________________
પ્રકાશકીય નિવેદન
એને નિશ્ચિત યોજનાનું રૂપ આપવા માટે તેઓ અમદાવાદમાં બિરાજતા આગમપ્રભાકર પૂજયપાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને મળ્યા. સદ્ભાગ્યે, એ જ અરસામાં પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વારાણસીથી શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર તરીકે અમદાવાદમાં આવીને વસ્યા હતા, એટલે એમનો સહયોગ મળવાનો સુયોગ પણ થઈ આવ્યો હતો.
પૂજયપાદ મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજે સમગ્ર જૈન સાહિત્યનું, તેમાંય વિશેષે કરીને જૈન આગમો તેમ જ સમગ્ર આગમિક સાહિત્યનું, જીવનભર વ્યાપક તેમ જ મર્મસ્પર્શી અધ્યયનસંશોધન કરેલું હોવાથી જૈન આગમોના તેઓ પારગામી અને અધિકૃત જ્ઞાતા છે. પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ભારતીય દર્શનોના તેમ જ જૈન આગમોના ઊંડા અભ્યાસી છે. આ બન્ને વિદ્વાનો સમક્ષ બધા મૂળ જૈન આગમો વિદ્યાલય તરફથી પ્રકાશિત કરવાની ભાવના પ્રદર્શિત કરવામાં આવતાં એ વાતને તેઓએ સહર્ષ વધાવી લીધી, એટલું જ નહીં, આ આખી યોજનાનું મુખ્ય સંપાદકપદ સંભાળવાની અમારી વિનતિનો પણ તેઓએ ઉમળકાપૂર્વક સ્વીકાર કર્યો, અને એ આખી યોજના તૈયાર કરી આપવાનું માથે લીધું.
આ પછી વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૮-૮-૧૯૬૦ના રોજ આ યોજના હાથ ધરવાનો ઠરાવ કર્યો, અને આ કામને માટે નીચે મુજબ સભ્યોની આગમ પ્રકાશન સમિતિની નિમણુક કરી :
(૧) શ્રી પ્રસન્નમુખ સુરચંદ બદામી (૨) શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા (૩) ડૉ. જયંતીલાલ સુરચંદ બદામી (૪) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (માનદ મંત્રી) (૫) શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી (માનદ મંત્રી)
તે પછી આ યોજનાની શુભ શરૂઆત કરવાનું મુહૂર્ત પૂજ્યપાદ મુનિમહારાજશ્રીને પુછાવવામાં આવ્યું, અને તેઓની સૂચના મુજબ વિસં. ૨૦૧૭ના કારતક વદિ ૩, તા. ૬-૧૧-૧૯૬૦ને રવિવારનો દિવસ આ માટે નક્કી કરવામાં આવ્યો.
આ દિવસે બપોરના ૧-૩૦ વાગતાં, અમદાવાદમાં, લુણસાવાડા મોટીપોળ સામેના ઉપાશ્રયમાં, પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના સાંનિધ્યમાં જ્ઞાનસત્ર જેવો એક નાનો સરખો સમારંભ યોજીને આ કાર્યનું મંગળાચરણ કરવામાં આવ્યું.
આ પછી “શ્રી જૈન આગમ ગ્રંથમાલા”ની યોજનાની વિગતો નકકી કરવામાં આવી. આ યોજના મઅ અધા-૪૫ મૂળ આગમો નીચે મુજબ ૧૭ ગ્રંથો(volume) માં પ્રકાશિત થશે: અને દરેક ગ્રંથમાં તે તે આગમસૂત્રોના મૂળ પાઠો સંશોધિત કરીને પાઠાંતરો સાથે આપવા ઉપરાંત, ગ્રંથ, ગ્રંથકાર અને આનુષંગિક બાબતોની આધારભૂત અને વિષદ માહિતી આપતી પ્રસ્તાવના, શબ્દસૂચી તેમ જ વિવિધ વિષયને લગતાં પરિશિષ્ટો આપવામાં આવશે?
આગમગ્રંથોની ભાગવાર વહેંચણી * (૧) ભાગ પહેલો (૧) નંદિસુત્ત (નંદિસત્ર)
(૨) અણુઓગદ્દારસુત્ત (અનુયોગકારસૂત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org