SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ટાઇલ્સના ઉપયાગ વળી, આ મંદિરમાં કાઈ કાઈ ઠેકાણે, છતમાં રંગબેરંગી ટાઈલ્સને ઉપયાગ કરવામાં આવ્યો છે, આ પણ જેમ તે પ્રકારની લેાકરુચિનું સૂચન કરે છે, તેમ એક કાળે જુદા જુદા રંગના અને ફૂલપત્તી, વેલબુટ્ટા તેમ જ બીજી અનેક પ્રકારની આકૃતિ ધરાવતા ટાઈલ્સે લેાકેામાં કેટલુ બધું આકર્ષણ ઊભું કર્યું' હતું તેનેા પણ ખ્યાલ આપે છે. ટાઈલ્સનુ આ આકષણ એક સમયે એટલું બધુ વ્યાપક અની ગયુ` હતુ` કે છેક દેવસ્થાનના ગર્ભગૃહ સુધી પણ એના ઉપયાગ કરવામાં આવતા હતા, એટલે પછી દેવમ"દિરના ખીજા ભાગેામાં એને છૂટથી ઉપયાગ કરવામાં આવે એમાં શી નવાઈ ? પણ હવે ટાઈલ્સના આવા ઉપચાગ કરવા ખરાખર નથી એમ માટા ભાગે સમજાતું જાય છે, એટલું જ નહીં, જયાં પણ ધર્મસ્થાનામાં આ પ્રકારની વપરાશ થયેલી દેખાય છે, ત્યાં એ હવે ખટકવા પણ લાગી છે. ભદ્રેશ્વર તીર્થાંના જિનમંદિરની અમુક તે'માં ટાઈલ્સના ઉપયાગ મર્યાદિત પ્રમાણમાં જ કરવામાં આવેલ હોવાથી એ ન તા મહુ ખટકે છે કે ન તા સુરુચિના વિશેષ ભંગ કરે છે. આમ છતાં, જ્યારે પણ અવસર કે અનુકૂળતા મળે ત્યારે, એ કાઢી નાખવામાં આવે એ જરૂર ઇચ્છવા જેવુ છે. શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ મદિરના બરા હવે મ’દ્વિરમાંનાં ચિત્રાનુ વર્ણન-નિરીક્ષણ કરતાં પહેલાં, મદિરનાં જુદાં જુદાં દ્વારામાં મૂકવામાં આવેલ પાષાણુના ઉંબરાને જોઈ લઈ એ. મદિરના પ્રથમ કે મુખ્ય પ્રવેશદ્વારના ઉંબરે કાળા આરસ ઉપર પીળા આરસના; મૂળ ગભારાના ખરા નીચે પીળા રંગના આરસ ઉપર કાળા રંગના આરસના અને જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની માટી અને મુખ્ય દેવકુલિકા (દેરી)નેા ઉંબરા નીચે કાળા આરસ ઉપર પીળા રંગના આરસના અને બાકીની બધી દેરીઓના ઉંબરા કાળા રંગના આરસના મનાવેલા છે. એક જ સીધમાં આવેલ ત્રણ દ્વારામાંથી પહેલા અને ત્રીજા દ્વારના ખરા કાળા ઉપર પીળા ર`ગના આરસના અને વચ્ચેના ગર્ભગૃહના દ્વારના ઉંબરા પીળા ઉપર કાળા રંગના આરસના અને બાકીના બધા ઉખરા કાળા આરસના સ્થપતિએ કાઈ ખાસ સમજણથી કે પર’પરા પ્રમાણે ખનાવ્યા હશે કે સહજપણે એમ બની ગયુ. હશે, એ જાણવાનું સહજ કુતૂહલ થયા વિના રહેતું નથી. આ શ્યામ આરસ એવા ચાખ્ખા અને ચકચિકત કરેલા છે કે એથી જાણે કસેાટીના ઊ'ચી જાતના શ્યામ પાષાણુ વાપરવામાં આવ્યે હાય એવા જ આભાસ થાય છે. વિપુલ ચિત્રકામ મદિરના મુખ્ય પ્રવેશદ્વાર પછીની ઘેાડીક જગ્યાની બંને બાજુની દીવાલા ઉપર, ર’ગમ‘ડપની ભીંતા ઉપર તથા છત-ઘુમ્મટમાં, દેરાસરની ચારે ખાજુના પ્રદક્ષિણા-માગ જેવા ચાકની બંને માજુએ ઉપર તથા પૂજામ`ડપમાં ચારે તરફે તીર્થંકર ભગવાનના જીવન-પ્રસંગાનાં તથા તી - સ્થાનાનાં ચિત્રો અંકિત કરવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં કેટલાંક પથ્થરમાં કારીને એમાં રંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy