________________
થત માન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
૩૧૪, ૩૧ઈ, ૩૧૭]. આની સાથે સાથે ખીજી બધી કારીગરી પણ ચિત્તને આવ્લાદિત કરે એવી છે. આવી શિલ્પસમૃદ્ધિને જેમ જેમ ધ્યાનપૂર્વક, ધીરજથી અને ઝીણવટથી જોઈએ છીએ, તેમ તેમ એની વિશેષતા વધુ ને વધુ સમજાય છે અને ચિત્તને જાણે વશ કરી લઈ ને કાઈ અવનવી દુનિયામાં વિહાર કરાવે છે. મંદિરના રક્ષણ માટે મદિરની આજુબાજુના અને પાછળના મ`ડાવરથી ઉપરના ભાગમાં મજબૂત જાડી જાળી મૂકવામાં આવી છે. જો આ જાળી ન હોય, અને આજીમાજીના તથા શિખરના નખશિખ આખેઆખા ભાગ એકીસાથે નિહાળવાના અવસર મળે, તા શિલ્પસમૃદ્ધિનું કાઈ અર્દભુત દૃશ્ય જોવા મળે. આ તરફના કોઈ ભાગ કે કાઈ ખૂણા એવા ખાલી નથી કે જયાં ભક્તિશીલ શિલ્પીનાં સુકુમાર ટાંકણાંએ કળાના કોઈ સુંદર નમૂના કંડાર્યો ન હેાય. આ શિલ્પામાં, ચાલી આવતી પર’પરા પ્રમાણે, કેટલાંક દેવસ્થાનામાં હોય છે તેમ, કેટલીક ભાગાસનાની આકૃતિએ પણ જોવા મળે છે. મદિરના બહારના અને ઉપરના ભાગમાં પણુ શિલ્પસમૃદ્ધિ વિપુલ પ્રમાણમાં છે. પણ એની વાત આગળ ઉપર કરીશું',
ર્ગરાગાન અને શિલ્પકામ
મદિરની અંદર કેટલાક કારણીવાળા થાંભલાઓ ઉપર, શિલ્પકામથી શે।ભતી ખારશાખા ઉપર અને બીજે કેટલેક સ્થાને જુદી જુદી જાતના ઘેરા, ભભકદાર, પાકા રંગ લગાડવામાં આવેલ છે, વળી, મ`ડાવર અને મુખ્ય શિખર ઉપર પાકે રૂપેરી રગ ચડાવવામાં આવ્યેા છે; તેને એક પ્રકારની, જે તે સમયની, લેાકરુચિના નમૂના જ સમજવા જોઈ એ. પણ શિલ્પકામ ઉપર કાઈ પણ જાતના રંગરાગાન ચડાવ્યા વગર એને એના કુદરતી રંગમાં જ રહેવા દેવામાં આવે, અને જ્યારે પણ એને ધેાળાવવાની જરૂર ઊભી થાય ત્યારે પણુ ખીજા-ત્રીજા ગેાના બદલે મૂળ પથ્થરને મળતા રંગના જ ઉપયાગ કરવામાં આવે તેા શિલ્પનુ* રૂપ કામ વધારે દીપી નીકળે છે અને વિશેષ સુંદર, સજીવ અને આકર્ષક લાગે છે, તે વાત હવે સમજાતી જાય છે. એટલે હવે પછી, ભવિષ્યમાં જ્યારે પણ ધેાળાવવાની કે ર`ગરોગાન કરાવવાની જરૂર જણાય ત્યારે, આ વાતનો ખ્યાલ રાખવામાં આવશે તે મદિર વિશેષ મનેાહર લાગશે. વળી, જ્યારે પણ ધેાળવાનુ` કે ર'ગવાનું કામ કરાવવું હોય ત્યારે એ વાતના પણ ખ્યાલ રાખવા જોઈ એ કે આ રંગે. જાડા નહી પણુ અને તેટલા પાતળા હોય અને જૂના રંગાને શિલ્પકામ ઉપરથી અને તેટલા પ્રમાણમાં ઉખાડી નાખવામાં આવે, જેથી ર'ગ કે ધેાળવાના કામના થરાને લીધે શિલ્પની સુકુમાર અને ઝીણી કારણી બુરાઈ કે ઢંકાઈ જવા ન પામે. જો આ વાતની ઉપેક્ષા થાય તા, જતે દિવસે, રંગના એક એક ઉપર થર ચડી જવાને લીધે, ઝીણું શિલ્પકામ એવુ દબાઈ જાય કે છેવટે ત્યાં સામાન્ય કે કંઈક ખરખચડી ભીંત જેવું જ દેખાવા લાગે અને ત્યાં કાઈ શિલ્પકામ હશે એના દકને ખ્યાલ પણ ન આવે. ( શ્રી તારંગા તીર્થં ના છેલ્લા જીર્ણોદ્ધાર થયા તે પહેલાં શિલ્પ-સ્થાપત્યકળાના શ્રેષ્ઠ નમૂના સમા આ તીના આઠસે વર્ષાં જેટલા પ્રાચીન ઉત્તુ ંગ જિનમ`દિરના સમુદ્ધ રૂપકામની સ્થિતિ આવી જ થઈ ગઈ હતી. )
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org