________________
પ્રકાશકીય નિવેદન
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે બધા મૂળ જૈન પવિત્ર આગમસૂત્રોને પ્રકાશિત કરવા માટે “જને આગમ ગ્રંથમાળા’ની મોટી યોજના હાથ ધરેલ છે. એ યોજના પ્રમાણે નંદિસૂત્ર તથા અનુયોગદ્વારસૂત્રને સમાવતો પહેલો ગ્રંથ પ્રકાશિત કરતાં અમે ખૂબ આલાદની લાગણી અનુભવીએ છીએ.
સને ૧૯૬૦ની વાત છે. અમારામાંના એક, શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને, પોતાના વ્યવસાય નિમિત્તે. વિલાયત જવાનું થતાં તેઓ તે વખતે લંડન યુનિવર્સિટીમાં બૌદ્ધ દર્શનના પ્રાધ્યાપક તરીકે કામ કરતા ડૉ. પદ્મનાભજી જેનીને ખાસ મળવા ગયા. એમનો મુખ્ય હેતુ વિલાયતમાં જૈન સાહિત્યના અધ્યયન-અધ્યાપન તેમ જ સંશોધન પ્રકાશનને લગતી તેમ જ લંડન યુનિવર્સિટીમાં જેન અધ્યયનપીઠ (chair) સ્થાપવાની શક્યતા તથા ઉપયોગિતાને લગતી કેટલીક વાતચીત શ્રી પદ્મનાભજી સાથે કરવાનો હતો. શ્રી જૈની અગાઉ એમના અમદાવાદના વસવાટ દરમ્યાન અમુક વખત માટે વિદ્યાલયમાં રહ્યા હતા અને એમણે વિદ્યાલયના વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરાવ્યો હતો. આથી શ્રી ચંદુભાઈ તથા વિદ્યાલયના અન્ય સંચાલકો એમનાથી સુપરિચિત છે.
આ મુલાકાત દરમ્યાન છે. જેનીએ આવી અધ્યયનપીઠ(chair)ની સ્થાપના કરતાં પહેલાં જૈન વિદ્યા (Jainology)ના અધ્યયન-અધ્યાપન તેમ જ સંશોધન-સંપાદનમાં ઉપયોગી થઈ શકે એ પ્રકારના જેનધર્મ અને દર્શનના ગ્રંથોની સુસંપાદિત (critical) આવૃત્તિઓ પ્રગટ કરવાની જરૂર ઉપર ભાર આપતાં કહ્યું કે બૌદ્ધ ધર્મના તથા દર્શનના બધા ત્રિપિટકો તેમ જ અન્ય ગ્રંથોની જે રીતે સુસંશોધિત-સુસંપાદિત (critical) આવૃત્તિઓ પ્રગટ કરવામાં આવી છે, એ રીતે જ જૈનધર્મ અને દર્શનના બધા આગમો તેમ જ અન્ય ગ્રંથોની સુસંપાદિત (critical) આવૃત્તિઓ પ્રગટ કરવામાં આવે તો વિદેશમાં જૈન સાહિત્યના અધ્યયન-અધ્યાપનને તેમ જ સંશોધન-સંપાદનને વેગ મળી શકે. અત્યારે પરદેશના વિદ્વાનોની જિજ્ઞાસા આ ક્ષેત્રમાં કામ કરવાની ઘણી છે; એટલે જૈન ગ્રંથોની—ખાસ કરીને આગમો તથા બધા આગમિક સાહિત્યની–આવી આવૃત્તિઓ પ્રગટ કરીને એનો લાભ લઈ લેવો જોઈએ. ડૉ. જૈનીએ પોતાની આ વાતચીત દરમ્યાન જૈન આગમોના પ્રકાશન ઉપર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે કંઈ જૈન આગમ સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું છે તેમાંનું બહુ જ ઓછું સંશોધનની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધિતસંપાદિત કરવામાં આવ્યું છે એટલે એમાં શબ્દસૂચી, અન્ય ઉપયોગી પરિશિષ્ટો, વિસ્તૃત પ્રસ્તાવના, વિષયસૂચી વગેરે નહીં હોવાને કારણે કૉલેજોમાં, યુનિવર્સિટીઓમાં તેમ જ પ્રાચ્ય વિદ્યાના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન તથા સંશોધનનું કામ કરતી શોધસંસ્થાઓમાં વિદ્વાનો એનો બહુ જ ઓછો ઉપયોગ કરી શકે છે.
છે. જેનીની આ વાત શ્રી ચંદુભાઈને મનમાં બરાબર વસી ગઈ. એમણે વિચાર્યું, આ દિશામાં વધુ નહીં તો છેવટે પવિત્ર મૂળ જૈન આગમોને પ્રકાશિત કરવાનું કામ જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય હાથ ધરે તોપણ વિદ્યાલય દ્વારા સાહિત્ય-પ્રકાશનનું એક ઉપયોગી અને જરૂરી કાર્ય થયું લેખાય. વિદ્યાલયના ઉદ્દેશમાં જૈન સાહિત્યના પ્રકાશનકાર્યનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જ.
સ્વદેશ પાછા ફર્યા બાદ શ્રી ચંદુભાઈએ આ અંગે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના પોતાના સાથીઓને પોતાના મનની આ વાત સમજાવી. સૌને આ કાર્ય વિદ્યાલયે હાથ ધરવા જેવું લાગતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org