________________
પુરવણી
મુનિ શ્રી કુશલચંદ્રજી ગણિ તથા આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરિજીની ચરણપાદુકાઓ તથા પાયચંદગચ્છના રક્ષક શ્રી બટુક ભૈરવજીની મૂર્તિ પધરાવવામાં આવી હતી.
મહાવીર નગર” નામકરણ–ભગવાન મહાવીરના મહાનિર્વાણને પચીસસો વર્ષ પૂરાં થયાં એ પુણ્ય પ્રસંગ નિમિત્તે, ભગવાન મહાવીરને તીર્થધામમાંના એક વિખ્યાત તીર્થધામ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થમાં, વિ. સં. ૨૦૩૧ના વૈશાખ સુદિ ૧૦ના ભગવાન મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના આગળ-પાછળના દિવસો દરમ્યાન, ધર્મમહોત્સવ ઊજવવામાં આવ્યા હતા. અને પચીસસોમાં નિર્વાણ-કલ્યાણકમહોત્સવ જેવા અપૂર્વ અવસરની યાદમાં આ તીર્થના કમ્પાઉન્ડને “મહાવીર નગર” એવું નામ આપવામાં આવ્યું હતું.
મૂળનાયકના લાંછન અંગે અગત્યનો ખુલાસ–મેં આ તીર્થના વર્તમાન મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની મૂર્તિના સિંહના લાંછન અંગે (પૃ. ૩૦) લખ્યું છે કે, (આ મૂર્તિ ઉપ૨) “કોતરવામાં આવેલ સિંહનું લાંછન ચાલુ સિંહના આકારનું નહીં પણ સૂઢ અને પાંખવાળા કેસરી સિંહની ઊભી નહીં પણ બેઠેલી આકૃતિને મળતું છે (જુઓ, ચિત્ર નં- ૧૬). (તીર્થકર ભગવાનની માતાને આવતાં ૧૪ સ્વપ્નમાં સિંહના સ્વપ્નની આકૃતિ માટે ભાગે સંઢ અને પાંખવાળા કેસરી સિંહના જેવી દેવામાં આવે છે.)” પ્રથમ દષ્ટિએ જોતાં આ લાંછન સિંહ જેવું નહીં પણ કંઈક બેઠેલા હાથી જેવું લાગતું હતું, એટલે એને સિંહ તરીકે સાબિત કરવા મેં બેઠેલા કેસરી સિંહની કલ્પના કરીને, આ પ્રમાણે લખ્યું હતું, અને છતાં એથી મારા મનને સંતોષ થયો ન હતો. એટલે, થોડા વખત પહેલાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ્થપતિ શ્રીયુત અમૃતલાલભાઈ મૂળશંકર ત્રિવેદીને મળવાનું થતાં, એમને આ ચિત્ર બતાવીને એમની આગળ મારી મૂંઝવણ રજૂ કરી. એમણે ચિત્રનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને કહ્યું કે, આ લાંછન પ્રચલિત સિંહનું જ છે; એ માટે એમણે એ લાંછનનું રેખાંકન પણ દોરી આપ્યું, જે નીચે મુજબ છે –
[G))
આ ઉપરથી જોઈ શકાય છે કે, આ લાંછન ૫ણ સિંહનું જ છે. એટલે મેં એને સિંહ કરાવવા માટે જે ક૯પના કરી હતી તે મારી ભૂલ હતી. પુસ્તક પ્રગટ થતાં પહેલાં આ ભૂલને સુધારી લેવાનો અવકાશ મળે તેથી મને ખૂબ આનંદ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org