SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ રે શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છે. આ કંપાઉન્ડમાં આશરે ૧૪૫'૮૮૧’ ફૂટ લાંબી-પહોળી જમીનમાં દેવમંદિર વસેલું છે. આ જિનમંદિરની ઊંચાઈ પાયાના થર સહિત ૪૪ ફૂટ ૨ ઇંચ છે. એટલે એમાંથી પાયાને ૬ ફૂટ ૫ ઈંચ જેટલો ભાગ બાદ કરતાં મંદિર જમીનથી ઉપરના ભાગમાં ૩૭ ફૂટ અને ૯ ઇંચ ઊંચું છે. પરમાત્માનાં દર્શન આ દરવાજામાંથી ૨૦ ફૂટ આગળ વધીએ અને આપણે ઉત્તરાભિમુખ જિનમંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પહોંચી જઈએ છીએ. [ચિત્ર નં. ૬] અને સામે જ મૂળ ગભારામાં બિરાજતા મૂળનાયક પરમાત્મા મહાવીર દેવનાં મનભર દર્શન કરીને આપણું ચિત્ત આલાદિત થઈ જાય છે, [ ચિત્ર નં. ૭] અને આપણે જીવનની કંઈક કૃતાર્થતા અનુભવીએ છીએ. શ્રી રાણકપુરના વિખ્યાત મંદિર કરતાં આ મંદિર ઘણું નાનું હોવા છતાં પ્રથમ પ્રવેશદ્વારમાં ખડા ખડા મૂળનાયક પ્રભુનાં દર્શન થઈ શકે એવી રચના અને અંદરનાં વિશાળ અને ઉન્નત સ્તંભની પંક્તિશ્રી રાણકપુર તીર્થના નયનમનોહર જિનમંદિરનું સહજપણે સ્મરણ કરાવે છે. આમાંના કેટલાક . ૩. આ દેરાસર ઉત્તરાભિમુખ છે, એ અંગે ટીકા કરતાં. જે બજેસે એમના “ રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠિયાવાડ એન્ડ ક૭” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૮) લખ્યું છે કે “The temple faces the north-an unusual position for a Jaina shrine" ( 241 22122 @aaluyu xa girl દેરાસરને માટે ઉત્તરાભિમુખ હોવું એ અસામાન્ય સ્થિતિ ગણાય છે; અર્થાત જૈન દેરાસર ઉત્તરાભિમુખ નથી હતાં.) છે. બર્જ સના આ વિધાનને અનુસરીને શ્રી જગચરિત'ના સંપાદક શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે પોતાના પુસ્તકમાં (પૃ. ૧૧૦) અને “કચછનું સંસ્કૃતિદર્શન”ના લેખકશ્રીએ પણ એમના પુસ્તકમાં (પૃ. ૯૩) જૈન દેરાસર ઘણુ ખરુ ઉત્તરાભિમુખ નથી હોતાં એ વાતનું સમર્થન કર્યું છે. પણ આ વાત બરાબર નથી અને હિંદુસ્તાનમાં સંખ્યાબંધ જિનમંદિરે ઉત્તર દિશાનાં મુખવાળાં બનેલાં છે, અને હજી પણ બને છે. કારણ કે, જૈન શિલ્પશાસ્ત્રમાં દેરાસર ઉત્તરાભિમુખ બનાવવાની સામે કોઈ દોષ બતાવવામાં આવ્યો નથી, એમ લાગે છે કે જ્યારે ડે. બજેસે આ તીર્થની મુલાકાત લીધી ત્યારે એમની સાથે રાવસાહેબ શ્રી દલપતરામ પ્રાણજીવનદાસ ખખર હતા, એમણે અથવા આ તીર્થ સંબંધી ડે. બજે સને માહિતી આપનાર બીજી કોઈ વ્યક્તિએ એમને જૈન દેરાસર મોટે ભાગે ઉત્તરાભિમુખ નહીં હોવાની વાત કહી હશે; અને એને આધારે એમણે પિતાના પુસ્તકમાં ઉપર મુજબ નેધ કરી હશે. ૪. “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં (પૃ. ૧૨૧) આ જિનમંદિરમાં ૨૧૮ થાંભલા હેવાનું નેધ્યું છે. અને તે પછી, એ ઉલ્લેખને અનુસરીને, (૧) “મારી કચ્છ યાત્રા”માં (પૃ. ૧૪૩), (૨) “જૈન તીર્થોને ઈતિહાસમાં (પૃ. ૧૪૨), (૩) “જૈન તીર્થ સર્વસંગ્રહમાં (પૃ. ૧૪૦) અને (૪) “ભારતનાં જૈન તીર્થો” માં (પૃ. ૪૯) –એ ચારે જૈન પુસ્તકમાં આ મંદિરમાં ૨૧૮ થાંભલા હેવાનું નેધ્યું છે. આ પુસ્તકમાં “શ્રી ક૭ ગિરનારની મહાયાત્રા” પુસ્તક વિસં. ૧૯૮૫ (સને ૧૯૨૯)માં પ્રગટ થયેલું હોઈ સૌથી જૂનું છે. આ પુસ્તક કરતાં બીજ કઈ વધુ પ્રાચીન પુસ્તકમાં આ દેરાસરમાં ૨૧૮ થાંભલા હોવાની વાત નોંધી હોય તે તે મારા જોવામાં આવી નથી, તેમ જ આ પુસ્તકનાં ૨૧૮ થાંભલાને ઉલેખ શાના આધારે કર્યો છે, તે પણ જાણી શકાયું નથી. . આ પુસ્તક કરતાં પ્રાચીન પુસ્તક ડે જેમ્સ બજેસનું “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીઝ ઑફ કાઠિયાવાડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy