________________
ગ્રંથસમર્પણ મંગલકારી, સંસારના ભયને દૂર કરનાર, નય, નિક્ષેપ આદિ અનુયોગદ્વારના પ્રકારો દ્વારા અનુયોગની – આગમની વ્યાખ્યાના માર્ગની – અખંડ તેમ જ વિશુદ્ધ પરંપરાની જેઓએ રક્ષા કરી છે તે અનુયોગને ધરનાર પૂજય મહર્ષિ ભગવંતોને પુણ્યશાળી, પવિત્ર અને વરદ કરકમળમાં અમે–મુનિ પુણ્યવિજય, દલસુખ માલવણિયા અને અમૃતલાલ ભોજક– નંદિસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર ભેટ ધરીએ છીએ. આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી સંશોધિત કરેલી વસ્તુ આપને જ સમર્પિત કરવાની અમારી બાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org