોતાના શિષ્યોને આગમની વાચના વગેરે આપે. આમ અનુજ્ઞા આપવાની પરંપરા ચાલી.
૨. ઉન્નમની અનુજ્ઞા એ ઉન્નમની પણ કહેવાય, કારણ કે તે પ્રસંગે આચાર્યાદિને ઊભા થઈ વદન કરવાનું હોય છે.
૩. નમનઃ અનુજ્ઞા જેને મળી હોય તેને પૃહી અને એમણ પ્રણિપાત નમન કરે છે. તેથી તે નમની કહેવાય.
૪. નામની અનુજ્ઞા શ્રત અને ચારિત્ર ધર્મમાં પ્રવેશ કરાવે છે, માટે તે નામની કહેવાય.
૫. સ્થાપના : અનુજ્ઞાને જે મેળવે છે તેની આચાર્ય રૂપે સ્થાપના થતી હોય છે તેથી અનુજ્ઞા સ્થાપના કહેવાય છે. અર્થાત અનુજ્ઞા જેણે પ્રાપ્ત કરી હોય તે શિષ્યસંપત વધારી શકે છે અને શિષ્યોને આચારધર્મ તથા મૃતધર્મમાં સ્થિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org